જાણો ભારત સિવાય વિદેશમાં સ્થાપિત માતાજીના શક્તિપીઠ વિશે

માતા દુર્ગાના નવ સ્વરૂપો વિશે તો દરેક લોકો જાણે છે અને નવરાત્રિમાં માતાજીના આ રૂપોની જ આરાધના કરવામાં આવે છે. આજે આપણે માતાજીના શક્તિપીઠો વિશે જાણીશું, તો ચાલો જાણીએ તે વિશે.

કેમ સ્થાપિત થયા શક્તિપીઠ

જાણો – કેમ સ્થાપિત થયા શક્તિપીઠ – શાસ્ત્રો પ્રમાણે જ્યાં-જ્યાં સતીના અંગના ટુકડા, તેમના વસ્ત્રો અથવા ઘરેણા પડ્યા, ત્યાં-ત્યાં શક્તિપીઠનો ઉદય થયો.

કુલ 51 સ્થાનોમાં માતાના શક્તિપીઠો

આ પ્રમાણે કુલ 51 સ્થાનોમાં માતાના શક્તિપીઠોનું નિર્માણ થયું. આગામી જન્મમાં સતીએ રાજા હિમાલયના ધરે પાર્વતીના રૂપમાં જન્મ લીધો અને ઘોર તપસ્યા કરીને શિવને ફરી પતિના રૂપમાં પ્રાપ્ત કર્યા. પવિત્ર શક્તિપીઠ ભારતના વિવિધ સ્થળો પર સ્થાપિત છે.

દેવી ભાગવતમાં 108 શક્તિપીઠો

દેવી પુરાણમાં 51 શક્તિપીઠોનું વર્ણન છે તો દેવી ભાગવતમાં 108 અને દેવી ગીતામાં 72 શક્તિપીઠોનું વર્ણન છે. તંત્ર ચૂડામણમાં 52 શક્તિપીઠની વાત છે.

ભારતમાં 42 શક્તિપીઠ છે

દેવી પુરાણ અનુસાર 51 શક્તિપીઠમાંથી કેટલાક વિદેશમાં પણ સ્થાપિત છે, ભારતમાં 42 શક્તિપીઠ છે. અને 5 અન્ય દેશોમાં 9 શક્તિપીઠ છે.

વિદેશમાં 9 શક્તિપીઠ

વિદેશમાં 9 શક્તિપીઠ સ્થાપિત છે. જે આ પ્રમાણે છે – પાકિસ્તાનમાં 1, બાંગ્લાદેશમાં 4, શ્રીલંકામાં 1, તિબેટમાં 1 અને નેપાળમાં 2 શક્તિપીઠ છે.

જાણો વિદેશમાં શક્તિપીઠના નામો

જાણો વિદેશમાં શક્તિપીઠના નામો – માનસ શક્તિપીઠ, તિબેટ, લંકા શક્તિપીઠ, શ્રીલંકા, ગન્ડકી શક્તિપીઠ, નેપાળ, ગુહ્યેશ્વરી શક્તિપીઠ, નેપાળ (કાઠમંડૂ), હિંગળાજ શક્તિપીઠ, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં સુગંધ શક્તિપીઠ, ખુલના, કરતોયાઘાટ શક્તિપીઠ, ભવાનીપુર, ચટ્ટલ શક્તિપીઠ, ચટગાંવ, યશોર શક્તિપીઠ, જેસોર.

જાણો દેશબહારના શક્તિપીઠ વિશે – માનસ શક્તિપીઠ, તિબેટ – તિબેટના માનસરોવર તટ પર સ્થિત છે. જ્યાં માતાજીની જમણી હથેળી પડી હતી. અહીં શક્તિની દાક્ષાયણી અને ભૈરવ અમર છે. મનસા દેવીને ભગવાન શિવની માનસ પુત્રીના રૂપમાં પૂજવામાં આવે છે.

લંકા શક્તિપીઠ, શ્રીલંકા

લંકા શક્તિપીઠ, શ્રીલંકા – અહીં સતીના પગમાં પહેરવાના સાંકળા પડ્યા હતા. પણ તે સ્થાન વિશે ખ્યાલ નથી કે આ પગમાં પહેરવાના સાંકળા શ્રીલંકામાં ક્યાં પડ્યા હતા.

ગન્ડકી શક્તિપીઠ, નેપાળ

ગન્ડકી શક્તિપીઠ, નેપાળ – આ શક્તિપીઠમાં સતીના દક્ષિણગન્ડ (કપોલ) પડ્યા હતા. આ શક્તિ ગન્ડકી અને ચક્રપાણી છે.

ગુહ્યેશ્વરી શક્તિપીઠ, નેપાળ (કાઠમંડૂ)

ગુહ્યેશ્વરી શક્તિપીઠ, નેપાળ (કાઠમંડૂ) – અહીં સતીના શરીરના બંને ઘૂંટણ પડ્યા હતા.

હિંગળાજ શક્તિપીઠ, પાકિસ્તાન

હિંગળાજ શક્તિપીઠ, પાકિસ્તાન, પુરાણો અનુસાર સતીનું ધડ પડ્યું હતું. માટે આ મંદિરમાં માતાજી તેમના સંપૂર્ણ રૂપમાં જોવા નથી મળતા. પણ માત્ર તેમનું ધડ જ જોવા મળે છે.

સુગંધા શક્તિપીઠ

સુગંધા શક્તિપીઠ, અહીં સતીની નાસિકા પડી હતી, આ માતાજી સુગંધનું શક્તિપીઠ છે.

કરતોયાઘાટ શક્તિપીઠ, ભવાનીપુર

કરતોયાઘાટ શક્તિપીઠ, ભવાનીપુર – અહીં સતીનું ત્રિનેત્ર પડ્યું હતું.

ચટ્ટલ શક્તિપીઠ, ચટગાંવ

ચટ્ટલ શક્તિપીઠ, ચટગાંવ, અહીં સતીની જમણી ભુજા પડી હતી.

યશોર શક્તિપીઠ, જેસોર

યશોર શક્તિપીઠ, જેસોર – અહીં સતીની ડાબી હથેળી પડી હતી. આ શક્તિપીઠ વર્તમાનમાં બાંગ્લાદેશના ખુલના જિલ્લાના જેસોર નામના નગરમાં આવેલું છે.

“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો અમારું પેજ લાઇક કરો અને આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here