કુંભ રાશિમાં થયું બુધનું રાશિ પરિવર્તન,આ રાશીઓને થવાનો છે તગડો લાભ.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે ગ્રહો પોતાનું સ્થાન એટલે કે એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે ત્યારે કેટલીક રાશીઓને સુખ અથવા દુઃખ ભોગવવા પડે છે.એજ રીતે આજે કુંભ રાશિમાંથી બુધ ગ્રહ પોતાનું સ્થાન બદલી રહ્યો છે માટે ચાલો જાણીએ કે કઈ રાશિઓ પર તેની આ અસર પડવાની છે.

મેષ રાશિ.

મેષ રાશિના જાતકોમાં બુધનું રાશિ પરિવર્તનના કારણે તેમનો આજનો દિવસ આનંદથી ભરેલો રહેશે.તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે.આજે તમને તમામ કાર્યમાં સફળતા મળશે.ઘરનું વાતાવરણ આનંદમય રહેશે.મામાના ઘર તરફથી લાભ થશે અને સારા સમાચાર મળશે. આર્થિક લાભ થશે.મિત્રોની સાથે પ્રવાસનો યોગ છે.આજે તમે કોઈ મહત્વ નો નિર્ણય લઈ શકો છો.આજે તમારી પાસે ઘણી સર્જનાત્મક ઉર્જા રહેશે.

વૃષભ રાશિ.

વૃષભ રાશિના જાતકોમાં બુધના પરિવર્તનને કારણે તમને અનેક પ્રકારની ચિંતા સતાવશે અને તબિયત પણ સારી નહીં રહે.પરિવારના લોકોની સાથે મતભેદ થવાના કારણે ઘરમાં ઝઘડાઓ થઈ શકે છે.આજે કાર્યો અધૂરા રહેશે.આજે વધુ ખર્ચાઓ પણ થઈ શકે છે.આજે તમે જે કામ કર્યું હશે તેનું સંતોષકારક પરિણામ નહીં મળે.આજે વિચાર્યા વિના કોઈ નિર્ણય લેવો નહીં.અસ્વસ્થતા અને વ્યગ્રતામાં પસાર થશે.આજે તમારા શરીરમાં શરદી,કફ અને તાવ જોવા મળી શકે છે.કોઈનું સારું કરવાથી સમસ્યાઓ સર્જાઈ શકે છે.આજે પૈસાની લેણદેણ કરવી નહી.

મિથુન રાશિ.

મિથુન રાશિના જાતકોમાં બુધનું રાશિ પરિવર્તનથી વેપારીઓ વધુ ખુશ જોવા મળશે.નોકરી કરતા લોકો માટે આજે પ્રમોશનનો યોગ છે.પરિવારમાં મૈત્રીપૂર્ણ વાતાવરણ જોવા મળશે.ઘરમાં આજે તમે વધુ ડેકોરેશન કરશો.માતા તરફથી લાભ મળશે.આજે તમારી તબિયત સારી રહેશે.ધન અને સન્માનમાં વૃધ્ધિ થશે.મિત્રો અને પરિવાર જનોની સાથે સારી રીતે સમય પસાર થશે.નાના પ્રવાસનો યોગ છે.નવા સંપર્ક બની શકે છે.કાર્યક્ષેત્રે સહકર્મચારી અને ઉચ્ચ અધિકારીઓની સાથે સંબંધ સારો રહેશે.સમાજમાં માન-સન્માનમાં વધારો થશે.

કર્ક રાશિ.

કર્ક રાશિના જાતકોમાં બુધનું રાશિ પરિવર્તનના કારણે તેમનો આજનો દિવસ શુભ છે.આજે નોકરી કરતા લોકો માટે પ્રમોશનનો યોગ છે.પરિવારમાં આનંદમય વાતાવરણ જોવા મળશે.ઘરમાં આજે તમે વધુ ડેકોરેશન કરશો.માતા તરફથી લાભ મળશે.આજે તમારી તબિયત સારી રહેશે.ધન અને સન્માનમાં વૃધ્ધિ થશે.ધાર્મિક કાર્યો અને પૂજા-પાઠમાં વ્યસ્ત રહેશે. ધાર્મિકસ્થળોની મુલાકાતથી આનંદ પ્રાપ્ત થશે. પરિવારજનોની સાથે આનંદમયરીતે દિવસ પસાર થશે.આકસ્મિક ધનલાભનો યોગ છે.આજે તમારું ભાગ્ય બદલાશે.

સિંહ રાશિ.

સિંહ રાશિના જાતકોમાં બુધનું રાશિ પરિવર્તનના કારણે તેમનો આજનો દિવસ આળસ અને થાકમાં પસાર થશે.આજે તમારા મનમાં વ્યાકુળતા જોવા મળશે.પેટની તકલીફ આજે તમને જોવા મળશે.સફળતા પ્રાપ્ત કરવા માટે વધુ પરિશ્રમ કરવો પડશે.સંકટજનક વિચાર, વર્તન અને આયોજનથી દૂર રહો.ધાર્મિક યાત્રા અને પ્રવાસની સંભાવના છે.ક્રોધ પર સંયમ જાળવો.જો કોઈ મુશ્કેલીઓ આવે તો તેનો સામનો કરવો. તબિયત પ્રત્યે ધ્યાન આપો.આજે બીમારીના કારણે આકસ્મિક ધનખર્ચ થઈ શકે છે.અનૈતિક કાર્યોથી દૂર રહો.આજે ભગવાનની પ્રાર્થના અને આધ્યાત્મિકતા તમને શાંતિ પ્રદાન કરશે.

કન્યા રાશિ.

કન્યા રાશિના જાતકોમાં બુધના રાશિ પરિવર્તનના કારણે તમારે આજે ખાણીપીણીમાં ધ્યાન રાખજો.આજે તમારામાં આવેશ અને ક્રોધ વધુ માત્રામાં જોવા મળશે.આજે તબિયત સાચવવી.વાણી પર સંયમ જાળવો. અનૈતિક કૃત્યોથી દૂર રહો.સરકાર વિરોધી પ્રવૃત્તિઓના કારણે સમસ્યાઓ સર્જાશે.આજે મનમાં ઉદાસી જોવા મળશે.શરીરમાં ઉત્સાહનો પણ અભાવ જોવા મળશે.પરિવારજનોની સાથે તણાવ થતા ઘરનું વાતાવરણ તંગ જોવા મળી શકે છે.તમારું સ્વાભિમાન ભંગ થાય નહીં તેનું ધ્યાન રાખો.ધનહાનિનો યોગ છે.જમીન અને વાહનના કાગળને લઈને સાવધાની રાખો.

તુલા રાશિ.

તુલા રાશિના જાતકોમાં બુધના રાશિ પરિવર્તનના કારણે તમેં આજે જીવનનો આનંદ સાચા અર્થમાં માણી શકો છો.પરિવારના લોકોની સાથે સામાજિક હેતુથી બહાર જવાનું થશે.નાના પ્રવાસનું આયોજન થશે. વેપારીઓ માટે આજે વૃધ્ધિનો યોગ છે.સામાજિક ક્ષેત્રે સફળતા મળશે.આકસ્મિક ધનલાભ થશે.સામાજિક અને અન્ય ક્ષેત્રોમાં ખ્યાતિ અને સન્માન પ્રાપ્ત થશે.સુંદર વસ્ત્રોની ખરીદી થઈ શકે છે.વાહનસુખ પ્રાપ્ત થશે.ભાગીદારોની સાથે સંબંધ સારા રહેશે.પતિ-પત્ની વચ્ચે અણબનાવ ઘટશે અને નિકટતા વધશે.

વૃશ્ચિક રાશિ.

વૃશ્ચિક રાશિના જાતકોમાં બુધનું રાશિ પરિવર્તનના કારણે આજે તમારા પરિવારમાં આનંદ-ઉલ્લાસ જોવા મળશે.તનમાં ચેતના જોવા મળશે.દોસ્તના રૂપમાં છુપાયેલા શત્રુ તેમના પ્રયાસમાં નિષ્ફળ રહેશે. ઓફિસમાં સહકર્મીઓ તરફથી સહયોગ મળશે.સ્ત્રી મિત્રોની સાથે આજે મુલાકાતનો યોગ છે અને આનંદમાં પણ વૃધ્ધિ થશે.આર્થિક લાભના સંકેત છે અને તમામ અધૂરા કાર્યો પૂરા થશે.બીમારીઓથી પીડાતા લોકોને રાહત મળશે.ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેવાથી પ્રસન્નતા જોવા મળશે.

ધન રાશિ.

ધન રાશિના જાતકોમાં બુધના રાશિ પરિવર્તનના કારણે તમારે આજે ગુસ્સા પર નિયંત્રણ રાખવું.પેટ સંબંધિત બીમારીઓ જોવા મળશે.આજે કાર્યોમાં સફળતા નહીં મળવાથી નિરાશા મળશે.સાહિત્યના ક્ષેત્રમાં રુચિ જોવા મળશે.સંતાન પ્રત્યે ચિંતા જોવા મળશે.પ્રવાસ જવાનું હોય તો સમય યોગ્ય નથી.આજે નવા કાર્યો હાથમાં લેવા નહીં.બાહ્ય પદાર્થ ખાવાથી તબિયત ખરાબ થવાની સંભાવના છે.ક્રોધને નિયંત્રણમાં રાખવા માટે મૌન રહેવું યોગ્ય રહેશે.વધારે ધન ખર્ચ થશે.આગ અને પાણીથી બચવું.સરકાર વિરોધી અથવા અનૈતિક પ્રવૃત્તિઓ આફત ઊભી કરે નહીં તેનું ધ્યાન રાખો.

મકર રાશિ.

મકર રાશિના જાતકોમાં બુધનું પરિવર્તનના કારણે આજે તમારામાં ઉત્સાહનો અભાવ જોવા મળશે. પરિવારના લોકોની સાથે ઝઘડો અથવા નિરર્થક ચર્ચાના પ્રસંગો બનશે.તમારું મન ચિંતામાં ડૂબેલું જોવા મળશે.આજે સફળતા નહીં મળે.આજે ઊંઘ પૂરી નહીં થવાના લીધે શરીર બગડશે.કાર્ય નિષ્ફળતા હતાશા પેદા કરશે અને તમને ક્રોધિત કરશે પરંતુ ક્રોધને નિયંત્રણમાં રાખવાથી વાત વધુ નહીં બગડે.પેટ સંબંધિત બીમારીઓથી મુશ્કેલી થશે.વાદ-વિવાદ અથવા ચર્ચામાં પડવાથી સમસ્યા પેદા થશે. સંતાનોની બાબતમાં ચિંતા પેદા થશે.

કુંભ રાશિ.

કુંભ રાશિના જાતકોમાં બુધનું પરિવર્તનના કારણે આજે તમારા મનમાંથી ચિંતા દૂર થવાના કારણે તમે શાંતિ અનુભવશો.આજે તબિયત સારી રહેશે.ભાઈ-બહેનોની સાથે સંબંધોમાં મધુરતા જોવા મળશે.નાના પ્રવાસની સંભાવનાઓ છે.કાર્યક્ષેત્રે સહકર્મીઓની સાથે સહકારપૂર્વક કાર્ય કરી શકશો.કાર્યમાં સફળતા મળશે.માતા-પિતા તરફથી શુભ સમાચાર મળશે.આજે નવા કાર્યનો પ્રારંભ કરી શકો છો.પરિવારના સભ્યો અને મિત્રોની સાથે ભોજનનો અવસર પ્રાપ્ત થશે.ધનલાભ થશે પણ વધુ ખર્ચ થાય નહીં તેનું ધ્યાન રાખો.ધાર્મિક કાર્ય અને યાત્રાનો યોગ છે.કાર્યમાં સફળતા મળશે.

મીન રાશિ.

મીન રાશિના જાતકોમાં આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું.ક્રોધ અને વાણી પર સંયમ જાળવો.વાદ-વિવાદ અને ઝઘડાઓ ટાળો.ભોજન પર સંયમ જાળવો.આજે સ્વભાવમાં ઉગ્રતા અને ક્રોધના કારણે તમને કામ કરવામાં મન નહીં લાગે.વાદ-વિવાદમાં અહમના કારણે કોઈની નારાજગી સહન કરવી પડશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.ઉતાવળમાં નિર્ણય લેવાને કારણે નુક્સાન થવાની સંભાવના છે.નોકરી-ધંધાના ક્ષેત્રમાં અવરોધ આવવાથી નિર્ધારિત કાર્ય પૂર્ણ થઈ નહીં શકે.પાડોશીઓ તથા ભાઈ-બહેનો સાથે વધુ મેળ-મેળાપ રહેશે.ઘરમાં મિત્રો અને સ્નેહીજનોનું આગમન તમને ખુશી આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here