જાણો કોણ હતા લાફીંગ બુદ્ધા, ઘરે આ મૂર્તિ રાખવાથી મળશે ચમત્કારી લાભ જાણો

કોણ છે લાફીંગ બુદ્ધા?

તમે ઘણીવાર લોકોના ઘરોમાં લાફીંગ બુદ્ધાની નાની-મોટી મૂર્તિઓ જોઈ હશે. લોકો તેને સુખ-સમૃદ્ધિનું પ્રતિક માને છે અને ગુડ લક લાવવા માટે પોતાના ઘરમાં રાખે છે. પરંતુ શું તમને ખબર છે કે લાફીંગ બુદ્ધા કોણ હતો અને ક્યાંના રહેનારા હતા, તેમના હાસ્ય પાળછ શું રહસ્ય છુપાયેલું છે? તો ચલો અમે તમને જણાવીએ છીએ કે છેવટે લાફીંગ બુદ્ધાના હાસ્ય પાછળ છુપાયેલું રહસ્ય શું છે…

શા માટે હંમેશા હસતા જ જોવા મળે છે

લાફીંગ બુદ્ધાના હાસ્ય પાછળ એક ખાસ રસપ્રદ સ્ટોરી છે. કહેવાય છે કે મહાત્મા બુદ્ધના એક શિષ્ય હતા, જેમનું નામ હોતઈ હતું. તેઓ જાપાનના રહેવાસી હતી. એવું માનવામાં આવે છે કે જ્યારે હોતેઈને જ્ઞાનની પ્રાપ્તિ થઈ, તો તેઓ જોર-જોરથી હસવા લાગ્યા. ત્યારથી જ તેમણે લોકોને હસાવવાને અને ખુશ જોવાને પોતાના જીવનનો ઉદ્દેશ્ય બનાવી લીધો.

તેમના જીવનનો હતો એકમાત્ર ઉદ્દેશ

કહેવાય છે કે હોતેઈ જ્યાં પણ જતા હતા તેઓ લોકોને તેમનું મોટું પેટ બતાવીને હસાવતા રહેતા. આ કારણે જ ચીન અને જાપાનમાં લોકો તેમને હસતા બુદ્ધા બોલાવવા લાગ્યા. જેને અંગ્રેજીમાં લાફીંગ બુદ્ઘા કહે છે. હોતેઈની જેમ તેમના અનુયાયીઓએ પણ એકમાત્ર ઉદ્દેશ્ય એટલે કે લોકોને હસાવવાનું અને ખુશ જોવાનો ઉદ્દેશ્ય દુનિયાભરમાં ફેલાવ્યો.

ચીનમાં તેઓ પુતાઈ નામે ઓળખાય છે

ચીનમાં તો હોતઈ એટલે કે લાફીંગ બુદ્ધાના અનુયાયીઓએ તેમનો એવી રીતે પ્રચાર કર્યો કે ત્યાંના લોકો તેમને ભગવાન માનવા લાગ્યા. ત્યાંના લોકો તેમની મૂર્તિને ગુડલક તરીકે ઘરમાં રાખવા લાગ્યા. જોકે ચીનમાં લાફીંગ બુદ્ધાને પુતાઈ નામથી ઓળખવામાં આવે છે.

ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે છે

જેવી રીતે ભારતમાં ભગવાન કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે, તેવી જ રીતે ચીનમાં લાફીંગ બુદ્ધાને બધુ માનવામાં આવે છે. ચીન વાસ્તુ શાસ્ત્ર એટલે કે ફેંગશુઈમાં ઘરમાં સંપન્નતા માટે લાફીંગ બુદ્ધા રાખવામાં આવે છે. માન્યતા મુજબ તેને રાખવાથી ઘરમાં સરાકાત્મક ઉર્જા વધે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here