શું તમે જાણો છો? આપણા વડીલો શા માટે ખાટલામાં સુવાનું વધારે પસંદ કરે છે ખાટલામાં સુવાથી થાય છે અઢળક ફાયદા

ધીમે ધીમે આધુનિક યુગમાં લોકો ટેકનોલોજી ના ઉપયોગ ના કારણે ઘણીબધી જૂની વસ્તુનો ઉપયોગ કરતો બંધ થઇ ગયો છે. અને નવી નવી વસ્તુ વસાવતો થઇ ગયો છે. આધુનિક યુગની શરૂઆત થતાં જ ઘણી બધી વસ્તુ છે જેને આપણે ભૂલી ગયા છીએ. અત્યારના જમાનામાં નવી નવી ફેશન ના કારણે દરેક લોકો નવી ટેકનોલોજી અને દેખાદેખી ને કારણે નવી વસ્તુનો ઉપયોગ કરવા લાગે છે. અને જૂની વસ્તુ ને ભૂલી ગયા છે.

આપણે ઘણી વખત ગામડે જોયું હશે કે આપણા વડીલો બેસવા અને સૂવા માટે ખાટલા નો ઉપયોગ કરે છે. અને અત્યારે આ આધુનિક ટેક્નોલોજીના કારણે દરેક લોકો સોફા, બેડ અને સેટી નો ઉપયોગ કરતા થઈ ગયા છે. પહેલાના જમાનામાં દરેક લોકો ખાટલા પર સૂવાનું જ પસંદ કરતા હતા. પરંતુ શું તમે જાણો છો ખાટલા પર સૂવાથી શરીરને અઢળક લાભ થાય છે. ઘણા લોકો તો અત્યારે આ ટેકનોલોજીમાં જોયો પણ નહી હોય. અને ધીમે ધીમે તેનો વપરાશ કરવાનું પણ ખૂબ જ ઓછો કરી દીધો હોય છે. પરંતુ આજે અમે તમને ખાટલા પર સૂવાના ફાયદા વિશે જણાવીશું.

આપણા દેશમાં આપણા વડીલો હજી પણ ખાટલા પર સુવાનું જ વધારે પસંદ કરતા હોય છે. આપણને ઘણી વખત એવું થતું હોય કે આતો જૂનીપુરાણી પદ્ધતિવાળા માણસો છે. પરંતુ તે લોકોએ પણ કઈક ફાયદા ને કારણે જ પોતાનો સુવા માટે ખાટલા નો ઉપયોગ કરતા હોય છે. ઘણી વખત આપણને એમ થાય કે નવી ટેકનોલોજીના કારણે આપણે આગળ નીકળી ગયા છીએ. પરંતુ એવી ઘણી બધી વસ્તુ છે જેના કારણે આપણી પાછળ જતાં જોઈએ છીએ તો ચાલો જાણીએ ખાટલા પર સૂવાના ફાયદા વિશે.

ખાટલા પર સૂવાથી કમરનો દુખાવો કે સાંધાના કોઇ પણ દુખાવો થતો નથી. આ ઉપરાંત બેડ, ડબલ બેડ ની નીચે ખૂબ જ અંધારું હોય છે, ત્યાં આપણે સાફ-સફાઈ કરી શકતા નથી. અને ત્યાં તડકો પણ જઈ શકતો નથી. એટલે હવામાં ભેજની માત્રા વધી જાય છે. અને જીવજંતુઓ પણ નીચે રહી શકે છે. સૂર્યપ્રકાશ ન જવાને કારણે ઘણી બધી બીમારીઓ થઈ શકે છે. પરંતુ જો આપણે ખાટલા નો ઉપયોગ કરીએ તો તેને જાણતા હશો ખાટલો ઉભો કરી દઈએ છીએ. અને ત્યાં પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે છે. જે દરેક જીવજંતુનો નાશ કરી દે છે.

આ ઉપરાંત જ્યારે આપણે સૂતા હોઈએ છીએ ત્યારે માથાઅને પગની સરખામણીમાં આપણા પેટને વધારે પડતી લોહીની જરૂર પડે છે. કારણ કે દરેક લોકો જમ્યા પછી સુવાનું પસંદ કરતાં હોય છે. અને જમ્યા પછી પાચનની ક્રિયા શરૂ થતી હોય છે. અને પાચન કરવા માટે વધારે પડતાં લોહીની પરિભ્રમણ ની જરૂર પડે છે. આથી જો જમ્યા પછી ખાટલામાં સુવા માં આવે તો પેટ નો ભાગ ચાલતો રહે છે. અને પેટને પૂરતા પ્રમાણમાં લોહી મળી રહે છે. જેના કારણે ક્યારેય પેટની પેટ સંબંધી બીમારીઓ થતી નથી.

જ્યારે ખાટલા પર ભરેલી દોરી ઢીલી થઇ જાય છે ત્યારે તેને ખેંચતી વખતે શરીરમાં ઘણાબધા આસન થાય છે. જેના કારણે આપણે યોગાસન કરવાની પણ જરૂર પડતી નથી. અને શરીરને પૂરતા પ્રમાણમાં કસરત મળી રહે છે. આ ઉપરાંત આપણા પેટ અને હાથ પરની માંસપેશીઓને પણ ભરપૂર પ્રમાણમાં કસરત મળી રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઓસ્ટ્રેલિયા મણ ખાટલા ની કિંમત ૫૦ હજાર કરતાં પણ વધારે છે.

આ સિવાય ખાટલામાં સુવાથી ક્યારેય કમરનો દુખાવો થતો નથી. જો મણકાની ગાદી ખસી ગઈ હોય તો તે વ્યક્તિએ ખાટલામાં જ સુવું જોઈએ. આ સિવાય જે લોકોને કરોડરજજુની તકલીફ હોય તે લોકોએ પણ ખાટલા નો ઉપયોગ કરવો જોઈએ. ખાટલા પર સુવાથી ઘણા બધા ફાયદા થાય છે. એટલે જ આપણા વડીલો ખાટલામાં સૂવાનું પસંદ કરતાં હતા.

પહેલાના સમયમાં લોકો વાણની મદદથી ખાટલા ભરતા હતા પરંતુ હવે તેનું સ્થાન આજે પ્લાસ્ટિકની દોરી લઈ લીધું છે. પ્લાસ્ટિકની દોરી થી ભરેલા ખાટલા માં સુવું એટલું બધું કમ્ફર્ટેબલ લાગતું નથી. અને સુવાની મજા આવતી નથી. વાણથી ભરેલા ખાટલા નો જ ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય ગર્ભવતી મહિલાઓને અથવા તો ડિલિવરી બાદ પણ માતાને ખાટલા પર સૂવાની સલાહ આપે છે.

ખાટલા ના પાયા એવી રીતે બનાવવામાં આવે છે કે તેના ઉપર ક્યારેય કોઈ જીવજંતુ ચડી શકે નહીં. આજકાલના દિવસોમાં દરેકના ઘરમાં સોફાને બેડ નું પ્રમાણ વધી ગયું છે. એટલે જ દરેક લોકોના પેટ ખરાબ કરે છે. અને પોતાનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા લોકોને હવે ખાટલા નું મહત્વ સમજાવ્યું છે. અને તેની માગ ખુબ જ વધી ગઈ છે. માત્ર એક ખાટલાના ઉપયોગથી જ ઘરમાં કોઈ બીમારી આવી શકશે નહીં તો આજે શરૂ કરી દો ખાટલામાં સુવાની.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here