આપણે આપણા ધાર્મિક ગ્રંથો વિશે ઘણી બધી માહિતી મેળવી હોય છે. પરંતુ ઘણી બધી એવી પણ માહિતી હોય છે કે, આપણે ક્યારેય સાંભળી કે જોઈ ન હોય. મહાભારત અને રામાયણ એ આપણા ધાર્મિક ગ્રંથો ગણાય છે. મોટાભાગે દરેક લોકોને ખબર હોય છે કે, રામાયણ અને મહાભારતમાં શું થયું હતું. પરંતુ એવી ઘણી બધી વાત હોય છે કે કોઈ પણ વ્યક્તિને ખબર નથી હોતી. આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવવાના છીએ કે જે તમે ક્યારે સાંભળી નહી હોય.
મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ મગફળી ખાઈને જ યુદ્ધમાં જતા હતા. પરંતુ શું તમે જાણો છો શા માટે મગફળી ખાતા હતા. ભગવાન શ્રીકૃષ્ણ મહાભારત માં શસ્ત્રને લીધા વિના જ પાંડવોનો વિજય કરાવ્યો હતો. પોતાના જીવન દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણે ઘણી બધી એવી વિચિત્ર લીલાઓ ભરેલી હોય છે. મહાભારતના યુદ્ધમાં જ્યારે જતાં ત્યારે તે મગફળી ખાઈને જ યુદ્ધમાં જતા હતા. આ તેનો રોજનો નિયમ બની ગયો હતો. યુદ્ધ શરૂ થાય તે પહેલા થોડી મગફળીને પોતાના મોઢામાં નાખે છે. અને તેને ખાવા પાછળનો એક ખૂબ જ ઉંડુ રહસ્ય છુપાયેલું છે. અને આ રહસ્ય માત્ર ઉદૂપી રાજ્યનો રાજા જ જાણતો હતો.
જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું ત્યારે પાંડવો અને કૌરવો પોતાના પક્ષમાં લેવા માટે અનેક રાજ્યના રાજાઓને સંદેશ આપતા હતા. ઘણા રાજ્યના રાજાઓ પાંડવો બાજુ હતા. અને ઘણા રાજા રાજ્યના રાજા કૌરવોની બાજુએથી લડતા હતા. પરંતુ આ બધા રાજ્યના રાજાઓ માં એક એવા રાજા પણ હતાં જે કોઈને બાજુથી ક્યારે યુદ્ધમાં જોડાણા ન હતા. તે હતા ઉદુપી રાજ્યના રાજા.
આ રાજા એ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હતું કે, દરેક રાજાઓ પાંડવો અને કૌરવોની બાજુથી લડે છે અને સાંજે યુદ્ધ પૂરું થશે ત્યારે તે છાળણી માં આવશે. તેને ખોરાકની જરૂર પડશે એટલે આ રાજ એ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે, હું બંને બાજુના પાંડવો અને કૌરવો માટેના દરેક રાજા અને સૈનિકો માટે હું ભોજનની વ્યવસ્થા કરીશ અને ભગવાન કૃષ્ણએ રાજાને આદેશ આપ્યો હતો.
પરંતુ ઉદુપીના રાજાને એક એવી સમસ્યા હતી તે કે, તે દરરોજ સૈનિકો અને રાજાઓ માટે કેટલું ભોજન તૈયાર કરે. કારણ કે યુદ્ધમાં દરરોજ હજારો સૈનિકો માર્યા ગયા હોય અને આવી સ્થિતિમાં જો રસોઈ ઓછી થશે તૈયાર કરવામાં આવે તો સૌનિકો ભૂખમરાથી મરી જાય. અને જો વધારે બનાવવામાં આવે તો માતા અન્નપૂર્ણાં નારાજ થાય. એટલે તે મૂંઝવણમાં હતા.
આવી સ્થિતિમાં ભગવાન શ્રીકૃષ્ણ સામે તેણે આ પરિસ્થિતિ રજુ કરી. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે, મહાભારતના યુદ્ધ દરમિયાન હું મગફળી ના રોજ થોડાક દાણા ખાઇશ. અને હું જેટલા મગફળીના દાણા ખાવ તેટલા હજાર સૈનિકો તે દિવસે મરી જશે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ રાજાને ખોરાક પૂરતો સૈનિકોને મળી રહે અને ખોરાકનો બગાડ ન થાય તે માટે મગફળી ખાય ને રાજા ને જણાવતા હતા.