દુનિયામાં દરેક જીવ માં સૌથી વધુ વફાદાર માનવામાં આવતું જાનવર કુતરું ગણાય છે. એવું કહેવાય છે કે માણસ જેનું ખાઈ ને તેની થાળીમાં જ થુંકી શકે છે પણ કુતરું એક વફાદાર પ્રાણી ગણાય છે. તે તેના માલિક નું ધ્યાન રાખે છે અને તેને કરડતું પણ નથી. કુતરાની વફાદારીને લઈને જ મોટાભાગે લોકો તેને ઘરમાં પાળવાનું પસંદ કરે છે. બિલાડીઓ પણ પાલતું જાનવર છે અને ઘણા લોકો બિલાડીઓ પાળવાનો શોખ ધરાવે છે. પરંતુ બિલાડીઓ કુતરા જેટલી વફાદાર નથી રહેતી.
આપણે ઘણીવાર રાતના સમયે કુતરાનો રડવાનો અથવા તો ભસવાનો અવાજ સાંભળ્યો હશે. કુતરા જ્યારે રાત્રે રડવાનું શરૂ કરે છે તો લોકોના મનમાં ભયની લાગણી જન્મે છે. કારણ કે કુતરાનું રડવું અને તેનું ભસવું તે અશુભ માનવામાં આવે છે. જ્યારે કુતરા રડે છે તો કોઈ અશુભ ઘટના બને છે તેવી માન્યતા છે તેથી રડતા કુતરાને લોકો પોતાના ઘર આસપાસથી ભગાડી દે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે કુતરા રાત્રે શા માટે રડે છે? કુતરાનું રડવું તે મોટી આફતના સંકેત પણ માનવામાં આવે છે એટલા માટે જ ક્યારેય ઘરની આસપાસ કુતરાનો રડવાનો અવાજ આવે ત્યારે વડીલો તેને દૂર ભગાવવાનું કહે છે.
વિશ્વાસ ન થતો હોય તો તમે અજમાવીને જોઈ શકો છો. તમે એક દિવસ કુતરાને પ્રેમથી ખવરાવી દો, તો તે આખું જીવન તમારા માટે પૂંછડી પટપટાવશે. અને જો તમે બિલાડીને એક દિવસ દૂધ પીવરાવી દો અને બીજા જ દિવસે તેને ખીજાશો તો તે ખરેખર તમને કરડવાનો પ્રયત્ન કરશે. પરંતુ કુતરું એવું ક્યારેય નથી કરતું. અને કાયમ માટે વફાદાર રહે છે.
તમે ઘણીવાર જોયું હશે કે તમારા ઘરની બહાર રાતે, કૂતરા વિચિત્ર અવાજોથી બૂમ પાડે છે એટલે કે રડે છે. અને ઘણીવાર ભસતા હોય છે. ઘણી વાર આ અવાજો સાંભળીને તમે ગભરાઇ જશો. પરંતુ શું તમે જાણો છો કે કુતરાઓ આવા ડરામણા અવાજ કાઢીને રાત્રે કેમ રડે છે?
રાત્રે કુતરા ને રડવાની અથવા તો ભસવાની વાતો આપણે સાંભળી હોય છે. ઘણી વાર્તાઓ એટલી ડરામણી હોય છે કે તમે સાંભળીને તમારા રુંવાડા ઉભા થઈ જાય છે. આપણા સમાજમાં પ્રાચીન કાળથી ઘણી માન્યતાઓ પ્રવર્તે છે. અને રાત્રે કુતરા રડે તો ડર પણ લાગે છે.
આવી એક માન્યતા એવી છે કે કૂતરા ઘરની બહાર રડે એ ખરાબ છે. કૂતરાના રડવાનો અર્થ એ છે કે આગામી સમયમાં કોઈ ઘરમાં મરી જશે. અથવા તો કાઈક ખરાબ બનશે. એટલે કે, વડીલોનું માનવું છે કે કુતરાઓ પહેલેથી જ અપેક્ષા રાખે છે કે ઘરમાં કોઈ મરી જશે. આવી વાત સાંભળીને સ્વાભાવિક છે કે કોઈ ડરશે.વડીલો એવું પણ કહે છે કે કુતરા યમરાજ ને જોઈ શકે છે એટલા માટે જ તે રડે છે.
જ્યોતિષશાસ્ત્ર માં પણ કહેવામાં આવે છે કે જ્યારે આસપાસમાં કોઈ આત્મા હોય ત્યારે કૂતરાઓ સૌથી વધારે રડે છે. કારણકે તેને યમરાજ દેખાય છે. એવું પણ કહેવામાં આવે છે કે જે આત્મા જેને સામાન્ય માણસ તેમની આંખોથી જોઈ શકતો નથી, તે કૂતરોને જુએ છે. અને ડરીને રડે છે. આ જ કારણ છે કે કૂતરાને આજુબાજુ રડતો જોઈને લોકો ભાગવા માંડે છે.
વિજ્ઞાન ની દ્રષ્ટિ એ કંઈક બીજું માનવામાં આવે છે. વૈજ્ઞાનિકો એવું કહે છે કે કૂતરાઓ ક્યારેય રડતા નથી. કુતરાઓ ખરેખર રાત્રે આવા અવાજ કરે છે અને માર્ગ અથવા વિસ્તારથી દૂર તેમના અન્ય સાથીને સંદેશ આપે છે. આ રીતે કૂતરો તેના મિત્રોને સંદેશ મોકલે છે કે હાલમાં તે ક્યાં છે. આ સિવાય કૂતરા પણ દર્દમાં રડે છે. કૂતરામાં પણ જીવો હોય છે અને તેમના હૃદયને પણ ઇજા થાય છે. જો તેમને કોઈ શારીરિક સમસ્યા હોય તો કૂતરાઓ રડે છે. અથવા તો કુતરા ને ભૂખ લાગી હોય અથવા તેના સાથી ખોવાઈ ગયા હોય તો તે રડે છે અથવા તો ભસે છે.
કુતરા આ રીતે ભસી ને અથવા તો રડી ને તે તેના ભાગીદારને તેની સાથે ક્યાંક દૂર બોલાવવાનો પ્રયાસ કરે પણ કરે છે. આ સિવાય એકલતાની અનુભૂતિ કર્યા પછી પણ તેણે સજ્જ થઈને પોતાના જીવનસાથીને પોતાની પાસે બોલાવવા માટે પણ રાત્રે કુતરાઓ રડે છે.