કેવું હતું અને કેવું થઈ ગયું કેરળઃ પૂરની તબાહી જોઈને તમારી આંખો પણ થઈ જશે નમ

રાહત કેમ્પમાંથી પોતાના ઘરે પાછા ફરી રહેલા લોકોના ચહેરા પર નિરાશા અને આંખોમાં આંસૂ

પૂર અને વરસાદનો કહેર રોકાયા બાદ કેરળમાં રાહત કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. અહીંયા પણી પણ ઉતરવા લાગ્યું છે, પરંતુ તબાહીના નિશાન ચારેકોર દેખાઈ રહ્યા છે. ઈદુક્કી જિલ્લાના ચેરુથોનીની પૂર પહેલા અને પછીની તસવીર સામે આવી છે, જેમાં પૂરથી સંપૂર્ણ રીતે તબાહ થઈ ચૂકેલુ ચેરુથોની સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ તસવીરને આઈપીએસ રમા રાજેશ્વરીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે.

ઘરે પરત ફરી રહેલા લોકોમાં નિરાશા અને આંખોમાં આંસૂ

બીજી તરફ જે લોકો પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે તેમના ચહેરા પર નિરાશા અને આંખોમાં આંસૂ છે. તેમના પાણીમાં ડૂબેલા ઘર પણ રહેવા લાયક રહ્યા નથી. ઘરમાં કીચડ જમા થઈ ગયો છે. ઘરમાં અને બહાર વીજળી ફિટિંગ તબાહ થઈ ચૂક્યું છે. કુવામાં પણ કાદવ ભરાઈ જવાથી પાણી ગંદુ થઈ ચૂક્યું છે. પીવાનું પાણી પણ મુશ્કેલથી નસીબ થઈ રહ્યું છે.

રાજ્ય સરકારનો ફોકર કેરળને ફરી ઊભું કરવામાં

હવે રાજ્ય સરકારનો તમામ ફોકસ પૂરથી તબાહ થઈ ચૂકેલા કેરળને ફરીથી ઊભા કરવા પર છે. જેથી રિલીફ કેમ્પમાં રહેતા 10 લાખથી વધારે લોકોને તેમના ઘરે મોકલી શકાય. વંદીપેરિયારમાં પણ લોકો પોતાના ઘરે પાછા જઈ રહ્યા છે. અહીંયા 10મા ધોરણમાં ભણતા ગૌતમ જ્યારે તેના તબાહ થયેલા ઘરે પહોંચ્યો તો તેણે સૌથી પહેલા તેના પુસ્તકો શોધ્યા જે તેને ના મળ્યા.

પાયાની જરૂરીયાત પૂરી કરવાને પ્રાથમિકતા

નદીઓ પર બનેલા પુલ રસ્તા પણ તબાહ થઈ ચૂક્યા છે. ચારેકોર કાટમાળ દેખાઈ રહ્યો છે. જેસીબી દ્વારા કચરો કઢાઈ રહ્યો છે. તૂટેલા રસ્તાને પાછા સરખા કરવામાં આવી રહ્યા છે. જાહેર સ્થળો પરથી કાટમાળ હટાવવા, પીવાનું પાણી, વીજળી સપ્લાય જેવી પાયાની જરૂરિયાતોની અછત દૂર કરવી પહેલા પ્રાથમિકતામાં છે. આ કામમાં સૈન્ય પણ મદદ કરી રહ્યું છે.

આ લોકોની ડિમાન્ડ વધી

સૈન્યના એન્જિનિયર પાણીનું સપ્લાયને ચાલુ કરવા માટે અલુવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ને રામામંગલમ પ્લાનને સરખો કરવામાં લાગ્યા છે. રાજ્યમાં ઈલેક્ટ્રીશિયન, પ્લંબર, પેઈન્ટર જેવા સ્કિલ વર્કર્સની અછત છે. ઘરની સફાઈ માટે મજૂર પણ મળી રહ્યા નથી. કુવાને સાફ કરવા માટે લોકો, પ્લંબર અને ઈલેક્ટ્રીશિયનની ડિમાન્ડ વધી જતા આ પ્રકારનું કામ કરનારા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here