બજારુ ખાણીપીણી અને વ્યસ્ત જીવન ને કારણે જિંદગી સાવ બદલાય ગઈ છે. અનિયમિત જીવન શૈલીને કારણે ઘણી વાર શરીરમાં ઇન્ફેકશન થઇ જાય છે. અને તેના મટાડવા માટે આપણે ઘણી બધી દવા કરતા હોય છીએ પરંતુ તે થોડા સમય પછી ફરીથી થાય છે. તો ચાલો આજે અમે તમને આયુર્વેદિક અને ઘરેલું ઉપાય થી ઇન્ફેકશન દુર કરવાના ઉપાય વિષે જણાવીશું.
ઘણીવાર ફંગલ ઇન્ફેક્શનથી ત્વચા પર લાલ ડાઘ કે ચાઠા થાય છે અને ખંજવાળ પણ ખૂબ વધારે હોય છે. ત્વચા પર ફૂગનો ચેપ ઘા જેવો લાગે છે. આ પ્ફંરકાર ના ખંજવાળ થી ઘણીવાર કામ માં પણ ધ્યાન રહેતું નથી. ઇન્ફેક્શનના ઘણા કારણો છે. વાતાવરણમાં ભેજ નું પ્રમાણ વધારે હોવાથી મોટાભાગના લોકોને આ ચેપ લાગે છે. જો ત્વચા પર ફૂગનો ચેપ લાગે છે, તો શરૂઆત માં તો આપણે તેના પર ધ્તેયાન આપતા નથી. પછી ધીમે ધીમે આ ઇન્નીફેકશન વધતું જાય છે અને પછી આપણા હાથમાં રહેતું નથી. શરૂઆત માં સારવાર કરવામાં આવતી નથી.
તેથી તે ફેલાવા નું શરૂ કરે છે અને શરીરના અન્ય ભાગોમાં પણ જાય છે. તેથી ફૂગના ચેપને અવગણશો નહીં. થોડું જ ઇન્ફેકશન હોય ત્યાં જ તેના ઉપાય કરી લેવા જોઈએ કારણે કે વધારે ઇન્ફેકશન થાય તો તેના મટાડવા પણ સમય લાગે છે અને વધારે પીડાવું પડે છે. અને નીચે જણાવ્યા મુજબ આયુર્વેદિક પેસ્ટ ને તેના પર લગાવો. આ કોટિંગ્સ લગાવવાથી ફૂગના ચેપમાં રાહત તરત જ મળશે અને થોડા દિવસોમાં તે ઠીક થઈ જશે.
જ્યારે ફૂગને લીધે ચેપ લાગે છે ત્યારે ત્વચા લાલ ચાઠા થઈ જાય છે. ત્વચા પર તિરાડો દેખાવા લાગે છે અને ફોલ્લીઓ દેખાવા લાગે છે. કેટલીક વાર ત્વચા ખરબચડી થઈ જાય છે અને ફાટવા લાગે છે. એટલું જ નહીં, જે જગ્યાએ ઇન્ફેક્શન થાય છે ત્યાં ત્વચા સફેદ થઈ જાય છે. અને ખુબ જ વધારે પ્રમાણમાં ખંજવાળ આવે છે.
આમળા :
આમળા નો ઉપયોગ કરીને આપણે આ ઇન્આફેકશન થી છુટકારો મેળવી શકાય છે. પેસ્ટ બનાવવા માટે આમળાના એસેન્સ સલ્ફર ,રેઝિન , સફેદ કથા , કાચા સુહાગ અને ગુગલ ની જરૂર પડશે. દરેક સામગ્રી સરખા પ્રમાણમાં લેવી. સૌ પ્રથમ આમળાના સત્ત્વ સલ્ફર, રેઝિન, સફેદ કથા અને કાચા સુહાગને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેમાં 10 ગ્રામ ગુગલ પાવડર નાખો. આ બધી સામગ્રીને સારી રીતે પીસીને પાવડર તૈયાર કરો. હવે તેમાં લીંબુ ઉમેરીને મિક્સ કરી થોડા કલાકો માટે મૂકી દો. ત્યારબાદ તેને જ્યાં ચેપ લાગ્યો છે તે ત્વચા પર લગાવો. આ પેસ્ટને દિવસમાં બે વાર લગાવો. તમને તરત જ રાહત મળશે.
લસણ :
લસણ નો ઉપાય ખુબજ સરળ અને સસ્તો છે. પેસ્ટ બનાવવી ખૂબ જ સરળ છે. આ પેસ્ટ બનાવવા માટે તમારે લસણની જરૂર પડશે. ૫ થી ૬ લસણની કળી લો. અને તેને પીસીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટમાં લીમડાનો પાવડર અને થોડું સરસવનું તેલ ઉમેરો. આ પેસ્ટને સારી રીતે મિક્સ કરી ફંગલ ઇન્ફેક્શનની જગ્યાએ લગાવો. થોડા સમય માં જ આ ઇન્ફેકશન ગાયબ થઇ જશે.
પીપળ ના પાન :
પીપળ ના પાન ને સારી રીતે ધોઈને પછી તેને ગરમ કરો. પછી તેમને ઠંડા થવા દો. યાદ રહે તેને ઠંડા કરવા ફ્રીજ માં મુકવાના નથી. જ્યારે આ પાંદડા ઠંડા થઈ જાય ત્યારે તેને મિક્સરમાં પીસી લો. આ પેસ્ટ તૈયાર છે, તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો. થોડા સમયમાં જ રાહત થઇ જશે.
જૈતુન :
જૈતુનના પાંદડાની મદદથી ફંગલ ચેપ પણ દૂર કરી શકાય છે. ફંગલ ઇન્ફેક્શનના કિસ્સામાં ઓલિવના પાંદડાને પીસીને જ્યાં ઇન્ફેકશન છે તે જગ્યા પર લગાવો. તમને તાત્કાલિક જ આરામ મળશે. જો કે, તમે જૈતુનના પાંદડા ઉપરાંત જૈતુન ના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. ઓલિવ ઓઇલ લગાવવાથી ફંગલ ઇન્ફેક્શન પણ મટાડે છે. આ પેસ્ટ લગાવવાથી ત્રણથી ચાર દિવસમાં ફંગલ ઇન્ફેક્શન ને સુધારી શકાશે. જો કે આ પેસ્ટ લગાવ્યા બાદ તમને રાહત ન મળે તો તમારા ડોક્ટરની સલાહ લો.