કોર્પોરેટ જગતની જેમ જો વાત કરીએ તો ભગવાન રામના સૌથી શ્રેષ્ઠ મેનેજર હતા હનુમાન ભગવાન રામ પોતાના જીવનમાં જ્યારે સૌથી મોટી મુશ્કેલીમાં ફસાયા ત્યારે સંકટમોચન મેનેજર બન્યા અને પ્રભુ શ્રી રામને તમામ મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા.
હું તો હજુ પણ કહું છું કે જગતમાં આજની તારીખે પણ જો બેસ્ટ મેનેજર કોઈને ઈતિહાસનો ગણવામા આવે તો હમેશા હનુમાનજીને પ્રથમ સ્થાન જ મળે.
પવનપુત્ર હનુમાનઃ
હિન્દુ માન્યતામાં ઉલ્લેખ છે એ તમામ દેવી-દેવતા પૂજનીય છે પરંતુ તેમાં પવનપુત્ર હનુમાનને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. બજરંગ બલીને બળ બુદ્ધિના દેવ માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી બધા ગ્રહોને શાંત કરી શકાય છે અને તેમના ખરાબ પ્રભાવમાંથી મુક્તિ મળે છે.
ખૂબ સારા મેનેજરઃ
પરંતુ તમે ક્યારેય એ વિચાર્યું છે કે ભલે પવનપુત્ર હનુમાન ઈશ્વરનો અવતાર અને એક ચમત્કારી વ્યક્તિત્વ હોય પરંતુ આપણે તેમના જીવન પર નજર નાંખીએ તો તે એક ખૂબ સારા મેનેજર પણ હતા. તે ન માત્ર તેમને સોંપાયેલા કામ સારી રીતે પૂરા કરતા પરંતુ માનવ સંશાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણ તેમનામાં ગજબ આવડત અને સૂઝબૂઝ હતી.
મેનેજમેન્ટના ગુણઃ
જૂના પુરાણ માત્ર વાર્તા નહિ, જીવનનું માર્ગદર્શન આપનારા ગ્રંથ હતા. રામચરિત માનસમાં એવા અનેક ઉદાહરણ છે જેમાં મહાબલીમાંથી મેનેજમેન્ટના ગુણ સારી રીતે સમજી શકાય તેમ છે.
ગુણઃ
તે પરમ શક્તિશાળી છે, તેમના બળ આગળ કોઈનું નથી ચાલતું. આમ છતાં આપણી સામે એવા અનેક ઉદાહરણ છે જેમાં તેમણે બળ નહિ, બુદ્ધિનો ઉપયોગ કર્યો છે. જ્યાં તેમણે ઝુકવું જોઈએ, જ્યાં તેમણ કુશળતાથી કામ કરવું જોઈએ, ત્યાં તેમણે એવું જ કર્યું. આજકાલ લોકો ભલે પોતાની બુદ્ધિના બદલે બળનો પરિચય આપતા હોય, પરંતુ હનુમાનજીની પૂજા કરતા દરેકે તેમના જીવનમાંથી અમુક ગુણ ચોક્કસ શીખી લેવા જોઈએ.
લક્ષ્ય ન મળે ત્યાં સુધી અટકો નહિઃ
રામાયણના પ્રસંગ અનુસાર હનુમાનજીને એમની શક્તિઓ યાદ કરાવવામાં આવે છે ત્યારે તે સમુદ્ર પર છલાંગ મારવા તૈયાર થઈ જાય છે.તેમના માર્ગમાં અનેક સમસ્યા આવે છે પરંતુ તેમણે જ્યાં જરૂર હતી ત્યાં જ બળનો પ્રયોગ કર્યો. જ્યાં બુદ્ધિની જરૂર હતી ત્યાં મગજ દોડાવ્યું. તે ત્યાં સુધી શાંતિથી ન બેઠા જ્યાં સુધી સીતા માતા સુધી પહોંચ્યા નહિ. આનાથી આપણને પણ શીખવા મળે છે કે લક્ષ્ય હાંસલ ન થાય ત્યાં સુધી અટકવું ન જોઈએ.
ઝૂકવું જરૂરી છેઃ
રામાયણ કથા અનુસાર જ્યારે બજરંગ બલીને સમુદ્ર કૂદીને સીતા માતા શોધ ખરવાની હતી ત્યારે વચ્ચે સુરસા નામની રાક્ષસીએ તેમને રોક્યા હતા અને તેમને ગળી જવાની જીદ કરી હતી. હનુમાનજીના મનાવવા છતાં તે ન માની ત્યારે હનુમાનજીએ નાનું સ્વરૂપ ધારણ કરી તેમની આજ્ઞાનું પાલન કર્યું અને તેમના મુખમાં પ્રવેશ મેળવી લીધો. તે તેના મોંમાં ફરીને બહાર નીકળી ગયા. આમ રાક્ષસીની જીદ પણ પૂરી થઈ અને હનુમાનજી લંકા પણ પહોંચી ગયા. આ દર્શાવે છે કે તમારે લક્ષ્ય પર એકાગ્ર હોવુ જોઈએ. આ માટે કોઈની સામે ઝૂકવુ પડે તો પણ તે તમારી હાર નથી.
જરૂર પડે ત્યારે કરો બળ પ્રયોગઃ
બજરંગબલી લંકા પહોંચ્યા ત્યારે લંકિની નામની રાક્ષસીએ તેમનો રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયે રાત હતી અને લંકામાં પ્રવેશ કરવાનો શ્રેષ્ઠ મોકો હતો. દિવસમાં પ્રવેશ મુશ્કેલ હતો અને રાત્રે લંકિની તેમને પ્રવેશવા દેતી નહતી. આવામાં હનુમાનજીએ બળપ્રયોગ કર્યો હતો જે અનુચિત નહતો.