મંદિરમાં પ્રવેશ કરતી વખતે રાખો આ નિયમોનું ધ્યાન, જાણો અત્યારેજ

આપણે કોઈ મંદિરના દર્શને જતા હોય તો આપણે ત્યાંની પરંપરા અનુસાર તેનું પાલન કરવું જોઈએ તો આજે વાત કરિએ મંદિરમાં દર્શન કરતી વખતે પાડવાના અમુક નિયમો વિશે તો ચાલો જોઈએ.

મંદિર છે ખૂબ જ પવિત્ર સ્થળ

હિન્દુ ધર્મમાં મંદિરને એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે. શાસ્ત્રોની માન્યતાઓ અનુસાર મંદિર તે પવિત્ર સ્થળ છે જ્યાં ભગવાનની હાજરી છે અને લોકો અહીં કોઈપણ સ્વાર્થ વિના ભગવાનને પ્રસન્ન કરવા માટે છે.

જોકે, મંદિરમાં પ્રવેશના કેટલાક એવા નિયમો છે જે તમારે ધ્યાન રાખવા જોઈએ નહીંતર તમને તમારી પ્રાર્થનાઓનું સારું પરિણામ નહીં મળે. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં મંદિરમાં પ્રવેશ કરતા પહેલા કેટલીક વાતો ધ્યાન રાખવી જોઈએ. તો ચાલો જાણીએ કે, મંદિરમાં પ્રવેશ કરતા પહેલા કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

આ પ્રકારના કપડાં પહેરી મંદિરમાં ન જવું

મોટાભાગના લોકો જાણે છે કે, મંદિર એક ખૂબ જ પવિત્ર અને ધાર્મિક સ્થાન છે. એટલે વ્યક્તિને મંદિરમાં નાના અને તંગ કપડાં પહેરી પ્રવેશ કરવો જોઈએ નહીં. સાથે જ મહિલાએ મંદિરમાં પ્રવેશતા પહેલા પોતાની માથું ઢાંકી લેવું જોઈએ.

તિરુપતિ અને ગુરુવયૂર જેવા મંદિરોમાં ડ્રેસકોડનું ખૂબ જ સખતાઈથી પાલન કરવામાં આવે છે. અહી પુરુષો અને મહિલાઓને પેન્ટ તથા ટ્રાઉઝર્સ પહેરવાની ના પાડવામાં આવે છે. એટલે જ્યારે પણ તમે કોઈ પ્રખ્યાત મંદિરમાં જાઓ ત્યારે મંદિરના ડ્રેસ કોડ વિશે પણ જાણી લો.

પ્રવેશ પહેલા સ્નાન અવશ્ય કરવું

હિન્દુ માન્યતાઓ અનુસાર, મંદિર જતા પહેલા સ્નાન અને અન્ય દૈહિક કાર્યોથી નિવૃત્ત થવું જરૂરી છે. દક્ષિણ ભારતના ઘણા મંદિરોમાં સ્નાન માટે તળાવ હોય છે જ્યાં દર્શન કરતા પહેલા ભક્તોએ નહાવાનુ રહે છે.

માસિક ધર્મ દરમિયાન મહિલાઓનું મંદિર અથવા કોઈ ધાર્મિક સ્થળ પર જવાનું પ્રતિબંધિત હોય છે. ભારતમાં કેટલાક મંદિરો માત્ર સાંજના સમયે ખુલે છે. આ ઉપરાંત કેટલાક મંદિરોમાં પ્રવેશ કરતા પહેલા પાસ પણ લેવામાં આવે છે. કેટલાક મોટા મંદિરોમાં જલ્દી દર્શન માટે સ્પેશિયલ પાસ પણ હોય છે.

બંને હાથ જોડી કરવી જોઈએ પ્રાર્થના

ઘણા મંદિરોમાં તમે પોતાની સાથે કોઈ કેમેરા લઈ જઈ શકતા નથી. મંદિરમાં જતા પહેલા ભગવાન માટે પ્રસાદી રૂપે નારિયેળ, મિઠાઈ અને ફૂલ લઈ જવાની પરંપરા હોય છે. મંદિરમાં પ્રસાદ ચડાવવાનું વિશેષ મહત્વ હોય છે.

મંદિરમાં બંને હાથ જોડીને પૂજા કરવી જોઈએ. આની પાછળ ધાર્મિકની સાથે આધ્યાત્મિક કારણ છે કે, બંને હાથ જોડવાથી શરીરના કેટલાક વિશિષ્ટ બિંદુઓ કાર્યાત્મક થાય છે જેનાથી શરીરને સકારાત્મક ઉર્જા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here