ઘણી વખત ભોજન કર્યા પછી ઓડકાર આવતા હોય છે. તે સામાન્ય બાબત છે. પરંતુ ઘણી વખત ખાટા ઓડકાર આવે છે તો અપનાઓ આ ઘરેલું નુસ્ખાઓ. ઓડકાર શા માટે આવે છે કારણકે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે તે પાચન શક્તિ માં ખોરાક પાચન થાય છે. અને મોઢામાંથી બહાર નીકળે છે. આપણા પાચન તંત્રમાં એક જગ્યા છે આપણું પેટ પાંચ કલાકથી પણ વધારે કામમાં રહે છે. જ્યારે આપણને ભૂખ લાગે ત્યારે ખાઈએ અને ત્યારબાદ પેટ થોડું ભરાય એટલે પેટમાં ની હવા મોંમાંથી બહાર નીકળે છે. તેને ઓડકાર કહે છે.
ઓડકાર પેટને ચેતવણી આપે છે કે હવે થોડો ભાગ ભર્યો છે, અને થોડો જ ખાલી હોય તો છે. પેટમાં ઘણા બધા પ્રકારના એસિડ આવેલા હોય છે. જે ખોરાકને પચાવવા માટે મદદરૂપ થાય છે. પેટ નો ચોથો ભાગ ખાલી હોવો જોઈએ કારણ કે પેટમાં ખોરાકને પચાવવાની એક પદ્ધતિ હોય છે.
આપણે ઘણી વસ્તુ ખાઇએ છીએ છતાં પણ ખાટા ઓડકાર આવે છે. તો તે થવાનું કારણ શું હોઈ શકે? જો ઓડકાર આવ્યા પછી પણ ખાવાનું ચાલુ રાખે તો તેને ગેસ સંભાવના રહેલી છે. જે માણસ વધારે પ્રોટીન અને આલ્કોહોલ વાળો ખોરાક લેતો હોય તે લોકોને ખાટા ઓડકાર આવવાની સંભાવના વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ સમસ્યામાંથી દૂર થવા માટે મીઠું પણ ઓડકારથી રાહત મળે છે. બપોરના સમયે એક વાટકી દહીં ખાવાથી ખાટા ઓડકાર બંધ થઈ જાય છે. આ ઉપરાંત પેટમાં રાહત પણ થાય છે.
જ્યારે પણ ખાટા ઓડકાર આવતા હોય તો રાત્રે સૂતી વખતે એક ચમચી વરીયાળી અને ખાંડ ખાવાથી પણ ખાટા ઓડકાર આવવાના બંધ થઈ જશે. વરિયાળી ખાવાથી પાચનતંત્ર ખુબ જ મજબૂત બને છે. અને પેટમાં થતી બળતરા અને ગેસને અટકાવે છે. માટે જ્યારે પણ ખાટા ઓડકાર આવે ત્યારે વરિયાળી અને ખાંડનું સેવન કરવું જોઈએ. આ સિવાય જ્યારે ભોજન કરવા બેસીએ ત્યારે ભોજન શાંતિથી અને ચાવી ચાવીને ખાવું જોઈએ.
ખૂબ તીખો અને ખૂબ જ મસાલાવાળો તેજ ખોરાક ના ખાવો જોઈએ. ઘણીવાર પાણી ઓછું પીવાને કારણે પણ ખાટા ઓડકાર આવી શકે છે. અને ભોજન કર્યા પછી એક કલાક સુધી સુવું પણ નહીં. જો કલાક પહેલા સુઈ જવામાં આવે તો તેને ખાટા ઓડકાર આવવાની તકલીફ રહેશે. કારણકે પેટમાં રહેલો ખોરાક પચતો નથી. ખાટા ઓડકારમાં રાહત મેળવવા માટે જમ્યા પહેલા એક નાનો આદુનો ટુકડો અથવા તો એક કાચીકો ચાવવાથી આ સમસ્યામાંથી કાયમી માટે રાહત થઈ જશે.
એક ગ્લાસ પાણીમાં એક લીંબૂ અને અડધી ચમચી બેકિંગ સોડા નાખીને પીવાથી પણ તરત જ ફાયદો થશે. આ ઉપરાંત ખાટા ઓડકાર ને રોકવા માટે પપૈયાનુ સેવન ખૂબ જ ગુણકારી ગણાય છે. પેટમાં ગેસ બનતો હોય તો પપૈયાનું સેવન કરવાથી ગેસ થતો નથી. અને ગેસ જ ઓડકાર આવવાનું મુખ્ય કારણ હોય છે. એટલે પપૈયા પણ ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. ઈલાયચી ખાવાથી પેટમાં ડાયજેસ્ટિવ સિસ્ટમ ખૂબ જ સારી બને છે. જેના કારણે પેટમાં રહેલો ગેસ દૂર થાય છે. આ સિવાય પેટ ઓછું બોલે છે.
આ સિવાય તણાવ પણ એ ઓડકાર આવવા નું કારણ કહી શકાય. સૌપ્રથમ તણાવને કંટ્રોલમાં રાખવાથી ઓડકાર પર નિયંત્રણ રાખી શકાય છે. અને જો આ ઓડકારમાં ધ્યાન નહીં રાખો તો પેટમાં કબજીયાત અથવા તો ગેસ જેવા ખતરનાક પણ થઈ શકે છે. આ સિવાય પાચનતંત્રને તંદુરસ્ત રાખવા માટે નિયમિતપણે કસરત અને યોગા કરવા જોઈએ. પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે બોડીને ફીટ રાખવી પણ ખૂબ જ જરૂરી હોય છે તે માટે વધારે પડતું પાણી પીવું જોઈએ. અને બીજા લિક્વિડ પોતાના ડાયટમાં સામેલ કરવાં જોઈએ.