ઘણા લોકોને ઉનાળાની ઋતુ ગમતી નથી કારણ કે બહુ જ ગરમી અને તડકો પડે છે ઘરની બહાર નીકળવું પણ ગમતું નથી. પરંતુ ઉનાળાની ઋતુમાં કેરી ની સીઝન હોવાથી આ ઋતુ ગમે છે. કેરી બધા લોકોને ખુબ જ પ્રિય હોય છે. કેરીને ફળોનો રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે.
કેરી એક એવું ફળ છે કે જે સૌ કોઈને ભાવતું હોય છે એટલે જ લોકો ઉનાળાની રાહ જોતા હોય છે ઘણા લોકોને તો કેરી ખૂબ જ વધારે પ્રમાણમાં ભાવતી હોય છે. આ ફળ રસ થી ભરેલું હોય છે. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠી મીઠી લાગે છે. કેરી ખાવાથી શરીરમાં પાણીનું પ્રમાણ ઘટતું નથી અને શરીરમાં ઘણા બધા ફાયદા આપે છે.
પાકી કેરી ખાવાથી શરીરના સાત ધાતુ એટલે કે લોહી, માસ, રસ, મેદ, અસ્થી, મજા અને વીર્યની વૃદ્ધિ કરે છે. દુબળા લોકો માટે કેરી સર્વોત્તમ ઔષધિ છે. કેરીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન. બીટા કેરોટિન. વિટામિન સી હોય છે. પાકેલી કેરી ચૂસીને ખાવાથી આંખના રોગો મટે છે. કેરીના રસમાં સિંધવ મીઠું અને ખાંડ ભેળવીને ખાવાથી ભૂખ વધારે લાગે છે. કિડની નબળી પડી ગઈ હોય તો કેરીનો રસ પીવાથી કિડની સારી થઈ જાય છે.
પાકી કેરી ના ઘણા બધા ફાયદા છે. પરંતુ શું તમે જાણો છો કે કેરી ખાધ્યા પછી કેટલીક અમુક વસ્તુઓ ન ખાવી જોઈએ. જો આ વસ્તુઓનું સેવન કરવામાં આવે તો શરીર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. કેરી ખાધા પછી થોડા સમય સુધી અમુક વસ્તુઓ ન ખાવી જોઈએ અને જો તેનું સેવન કરવામાં આવે તો શરીર માટે ખૂબ જ નુકસાન થઈ શકે છે તો ચાલો આજે આપણે જાણીએ આ વસ્તુઓ વિશે.
કેરી ખાધા પછી ચારથી પાંચ કલાક સુધી લીલા મરચા નું સેવન ન કરવું જોઈએ. જો તમે મરચાનું સેવન કરશો તો તમારે પેટ સંબંધિત ઘણી બીમારીઓનો સામનો કરવો પડશે. જે ઘણું નુકસાનકારક સાબિત થાય છે માટે કેરી ખાધા પછી લીલું મરચું ક્યારેય ખાવું જોઈએ.
કેરીનું સેવન કર્યા બાદ ક્યારેય દહીં ન ખાવું જોઈએ. આ બન્નેનું સેવન એક સાથે કરવાથી શારીરિક તકલીફ થઈ શકે છે. અને શરીરમાં રિએક્શન આવી શકે છે. આ બંને મળીને રિએકશન કરશે અને તમારા પેટ માં ખુબ જ બળતરા થવા લાગશે અને તમને બીજી ઘણી બીમારીઓ પણ થઇ શકે છે.
કેરીનું સેવન કર્યા પછી ક્યારેય કારેલાનું સેવન ન કરવું જોઈએ આવું કરવાથી ઊલટી થઈ શકે છે સાથે શ્વાસની તકલીફ પણ થઇ શકે છે. કેમકે મિત્રો કેરી અને કારેલા બંને એક સાથે રિએકશન કરે છે, જેનાથી તમારા શરીર માં એક પ્રકાર નું ઝેર ફેલાઈ જાય છે. અને તમને શ્વાસ લેવામાં પણ ખુબ તકલીફ થવા લાગશે.