સાવ સસ્તામાં ફરી શકાય છે આ જગ્યાઓ, ખીસું ખાલી હશે તો પણ વાંધો નહિ આવે

ફરવું આ દુનિયામાં કોને નથી ગમતું ? આ દુનિયામાં ઘુમક્કડ બધા જ હોઈ છે જેમને ફરવા માટે રોજ મોકલો તો રોજ ફરી ને આવે (આવા લોકોમાં હું પણ એક છું) જેથી કહી શકું, ફરવા માટે ક્યાં પૈસા જોવે?  જમવા માટે જોવે, અને ટિકીટ માટે જોવે બાકી ફરતી વખતે, ચાલશે, ભાવશે, અને ફાવશે તો કરવું જ પડે તો તમે પેલા વિદેશી ભુરી-ભુરિયાઓ ની જેમ 2-2 મહિના આખા વર્ષમાં ફરી શકો, એ લોકો ભારત આવે ત્યારે એમનો ખર્ચ દિવસ ના 10 ડોલર એટલે 700 રૂપિયા ની અંદર હોઈ છે.

એ લોકો આપણે ત્યાં સ્ટ્રીટ ફૂડ જમી પણ લે છે અને ધર્મશાળા માં સુઈ પણ જાય છે. અને એક આપણે છે જે બહાર જઇયે ત્યારે ફાઈવ સ્ટાર હોટેલ માં રોકાઈશું, અને મોંઘી વસ્તુઓ જમીશું.

ફરવા જવાનો અમુક લોકો માટે મતલબ હોઈ છે ખરીદદારી, આ પણ ખોટો છે. જો તમે ઉપર ની વાતો નું પાલન કરો તો તમે અહીં આપેલ જગ્યાઓ ઉપર આરામથી ફરી શકો છો અને તમારા રૂપિયા પણ બોવ નહીં બગડે.

સાવ સસ્તામાં ફરી શકાય છે આ જગ્યાઓ, ખીસું ખાલી હશે તો પણ વાંધો નહિ આવે

ઓછા પૈસે પણ અહીં ફરી શકાયઃ

યુવાનીએ આપણને જીવને આપેલી અમૂલ્ય ભેટ છે. જો તમે યુવાનીનો ભરપૂર આનંદ માણવા માંગતા હોવ, હરવા-ફરવા માંગતા હોવ તો જરૂરી નથી કે તમારી પાસે ઢગલાબંધ પૈસા હોય. અમુક જગ્યાઓ એવી પણ છે જ્યાં તમે સાવ ઓછા પૈસે ફરીને આવી શકો છો. જો ટ્રાવેલિંગનો શોખ હોય અને પૂરતા પૈસાની સગવડ ના હોય તો આ જગ્યાઓ તમારા માટે જ છે.

કાઈરો, ઈજિપ્તઃ

યુવાનીમાં દરેકે આ ભાગતા-દોડતા શહેરની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. આ શહેરમાં રહેવા, ખાવા-પીવાનું અને ફરવાનું સસ્તુ છે. અહીંની જૂની મસ્જિદો અને ધૂળિયા રસ્તા બેકપેકર ટ્રાવેલર્સ માટે પરફેક્ટ છે. અહીં એવી અનેક સસ્તી હોટેલ અને હોસ્ટેલ આવેલી છે જ્યાં તમે એક રાતના માત્ર 200-250 રૂપિયા ચૂકવીને પણ રહી શકો છો. તમારે બસ માત્ર થોડું રિસર્ચ કરવાની જરૂર છે. મસ્જિદ અને પેલેસ ઉપરાંત અહીં તમે ગિઝાના પિરામિડ પણ જોઈ શકો છો. તમે લોકલ ફૂડ ખાશો તો ઘણું સસ્તામાં પડશે અને જલસો પડી જશે.

ગોવાઃ

ગોવા આખી દુનિયાનું સૌથી લોકપ્રિય ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. અહીં તમે લક્ઝરી સ્ટેની વ્યવસ્થા છે પરંતુ અહીં એવા ટ્રાવેલર્સ પણ આવે છે જે ઘણા ઓછા ખર્ચે અહીં ફરવાની મજા માણે છે. તમે બીચ પર કોઈ હટમાં સ્ટે રાખશો તો તમારે ખાસ ખર્ચો કરવો નહિ પડે. લોકલ ફૂડ ખાવ, લોકલ ડ્રિન્ક પીઓ અને કુદરતને માણો, પોર્ચુગીઝ કલ્ચર વિશે જાણો. ગોવામાં ઓછા ખર્ચે ફરશો તો પણ તમે આ સુંદર જગ્યાના પ્રેમમાં પડી જશો. હા, વિઝિટ દરમિયાન ઓલ્ડ ગોવાની મુલાકાત લેવાનું ન ભૂલતા.

કોલંબોઃ

શ્રીલંકાની રાજધાની કોલંબો દરિયો પસંદ કરનારા ટ્રાવેલર્સ માટે સ્વર્ગ સમાન જગ્યા છે. તમે ઈચ્છો તો સાવ ઓછા ખર્ચે અહીં ફરી શકો છો. તેમાં 1340 કિ.મી લાંબા દરિયાકિનારે અનેક એડવેન્ચરની પ્રવૃત્તિઓ કરી શકાય છે. તમે અહીં કોઈ હોસ્ટેલમાં બુક કરાવશો તો ઘણા રૂપિયા બચી શકશે. અહીં ખાવા-પીવાનું પણ સસ્તામાં મળી રહે છે. સી-ફૂડ અને નોન-વેજ ખાનારા લોકોને અહીં ખાસ તકલીફ નહિ પડે. લોકલ જગ્યાએ આ શહેરની સુંદરતા માણતા માણતા ખાઓ પીઓ.

કોલકાતાઃ

ભારતનું આ એક એવું શહેર છે જે પોતાના કોચલામાંથી બહાર આવવા માંગે છે પણ આવી નથી શકતું. આ શહેરમાં રહેવા, ખાવા-પીવાનું, પબ્લિક ટ્રાન્સપોર્ટ, બધું જ તમે કલ્પના ન કર્યું હોય તેટલું સસ્તુ છે. ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ આ શહેરમાં તમને અનેક સાંસ્કૃતિક આકર્ષણો જોવા મળશે. અહીં સાવ સસ્તા બાર, ઢાબા, રેસ્ટોરાં અને સ્ટ્રીટ ફૂડ સ્ટોલ આવેલા છે જેમાં તમે ઓછા ખર્ચે પેટભરીને ખાઈ-પી શકશો. તમે અહીં ઓટો-રીક્ષા શેર પણ કરી શકો છો અને 6 રૂપિયા જેવા નજીવા ખર્ચે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો છો. કલકત્તા જાવ તો વિક્ટોરિયા મેમોરિયલની મુલાકાત લેવાનું ન ભૂલતા. આ ઉપરાંત ગંગા કિનારો, અને ન્યુ માર્કેટમાં શોપિંગ પણ એક લહાવો છે.

હાનોઈઃ

આ વિયેટનામનું સૌથી લોકપ્રિય શહેર છે. અહીં આખી દુનિયામાંથી ટ્રાવેલર્સ આવે છે જેમાં બેકપેકર્સની સંખ્યા ઘણી વધારે છે. હાનોઈમાં તમને રહેવા માટે સસ્તી હોટેલ્સ મળશે. અહીં ઓછા ખર્ચે સ્વાદિષ્ટ ફૂડ મળી રહેશે. ડ્રિન્ક્સ પણ અહીં ઘણા સસ્તા છે. હાનોઈમાં તમને અલગ જ પ્રકારના ગાંડપણનો અનુભવ થશે. અહીંની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પણ ખાસ્સી સસ્તી છે. તમે ટેક્સી, બસ કે સ્કૂટર ટેક્સી લઈને એક જગ્યાએથી બીજે પહોંચી શકો છો. હાનોઈમાં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ ઘોષિત કરેલા ઈમ્પિરિયલ સિટાડેલની મુલાકાત લેવાનું ન ભૂલતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here