લોટ બાંધીને ફ્રીજમાં રાખો છો તો સાવચેત થઈ જાઓ, રાસાયણિક ફેરફાર થવાથી શરીરને થાય છે ગંભીર નુકસાન

ફ્રીઝ માં મુકેલો લોટ ખાતા પહેલા આ અર્ટિકેલ જરૂર વાંચજો એના થી ખુબ નુકસાન થાય છે આપડા શરીર ને ગ્મ્ભીર રોગ પણ થઇ શકે છે. ઘણીવાર સ્ત્રીઓ સમય બચાવવા માટે સવાર અને સાંજ માટે એક જ વાર લોટ બાંધી દે છે. સવારે એ કણેકનો ઉપયોગ કરી લીધા બાદ બચેલા બાંધેલા લોટને ફ્રીજમાં મૂકી દે છે. પરંતુ તમારી આ ટેવ તમારા અને પરિવારનાં સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.બાંધેલો લોટ ફ્રીઝ માં મૂકી ને ખાવાથી શરીર ને ખુબ નુકસાન થાય છે એ નુકસાન ની તમને ખબર નહીં હોય એ તમને અમે વિગત વાર જણાવીશુ.

વૈજ્ઞાનિક તથ્ય

જો નિષ્ણાતોનું માનીએ તો લોટ બાંધ્યા બાદ થોડા સમયમાં જ તેનો ઉપયોગ કરી લેવો જોઇએ. કારણ કે, લોટમાં પાણી મિક્સ થવાથી અનેક રાસાયણિક ફેરફારો થાય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. લોટ બાંધીને તેને ફ્રીજમાં મૂકવાથી તેમાં ફ્રીજનાં હાનિકારક કિરણો પ્રવેશે છે અને તે લોટને ખરાબ કરી દે છે. તેમાં રહેલા પોષકત્ત્વોનું પ્રમાણ પણ ઓછું થઈ જાય છે. એવામાં જ્યારે ફ્રીજમાં રાખેલી કણેકની રોટલી બનાવીને ખાવામાં આવે તો શરીરમાં હોર્મોન્સનું સંતુલન બગડે છે.

આયુર્વેદિક તથ્ય

આ વિશે આયુર્વેદમાં પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કણેક બાંધીને ફ્રીજમાં ક્યારેય ન મૂકવી જોઇએ. વાસી લોટની રોટલીનો સ્વાદ ખરાબ આવે છે. વાસી લોટની રોટલી ખાવાથી ગેસની સમસ્યા પણ થાય છે. આ ઉપરાંત અગાઉથી લોટ બાંધી રાખવાથી તેમાં વાસ આવી જાય અથવા તો ફુગાઈ જાય છે. ઠંડકના કારણે બેક્ટેરિયા પણ વધે છે અને તેનો સ્વાદ પણ બગડી જાય છે. તેથી હંમેશાં તાજું ખાવ અને હેલ્ધી રહો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here