જુઓ, કિંજલ દવેનું નવું સોંગ ‘ખાવા માટે પીઝા, વિદેશ જાવા વિઝા’

ગુજરાતી ગીતોને પણ હવે લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. સિંગર કિંજલ દવેનું કોઈ પણ નવું ગીત આવે એટલે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ જાય છે. હાલમાં તેનો એક નવો વીડિયો આલ્બમ રિલીઝ થયો છે જેને પણ લોકો પસંદ કરી રહ્યા છે. આ નવા આલ્બમનું નામ છે ‘ખાવા માટે પીઝા, વિદેશ જાવા માટે વિઝા’.

આ નવા સોંગમાં તમે જોઈ શકશો કે તે પીઝા અને વિઝા વિશે ગીત ગાઈ રહી છે. આ સોંગને લખ્યું છે મનુ રબારી અને જીત વાઘેલાએ. મ્યુઝિક મયુર નાદિયા અને ડિરેક્શન ધ્રુવલ સોદાગરે કર્યું છે.

કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના બનાસકાઠમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેને સંગીત વારસામાં મળ્યું છે. સંગીતના માહોલમાં ઉછરેલી કિંજલને નાનપણથી જ ગીતો ગાવાનો રસ જાગ્યો.

કિંજલના પિતા હિરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા તે મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો. આ લગ્નગીત થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું.

અનેક સુપરહિટ ગીત આપ્યા
અનેક સુપરહિટ ગીત આપ્યા

કિંજલ દવે લગ્ન ગીત, ગરબા, ભજન ઉપરાંત ગુજરાતી ફિલ્મોની ગીતો પણ ગાય છે. તે સિવાય કિંજલ અનેક સંગીતના કાર્યક્રમો કરે છે. તે એક પ્રોગ્રામદીઠ એકથી બે લાખ સુધીની ફી વસૂલ કરે છે. ‘ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉ..’, ‘લહેરી લા લા..’,’છોટે રાજા..’ જેવા અનેક સુપર હિટ ગીતો કિંજલ દવેએ આપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here