‘ભાઇ ભાઇ’, કેનાડાથી ગુજરાતી ક્રિશનો વધુ એક વીડિયો, ભૂરીયાને જમાડ્યો રોટલો-શાખ

કેનેડામાં બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કરવા ગયેલા ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો હાલ વાયરલ થયો છે. આ વખતે ક્રિશે કેનેડામાં ત્યાંના સ્થાનિક મિત્રને છાસ, રોટલ અને શાખ જમાડ્યું

કેનેડામાં બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કરવા ગયેલા ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો હાલ વાયરલ થયો છે. આ વખતે ક્રિશે કેનેડામાં ત્યાંના સ્થાનિક મિત્રને ગુજરાતી જમવાનું ખવડાવી રહ્યો છે.

દર વખતની જેમ આ વખતે પણ ક્રિશ પોતાના હાસ્યાસ્પદ અંદાજમાં ગુજરાતીઓના વખાણ કરી રહ્યો છે, અને તેના મિત્ર જોન સાથે મજાક મસ્તી કરી રહ્યો છે. જેમાં ક્રિશ જણાવી રહ્યો છે કે ‘ભાઇ ભાઇ મજા પડી ગઇ, ભુક્કા કાઢી નાખ્યા’

ક્રિશના પિતા પહેલા ગામના સરપંચ હતાં. પરંતુ તેમનું પરિવાર છેલ્લા પાંચેક વર્ષથી સુરતના સરથાણા વિસ્તારમાં રહે છે. કન્ટ્રક્શનના કામ કાજ સાથે સંકળાયેલા ક્રિશના પિતાએ જણાવ્યું હતું કે, અમારા પરિવારમાંથી ક્રિશ પહેલો એવો વ્યક્તિ છે જે વિદેશ ગયો હોય. અને તેના વાયરલ થઈ રહેલા વીડિયોથી અમે બધા ખૂબ ખુશ છીએ.

ગત ઓગસ્ટ મહિનામાં કાઠિયાવાડી લહેકામાં વિદેશની લાઇફસ્ટાઇલ અંગે જણાવતો ક્રિશ ભંડેરીનો ફની વીડિયો ખૂબ વાઇરલ થયો હતો. આ વીડિયોને મળેલા પ્રતિસાદ બાદ ક્રિશે વધુ બે વીડિયો બનાવ્યા હતા. આ ફની વીડિયોના કારણે ક્રિશ ભંડેરી રાતોરાત લાઇમલાઇટમાં આવી ગયો હતો.

કેનેડામાં બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કરવા ગયેલા ક્રિશ ભંડેરી મૂળ જામનગરના જામજોધપુરના માંડાસણ ગામનો રહેવાસી છે. ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો હવે વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ક્રિશ તેના ગોરા મિત્રને ઘરે બોલાવી કાઠિયાવાડી જમણ કરાવી રહ્યો છે અને મિત્રો સાથે ગરબા કરી રહ્યો છે.

ક્રિશે આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે. વીડિયોમાં ક્રિશ તેના ફોરેનર ફ્રેન્ડને કાઠિયાવાડી ભોજન ખવડાવી રહ્યો છે. મિક્સ વેજીટેબલ સબ્જી અને બાજરીના રોટલા સાથે ઘીની મોજ માણી રહ્યા છે. વધુ એક વીડિયોમાં તે તેના મિત્ર સાથે ગરબા રમી રહ્યો છે.

કેવી રીતે આવ્યો વીડિયો બનાવવાનો વિચાર?

એક ન્યૂઝચેનલ સાથે વાત કરતા ક્રિશે જણાવ્યું કે, અમારી ગ્રોસરી પતી જતાં મિત્રો સાથે લેવા ગયા હતા. કેનેડામાં અડધા કલાકે એક બસ આવે છે. અચાનક જ વિચાર આવ્યો કે બસની રાહ નથી જોવી ચાલતા જ ઘરે જઇએ.

આ દરમિયાન મિત્રને કહ્યું કે, મોબાઇલ બહાર કાઢ અને વીડિયો બનાવ. બસ આ વીડિયો મિત્રો પાસેથી વોટ્સએપમાં ફરતો થયો અને વાઇરલ થઇ ગયો.

હળવી શૈલીમાં રજૂ કરી મુશ્કેલીઓને

એક મહિનાથી કેનેડામાં રહેતા ક્રિશે કેનેડામાં પડતી મુશ્કેલીઓને હળવા મૂડમાં રજૂ કરી છે.

ક્રિશનો પરિવાર છેલ્લાં પાંચ-છ વર્ષથી સુરતમાં જ રહે છે અને તે કેનેડા અભ્યાસ માટે ગયો છે.

કેનેડા ગયેલા ક્રિશ ભંડેરીએ કેનેડામાં બનાવેલો વીડિયો વાઇરલ થઈ ગયા બાદ તે ફેમસ થઇ ગયો છે.

વાઇરલ થયેલા વિડીયો જુઓ:

વિડીયો 1:

વિડીયો 2:

પૂર્વ સરપંચનો પુત્ર છે વીડિયો વાયરલ કરનારો કાઠીયાવાડી ક્રિશ, કેનેડામાં 15 દિવસમાં જ યાદ આવ્યું ઘર

ક્રિશ ભંડેરી મૂળ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામનો વતની છે. ક્રિષના પિતા પહેલા ગામના સરપંચ હતાં. પરંતુ તેમનું પરિવાર છેલ્લા પાંચેક વર્ષથી સુરતના સરથાણા વિસ્તારમાં રહે છે. કન્ટ્રક્શનના કામ કાજ સાથે સંકળાયેલા ક્રિશના પિતાએ જણાવ્યું હતું કે, અમારા પરિવારમાંથી ક્રિશ પહેલો એવો વ્યક્તિ છે જે વિદેશ ગયો હોય. અને તેના વાયરલ થઈ રહેલા વીડિયોથી અમે બધા ખૂબ ખુશ છીએ.

પરિવાર સાથે જ રહેલો ક્રિશ પહેલીવાર એકલો રહે છેઃ પિતા

સરથાણા ખાતે આવેલી ઋષિકેશ ટાઉનશિપમાં રહેતા ક્રિશના પિતા અશોકભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, અમે પાંચેક વર્ષથી સુરત આવી ગયા છીએ. અગાઉ જામનગરમાં ક્રિશ બાળમંદિરથી 10 સુધી ભણ્યો હતો. અને 11 અને 12મું ધોરણ ગજેરા વિદ્યાલયમાં કોમર્સ સાથે કર્યું હતું. બાદમાં બિઝનેસનો કોર્ષ પણ કર્યો. જો કે, પરિવારની સાથે રહીને જ ક્રિશ ભણ્યો હતો.

પરંતુ પહેલીવાર તે કેનેડા પરિવારથી છૂટા પડી એકલો ગયો છે. જેથી તેને અહિંની લાઈફસ્ટાઈલ અને ત્યાં ગયા પછી કેટલો ફરક પડ્યો તેનો વીડિયો બનાવ્યો. જે આટલો વાયરલ થતાં અમને ખુશી છે સાથે જ ક્રિશ અને અમે પણ એ જ સંદેશ આપવા માંગીએ છીએ કે, પરિવારમાં પણ એ જ રીતે બાળકોએ રહેવું જોઈએ. જેથી એકલા પડીએ ત્યારે કષ્ટ ઓછું સહન કરવું પડે.

ક્રિશના પરિવારમાં છે પાંચ સભ્યો

કેનેડામાં બિઝનેસનો કોર્ષ કરતાં ક્રિશનું પરિવાર સુરત રહે છે. સુરતમાં ક્રિશના પપ્પા અશોકભાઈ, માતા પ્રવિણાબહેન અને દાદા નાનજીભાઈ કરમશીભાઈ ભંડેરી તથા મોટો ભાઈ યશ પણ રહે છે.ક્રિશનો મોટોભાઈ યશ સિવિલ એન્જિનિયરિંગ કર્યા બાદ કન્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો છે.

ક્રિશના પિતા માંડાસણ ગામમાં રહ્યાં 15 વર્ષ સરપંચ

કેનેડાથી ગુજરાત ભરમાં ધૂમ મચાવનાર ક્રિશના પિતા અશોકભાઈ તેના વતન માંડાસણ ગામમાં 15 વર્ષ સુધી સરપંચ રહ્યાં હતાં. 30 વર્ષ સુધી અશોકભાઈએ હાઈસ્કૂલમાં ક્લેરીકલ વિભાગમાં નોકરી કરી હતી. ત્યારબાદ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી સુરત આવ્યાં હતાં. અશોકભાઈએ માંડાસણ ગામમાં 1997માં 55 લાખ રૂપિયાના ખર્ચે સમાજની વાડી(ભવન)નનું નિર્માણ કરાવ્યું હતું. 2500 લોકોની વસતી ધરાવતાં ગામમાં હવે મોટાભાગના સારા પ્રસંગો આ વાડીમાં જ થતાં હોવાનું તેમણે કહ્યું હતું.

ક્રિશ રસોઈનો ખૂબ શોખીનઃ માતા પ્રવિણાબેન

ક્રિશના માતા પ્રવિણાબેને જણાવ્યું હતું કે, તેને મારા હાથની રસોઈ ખૂબ ભાવે છે. પહેલેથી જ અમે સાથે રહ્યાં ક્યારેક એકલો મુક્યો નહોતો. હોસ્ટેલમાં પણ રહ્યો નથી. તે વિદેશ એકલો જતો ત્યારે દુઃખ થયું હતું. પરંતુ વીડિયો કોલથી વાત કરીએ છીએ. અને તેમાં પણ માત્ર પંદર જ દિવસમાં તેના વીડિયો લોકો ખૂબ જોતા હવે મને લોકો પુછી રહ્યાં છે કે, જુઓ તમારા દીકરાને કેટલો સરસ બોલે છે. આને તો તમે હીરો જ બનાવજો. જો કે, અમે પતિ-પત્નીએ નક્કી કર્યુ છે એની ઈચ્છા પ્રમાણે એ કરશે. મોટાભાઈ યશે જણાવ્યું હતું કે, પહેલેથી જ ક્રિશ સ્પષ્ટ ક્તા છે. જે હોય તે કહી દે અને થોડોક મજાકવાળો સ્વભાવ પણ ખરો એટલે ગમે તેને થોડી જ વારમાં હસતા કરી દે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here