મિત્રો આપણાં ગ્રંથો માં ઘણાં ઉપાયો વિશે જાણવવા માં આવ્યું છે અને તેમાનોજ એક ઉપાય આજે અમે લઈને આવ્યા છે તો આવો જાણીએ તેના વિશે.આજે અમે જેની વાત કરવાના છીએ તે ખુબજ ખાસ છે. તે ઉપાય તમારા દરેક દુઃખ ને દૂર કરશે.તંત્રના જણાવ્યા અનુસાર લીંબુ અને લવિંગની મદદથી જીવનની ઘણી સમસ્યાઓ એક જ ઝાટકે દૂર થાય છે ત્યારે આજે આપણે આવી જુદી જુદી સમસ્યા ઓને દૂર કરવાના ઉપાય પણ જોઈશું.
જો બાળકમાં કે વૃદ્ધ વ્યક્તિને ઘરમાં ખરાબ નજર લાગી જાય છે તો માથાથી પગ સુધી લીંબુને સાત વાર ફેરવી લો.આ પછી આ લીંબુના ચાર ટુકડાઓ કાપીને તેને કોઈ સુમસાન જગ્યાએ અથવા ચકલાં પર ફેંકી દો.લીંબુના ટુકડા ફેંક્યા પછી પાછળ ન જોવુ.
જો કોઈ વ્યક્તિનો ધંધો સારી રીતે ચાલી રહ્યો નથી તો તેણે શનિવારે લીંબુનો આ ખાસ ઉપાય કરવો જોઈએ.આ ઉપાય મુજબ દુકાનની ચાર દિવાલોમાંથી એક લીંબુને ટચ કરો.આ પછી લીંબુને ચાર ટુકડાઓમાં સારી રીતે કાપો અને ત્યારબાદ વચ્ચે જતાં રો અને લીંબુનો એક ટુકડો ચારે દિશામાં ફેંકી દો.આ દુકાનની નકારાત્મક ઉર્જા નો નાશ કરશે.
જો તમારા ઘરની નજીકમાં જ ચકલું છે તો આઉપાય તમારે ખાસ કરવો જોઈએ.ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ઘરમાં લીંબુનું વૃક્ષ લગાવો.લીંબુના ઝાડની આજુબાજુનું વાતાવરણ હકારાત્મક ઉર્જાથી ભરેલું છે.મિત્રો એવી પણ માન્યતા છે કે ચકલાં માં પડેલ લીંબુ પર પગ આવાથી અથવાતો અન્ય કોઈ અજાણ રીતે તેને અડવાથી વ્યક્તિ બીમાર થઈ શકે છે.
જો કોઈ વ્યક્તિ અચાનક બીમાર થઈ જાય છે અને તેના પર દવાઓની કોઈ અસર થતી નથી એટલે કે તમારા ઘરમાં કાયમી દવાખાનું રહે છે તો આ માટે લીંબુનો આ ખાસ ઉપાય કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આખા લીંબુ પર કાળી શાહી વડે 307 લખો અને જે વ્યક્તિ માંદો છે તેના પર વાળી લો તે પછી તે જ લીંબુને ચાર ભાગોમાં એવી રીતે કાપો કે તે નીચે જોડાયેલુંજ રહે.અને પછી તે જ લીંબુને ઘરની બહાર કોઈ નિર્જન જગ્યાએ એટલે કે ચકલાં માં ફેંકી દો.આ ઉપાયથી પીડિત વ્યક્તિ 24 કલાકમાં સ્વસ્થ થઈ જશે.અને ઘરમાં દવાખાના પણ બંધ થશે.
જો તમને સખત મહેનત પછી પણ વારંવાર નિષ્ફળતા મળી રહી છે.તો તમારે લીંબુનો આ ઉપાય કરવાનો રહેશે જે તમારા બધા દુઃખ દૂર કરશે.આ માટે તમે લીંબુ અને 4 લવિંગ સાથે નજીકના હનુમાન મંદિરમાં જાઓ.ત્યાં હનુમાનજીની પ્રતિમાની સામે બેસો અને લીંબુની ઉપર ચાર લવિંગ મૂકો આ પછી હનુમાન ચાલીસાના પાઠ કરો.પાઠ કર્યા પછી હનુમાનજીને પ્રાર્થના કરો.
મિત્રો તમારે અમુક ખાસ વાતો નું ધ્યાન રાખવાનું છે આવો જાણીએ તેના વિશે. જ્યારે પણઆ ઉપાય કરો છો ત્યારે લીંબુ મૂક્યાં બાદ ક્યારેય પાછું ન જોવું.અને સીધા તમારા ઘરે આવો.
કેટલીક વાર રસ્તામાં લીંબુ-મરચા પડેલો જોવા મળે છે ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ રીતે ભૂલથી પણ આ લીંબુ પર પગ મુકવાનો નથી.