કારની નીચે કૂદી જવું અને રસ્તા ઉપર જ ડાન્સ સ્ટેપ્સ કરવા ખરેખર જોખમી કામ છે. પરંતુ તમામ ચેતવણીઓને અવગણીને દુનિયાભરના લોકો કેનેડિયન રેપર ડ્રેકના ‘In My Feelings’ ગીતના લિરિક્સ પર થીરકી રહ્યા છે. છેલ્લા થોડા અઠવાડિયામાં આ ચેલેન્જે દુનિયાભરના લોકોને ઘેલું લગાડ્યું છે. દુનિયાભરના લોકો આ ચેલેન્જ સ્વીકારીને પોતાની કારમાંથી કૂદી રહ્યા છે અને ડ્રેકના ઇન માય ફિલિંગ્સના લિરિક્સ “Kiki, do you love me? Are you riding? Say you’ll never ever leave from beside me…” પર ડાન્સ સ્ટેપ્સ કરી રહ્યા છે.
આ ટ્રેન્ડ ખૂબ જ જોખમી છે. જોકે, હવે તે મનુષ્ય પૂરતો મર્યાદિત ન રહેતા લોકો ગાય, ઊંટ, બકરી, કૂતરા જેવા પ્રાણીઓના કીકી સ્ટેપ્સ રેકોર્ડ કરીને ઓનલાઇન મૂકી રહ્યા છે. ડ્રેકના ‘ઇન માય ફિલિંગ્સે’ હાલમાં દુનિયાભરની પોલીસની મુશ્કેલી વધારી દીધી છે. દરરોજ કીકી ચેલેન્જને કારણે અનેક લોકો અકસ્મતાનો ભોગ બની રહ્યાના સમાચાર પણ મળી રહ્યા છે. દુનિયાભરની સરકાર લોકોને આ ચેલેન્જ ન સ્વીકારવા ચેતવણી આપી રહી છે. અમુક દેશમાં તો આવા સ્ટેપ્સ કરી રહેલા લોકોને જેલભેગા પણ કરવામાં આવી રહ્યા છે.
શરૂઆત ક્યાંથી થઈ?
કેનેડિયન રેપર ડ્રેકના ગીત ‘ઇન માય ફિલિંગ્સ’ના લિરિક્સ પરથી પ્રેરણા લઈને અમેરિકન કોમેડિયન શીગીએ જૂનમાં ડાન્સ કરતો પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો. થોડા જ દિવસોમાં આ વીડિયો ટ્રેન્ડ થયો અને લોકો શીગીના મૂળ સ્ટેપ્સ કરતા અલગ જ સ્ટેપ્સનો જોખમી વીડિયો બનાવીને વાયરલ કરવા લાગ્યા હતા.
મંગલવારે ઇન્ટાગ્રામ પર #InMyFeelingsChallenge હેઝટેગનો ચાર લાખ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોકો આ હેઝટેગ સાથે પોતાના અલગ અલગ વીડિયો વાયરલ કરી રહ્યા છે
You already know. #KikiChallenge #CowTwitter 📹: Brant Voss pic.twitter.com/2VPyENEcGI
— Angel Lippart (@ChromeCattleCo) July 24, 2018
આ મહિનાની શરૂઆતમાં તુર્કિશ સિંગર અને અભિનેત્રી હુલ્યા અવસારે ઇન્ટ્રાગ્રામ પર આ ચેલેન્જ અંગેનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોને 30 લાખ વ્યૂઝ મળ્યા હતા. આ વીડિયોમાં તેણી સ્લો મોશનમાં ચાલી રહેલી કારની સામે રોડ પર ડાન્સ કરી રહી છે. હુર્રિયત ડેઇલીને જણાવ્યા પ્રમાણે આ વીડિયોને કારણે ટ્રાફિક પોલીસ તેને દંડ ફટકારશે.