ગુજરાતીઓનું પ્રિય છે અથાણું, જાણો તેના લાભ અને ફાયદાઓ

આપના ગુજરાતમાં એક કહેવત તમે સાંભળી હશે ‘જેની ચા બગડે એનો દિવસ બગડે અને જેનું અથાણું બગડે એનું વર્ષ બગડે’ ત્યારે ગુજરાતીઓ હમેશા સ્વાદરસિક રહ્યા છે જેમાં અથાણું ગુજરાતીઓનું પ્રિય છે જાણે અથાણાં વગર તો ગુજરાતીને જમવાનું ના પચે એટલી હદ સુધી પ્રિય હોઈ છે. ગુજરાતી ગૃહિનીઓ આખા વર્ષ ચાલે તેટલું અથાણું બનાવતા હોઈ છે પરંતુ શું તમે કોઈ દિવસ વિચાર્યું કે અથાણું ખાવાથી શુ ફાયદા મળે છે ?? તો આજે જાણો.

આથેલુ અને અથાણુ ખાવાના ફાયદાઃ

ઘણા લોકો એવી માન્યતા ધરાવે છે કે અથાણા કે આથેલી ચીજો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે આથેલુ ખાવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. વળી અથાણા દરેક ડિશ સાથે સરસ લાગે છે. અથાણા અને આથેલી ચીજો લગભગ સરખી જ છે. અથાણામાં ફૂડ આઈટમને લીંબુનો રસ, તેલ કે મીઠામાં પ્રિઝર્વ કરાય છે જ્યારે આથો લાવવાથી ફૂડમાં શરીર માટે સારા બેક્ટેરિયાની સંખ્યા વધે છે અને તે શુગર તથા કાર્બ્સને એસિડમાં પરિવર્તિત કરી શકે છે. જાણો અથાણા અને આથેલી ચીજોના ફાયદા વિષે. તમારા શરીરને હરતુ ફરતુ રાખવા માટે જરૂરી ઘણા ન્યુટ્રિશન અથાણા અને આથેલી ચીજોમાં હોય છે.

પાચન સુધારેઃ

આથો લાવવાથી કે અથાણા ખાવાથી આપણા શરીરમાં ખોરાકનું પાચન આસાનીથી થઈ શકે છે. જ્યારે ફૂડમાં આથો લાવવામાં આવે ત્યારે તેમાં શરીર માટે સારા બેક્ટેરિયા લેક્ટોબેસિલી ઝડપથી વધે છે જેના કારણે પાચન સારુ થાય છે.

એન્ટિ કેન્સરઃ

આથો લાવેલી ચીજો અને અથાણામાં કેન્સર સામે લડવાની ક્ષમતા ધરાવતા કોષો હોય છે. સંશોધન મુજબ આથો લાવેલી ચીજો શરીરમાં સોડિયમ નાઈટ્રેટ તોડે છે. સોડિયમ નાઈટ્રેટ કેન્સર કારક તત્વ છે. આથી તે નાના પાયે કેન્સર થતું અટકાવવામાં ફાળો આપે છે.

બ્લડ શુગર કાબુમાં રાખેઃ

સંશોધન અનુસાર અથાણા કે આથો લાવવા વાળી વાનગીમાં વિનેગર અને લીંબુના જ્યુસનો ઉપયોગ થાય છે જે બ્લડ શુગર કાબુમાં રાખવામાં મદદ કરે છે. તેને કારણે જમ્યા પછી શુગર વધતી નથી.

રોગપ્રતિકારક શક્તિ વધારેઃ

આથેલી ચીજો અને અથાણામાં પ્રોબાયોટિક હોય છે જેને કારણે તમારુ પાચનતંત્ર મજબૂત બને છે. આ કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. હાઈ પ્રોબાયોટિક કન્ટેન્ટને કારણે તમને શરદી કે ઈન્ફેક્શનની જલ્દી અસર નથી થતી.

ત્વચા નિખારેઃ

પ્રોબાયોટિક્સ તમારી ત્વચા નિખારવામાં પણ મહત્વનો ફાળો આપે છે. પાચન તંત્ર નબળુ હોય તે લોકોને સ્કિનની વધુ સમસ્યા થાય છે. પાચનતંત્ર સુધરે તો તમારી સ્કિન પણ સુધરે છે અને નિખરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here