ભારતમાં પરમાણુ હુમલાનું બટન કોની પાસે હોય છે ? કોણ, ક્યારે અને કેવી રીતે કરી શકે નક્કી ?

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ બનેલી છે. પુલવામા હુમલા બાદ ભારતે એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનના 300 થી વધુ આતંકીને મોતને ઘાટ ઉતારી દીધા છે. તે બાદ પાકિસ્તાન પણ ડરને કારણે સતત સીઝ ફાયર કરી રહ્યું છે. બન્ને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઇ છે. એવામાં પરમાણુ હુમલાની ધમકી પણ આપવામાં આવી રહી છે. શું ભારતના વડાપ્રધાનના ટેબલ પર પણ પરમાણુ બટન હોય છે અને શું પરમાણુ હુમલો માત્ર ચપટી વગાડતા જ કરવામાં આવે છે. પરમાણુ હુમલા માટે ક્યા પ્રકારની પક્રિયા અપનાવવામાં આવે છે અને તેમાં કેટલો સમય લાગે છે તેના વિશે જણાવી રહ્યાં છીએ.

વડાપ્રધાન પાસે હોય છે એક સ્માર્ટ કોડ

પરમાણુના જાણકાર અનુસાર વડાપ્રધાનના ટેબલ પર આવુ કોઇ પરમાણુ બટન નથી હોતુ જેને દબાવીને કોઇ પણ દેશ પર પરમાણુ હુમલો કરી શકાય. વડાપ્રધાન પાસે એક સ્માર્ટ કોડ જરૂર હોય છે જેના વગર પરમાણુ બોમ્બ છોડવામાં નથી આવી શકતો.

અહી એમ જણાવવુ જરૂરી છે કે કોઇ દેશ પર પરમાણુ હુમલા માટે એક આખી પ્રોસીજર હોય છે. એવુ નથી કે વડાપ્રધાને કહ્યું કે કોઇ દેશ પર પરમાણુ હુમલો કરી દો અને વૈજ્ઞાનિકોએ તુરંત હુમલો કરી દીધો.

પરમાણુ હુમલાનો આદેશ કોણ આપે છે?

પરમાણુ બોમ્બ છોડવા માટે વડાપ્રધાન પાસે માત્ર એક સ્માર્ટ કોડ હોય છે. પરમાણુ બોમ્બ છોડવાનો અસલી બટન તો પરમાણુ કમાંડની સૌથી નીચેની કડી અથવા ટીમ પાસે હોય છે જેને આ મિસાઇલ છોડવાની હોય છે. ભારતમાં પરમાણુ હુમલા કરવાનો નિર્ણય માત્ર વડાપ્રધાન પાસે જ હોય છે. જોકે, વડાપ્રધાન એકલા આ નિર્ણય લઇ શકતા નથી. તેમણે પરિસ્થિતિ અનુસાર પોતાની સુરક્ષા મામલાની કેબિનેટ કમિટી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ચેરમેન ઓફ ચીફ ઓફ સ્ટાફ કમિટીની રાય લઇને પરમાણુ હુમલો કરવાનો નિર્ણય લઇ શકે છે.

પરમાણુ હુમલો કરવાની આખી પ્રક્રિયા શું છે?

(1) પરમાણુ સુટકેસ

વડાપ્રધાન સાથે હંમેશા એક સિક્યુરિટી ગાર્ડ હોય છે જેની પાસે એક સુટકેસ જેવુ બોક્સ હોય છે જેને પરમાણુ સુટકેસ કહેવામાં આવે છે. જેનું વજન લગભગ 20 કિલો હોય છે. તેમાં કોમ્પ્યૂટર અને રેડિયો ટ્રાંસમિશન જેવા સામાન હોય છે અને આ બુલેટપ્રૂફ પણ હોય છે. આ સુટકેસમાં તે સ્થળોની જાણકારી હોય છે જેની પર પરમાણુ હુમલો કરવાનો હોય છે.

હજુ સુધી લગભગ 5000 સ્થળોની ઓળખ કરવામાં આવી ચુકી છે અને સમયે સમયે તેની સમીક્ષા કરીને તેમાં નવા સ્થળને જોડી શકાય છે.

(2) સ્માર્ટ કોડ

વડાપ્રધાન પાસે એક સ્માર્ટ કોડ હોય છે. આ કોડ પરમાણુ હુમલો કરવા માટે વેરીફિકેશન કોડના રૂપમાં પરમાણુ કમાંડને મોકલે છે. ભારતમાં વડાપ્રધાન પાસે આ અધિકાર હોય છે કે આ કોડનું નામ પોતાના મન અનુસાર રાખી શકે.

(3) બે અન્ય સેફ કોડ

વડાપ્રધાનના સ્માર્ટ કોડ સિવાય બે અન્ય કોડ હોય છે જે લૉકરમાં બંધ હોય છે અને તે ક્યાં મુક્યા છે તેને દરેક વ્યક્તિ નથી જાણતું. સેનામાં પરમાણુ બેટરી યૂનિટ વાયુસેનાના કમાંડિંગ ઓફિસર સાથે બે અન્ય અધિકારી હોય છે તેમની પાસે અલગ-અલગ લૉકર હોય છે. તેને સેફ કોડ કહે એ આ સેફ ક્યાં રાખવામાં આવ્યા છે તેની ખબર માત્ર કેટલાક ઓફિસરને જ હોય છે. આ સેફને રાખવાની જગ્યાને સમયે સમયે બદલી દેવામાં આવે છે.

(4) મેચ કોડ અથવા પરમાણુ હુમલાની તૈયારી

વડાપ્રધાનનો સ્માર્ટ કોડ મળ્યા બાદ કમાંડિંગ ઓફિસર બન્ને સાથી અધિકારીઓે આ કોડ જણાવે છે જે પોતાના સેફ કોડને ખોલીને તેની ચકાસણી કરે છે. જો ત્રણેય કોડ સાચા છે તો પરમાણુ હુમલો કરવામાં આવે છે.

શું વડાપ્રધાનનો સ્માર્ટ કોડ મળ્યા બાદ તુરંત હુમલો થઇ જાય છે?

ના એવુ નથી હોતું, કારણ કે હવાઇ હુમલા માટે વિમાનોને તૈયાર કરવા અથવા થલ સેના બેટરી અને નૌસેના દ્વારા મિસાઇલો છોડવાની તૈયારીમાં 35 થી 40 મિનિટનો સમય લાગી શકે છે.

દેશનું DRDO પાણીની અંદર પરમાણુ સબમરીનમાં નેટવર્ક, પરમાણુ હુમલો કરવા સક્ષમ વાયુ યાન અને એરપોર્ટ પર કોમ્પ્યૂટર અને નેટવર્ક સબંધિત પુરી જવાબદારી સંભાળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here