કિન્નરો કેમ ‘તાળી’ વગાડતા હોય છે, શું તમે જાણો છો? 

કિન્નરો કેમ ‘તાળી’ વગાડતા હોય છે, શું તમે જાણો છો?

આપણે ત્યાં શુભ પ્રસંગે કિન્નનરો-માસીબા આપણે ત્યાં અમુક દાપૂ લેવા આવે છે, જે આપણે રાજીખુશીથી આપીએ છે અને ત્યારે ખુશીની ઉમંગમાં એ તાળી વગાડે છે, ત્યારે આજે વાત કરીશું એ તાળી ની તે માત્ર તાળી નહીં પણ તેમનું જીવન છે.

તાળીઓ ઘણાં પ્રકારની હોય છે. પરંતુ, ‘કિન્નરો’ ની તાળી, માત્ર તાળી નહીં પણ તેમનું જીવન હોય છે. કિન્નરો એવો દાવો કરે છે કે જે પ્રકારે તેમનો સમુદાય ‘તાળી’ વગાડે છે તે રીતે કોઈ બીજા વ્યક્તિ નથી વગાડતા! મતલબ કે સામાન્ય લોકો આ પ્રમાણે તાળીઓ નથી વગાડતા. અને આ કારણે જ કિન્નરોની ‘તાળી’ ખાસ હોય છે, જાણો આ વિશે વધુ.

એકબીજાને ઓળખવાનું માધ્યમ

આ ‘તાળી’ દ્વારા કિન્નર સમુદાયના લોકો ઓળખી જાય છે કે કોણ તેમના સમુદાયનું છે અને કોણ તેમના સમુદાયનું નથી. આપણે કિન્નરોને સાડી અથવા સૂટમાં જોઈએ છીએ. પણ જે કિન્નર પેન્ટ- શર્ટમાં હોય છે તેઓ પોતાની ઓળખાણ છુપાવીને એક તાળી દ્વારા અન્ય કિન્નર’ને પોતાની ઓળખ કરાવે છે. જાણે કે ‘તાળી’ કિન્નર હોવાની ઓળખ છે.

તેઓ ક્યારે ‘તાળી’ વગાડે છે?

એવું નથી કે ખાસ પ્રસંગ હોય ત્યારે જ કિન્નર તાળીઓ વગાડે છે, તેઓ સુખ અથવા દુ:ખ અથવા તો લડાઈ-ઝઘડા દરમિયાન પણ તાળીઓ વગાડે છે. કિન્નરો મુજબ, તેઓ તેમની ‘તાળી’ નો ઉપયોગ દરેક પ્રસંગે કરે છે.

કોઈના માટે ખરાબ નથી આ ‘તાળી’

જો કિન્નર કોઈને જોઈને ‘તાળી’ વગાડે તો તેનો મતલબ એ નથી કે તે વ્યક્તિની સાથે કશું ખરાબ થવાનું છે, આશીર્વાદ આપવા માટે પણ કિન્નરો તાળીઓ વગાડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here