આ સવાલોથી ખબર પડશે, તમારા બેડરૂમ પાર્ટનર જોડેનું કેવું છે કનેક્શન વાંચો..

આ સવાલ-જવાબથી ખબર પડશે પાર્ટનર સાથે તમારો બેડરુમ રોમાન્સ કેટલો કનેક્ટેડ છે

તમે ખરેખર કેટલા કનેક્ટેડ છો, જાણો

લોંગ ટર્મ રિલેશનશિપમાં ઘણીવાર સેક્સ્યુઅલ લાઇફ પણ રંગવિહિન બની જાય છે અને તેનું સૌથી મોટું કારણ છે. બંને પાર્ટનર વચ્ચે આવી ગયેલી ખાલી જગ્યા. તેવામાં અમે તમારા માટે એક ક્વિઝ લઈને આવ્યા છે. જેમાં પૂછવામાં આવેલ સવાલોના જવાબના આધારે જાણી શકાશે કે તમે તમારા પાર્ટનરની શારીરિક જરુરિયાતોને કેટલું સમજી શકો છો. સાથે જ બેડના એકાંતમાં તમે બંને એકબીજા તરફ કેટલું આકર્ષણ અનુભવો છો.

પહેલો સવાલ

તમારા અને તમારા પાર્ટનર પાસે એક કલાકનો સમય ખાલી પડ્યો છે અને તમારે બાળકો કે પછી બીજી કોઈ જવાબદારી નથી તો તમે બંને શું કરો છો?

 1. એકલા બેડ પર સુતા સુતા કોઈ સારી બૂક વાંચો છો.
 2. ઘરના બાકી રહી ગયેલા કામોને જલ્દી જલ્દી પૂરા કરવામાં લાગો છો.
 3. મિત્રો સાથે ફોન પર ગપશપ કરો છો અથવા અથવા પછી ફેસબૂક પર ટાઇમપાસ કરો છો.
 4. પાર્ટનર સાથે કેટલોક ક્વોલિટી સમય પસાર કરવાનો પ્રયાસ કરો છો.

બીજો સવાલ

છેલ્લે તમે ક્યારે સેક્સ કર્યું હતું?

 1. એટલા દિવસ થઈ ગયા કે યાદ પણ નથી.
 2. થોડા મહિના પહેલા.
 3. અમારા જન્મદિવસ અને એનિવર્સરીના દિવસે
 4. થોડા દિવસ પહેલા જ કેમકે બંને વચ્ચે ઇન્ટિમસી રહે તે જરુરી છે.

સવાલ ત્રીજો

જ્યારે તમે પાર્ટનર સાથે લવમેકિંગ કરી રહ્યા હોવ છો ત્યારે તમારા મગજમાં શું ચાલે છે?

 1. ફક્ત પાર્ટનરને ખૂશ કરવા માટે આ કરી રહી છું. બસ જલ્દીથી આ પૂરું થઈ જાય.
 2. બીજા દિવસે કેટલા કામ કરવાના છે અને તેના વિશે વિચારવું.
 3. આમ તો આ સેક્સ્યુઅલ એક્ટ સારું છે પરંતુ પરંતુ તેને વધારે સારી રીતે કરી શકાય છે.
 4. અમારા બંનેની ખૂશી માટે મારાથી જે પણ થઈ શકશે તે કરીશ અને કરતો રહીશ/ કરતી રહીશ.

સવાલ ચોથો

સેક્સ અંગે તમે અને તમારા પાર્ટનર એકબીજા સાથે કેવી વાત કરો છો.

 1. અમે આ અંગે વાત જ નથી કરતા કેમ કે વાત કરવામાં મારી કોઈ ઇચ્છા નથી.
 2. સેક્સ અંગે વાત કરીને અમે એકબીજાને શરમમાં મુકવા નથી માગતા.
 3. હું મારા સેક્સ્યુઅલ વિચારો અંગે વાત કરવા કંફર્ટેબલ નથી.
 4. અમે બંને એકબીજા પ્રત્યે ઈમાનદાર છીએ અને સેક્સ અંગે પણ ખુલીને વાતચીત કરીએ છીએ.

સવાલ પાંચમો

તમે અને તમારા પાર્ટનર એકબીજાને કિસ ક્યારે કરો છો?

 1. ક્યારેક ક્યારેક
 2. રાતે સૂતા વખતે ગુડનાઇટ કિસ
 3. ઘણીબધી વાર.
 4. જ્યારે પણ મોકો મળે ત્યારે કિસ કરવાનું ચૂકતા નથી.

તમારો સ્કોર આ રીતે જાણો

જો તમારો જવાબ વધારે પડતો ‘A’ હોય તો તમે પાર્ટનર સાથે પૂરી રીતે ડિસ્કનેક્ટ છો. તમારા બંને વચ્ચે ઇન્ટિમસી ગાયબ થઈ ચૂકી છે. જો તમે ઇચ્છો છો કે સંબંધ કાયમ માટે રહે તો જલ્દીથી તમારા પાર્ટનર સાથે આ અંગે વાત કરો.

જો તમારો જવાબ વધારે પડતો ‘B’ હોય તો તેનો મતલબ છે તમે બંને હજુ પણ કપલ છો પરંતુ તમારી વચ્ચેનો પ્રેમ બાકી છે તે ક્યાંક ખોવાઈ ગયો છે. પોતાના તે પહેલાવાળા પ્રેમને શોધો અને સેક્સ્યુઅલ લાઇફના એ સોનેરી દિવસોને ફરીથી જીવંત કરવાના તમામ પ્રયાસ કરો.

જો તમારો વધારે પડતો જવાબ ‘C’ છે તો તમારે બંનેએ એકબીજા માટે થોડો વધારે સ્પેશિયલ સમય કાઢવો જોઈએ. પછી ડેટ નાઇટ હોય કે વીકેન્ડ ગેટવે હોય કે પછી રિલેક્સિંગ હોટ શાવર હોય કે પાર્કમાં એકબીજાના હાથમાં હાથ નાખીને ફરવું હોય.

જો તમારો વધારે પડતો જવાબ ‘D’ હોય તો તમારા બંનેની અંદર એકબીજા પ્રતિ કનેક્શન છે, તમારી વચ્ચે ઇન્ટિમસી છે અને તમે બંને એકબીજા અંગે વિચારો છો. જે એક ખૂબ જ હેલ્ધી સંબંધની નિશાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here