આ ક્ષત્રિયએ ભુખી ગાયોને પોતાના ખેતરનો ઉભો મોલ આપી દીધો, અચૂક વાંચો આજે

જે દેશમાં ગાયોને બચાવવા રાજપૂતોએ જીવ આપી દીધા,એ ગાયોને કોઈ રાજપૂત નો દીકરો ક્યાંથી ભુખી જોઈ શકે ??

ત્યારે આજે એવા જ એક કિસ્સા ની આપણે વાત કરીશું જેમાં કેતનસિંહ દિલીપસિંહ રાણા નામના રાજપુતે ગાયોના ચારા માટે પોતાના 15 વિધાનો પાક આપી દીધો, આ દેશમાં એક સૂત્ર કેહવાય છે,રાજપૂત એટલે ગૌ, બ્રાહ્મણ પ્રતિપાળ ગૌ અથવા બ્રાહ્મણ ને કોઈ તકલીફ આવે તો સૌર્થી પેહલા રાજપૂત આવીને ઊભા હોઈ એમ પણ કેહવાય છે.

આ દેશમાં એક સૂત્ર કેહવાય છે,રાજપૂત એટલે ગૌ,બ્રાહ્મણ પ્રતિપાળ ગૌ અથવા બ્રાહ્મણ ને કોઈ તકલીફ આવે તો સૌર્થી પેહલા રાજપૂત આવીને ઊભા હોઈ એમ પણ કેહવાય છે. ધ્રાંગધ્રા ના નારીચણા ગામે દુષ્કાળ જેવી સ્થિતિમાં ગાયો માટે ઘાસચારોના અભાવે નિભાવ કરવો મુશ્કેલ બન્યો હતો, ત્યારે ગામ ના રાજપૂત યુવાને પોતાની 15 વિધા ની વાળીમાં વાવેલ લીલાજાર નો પાક ગાયો માટે ખૂલ્લો મૂકી દીધો.

ઝાલાવાડમાં ગાયો માટે જીવ આપવાથી લઈ ગાયો માટેની સેવાઓ ની અનેક ગાથાઓ લખાયેલ છે, ત્યારે ફરી એક કિસ્સો ઝાલાવાડમાંથી આવ્યો છે, જેમાં ગતવર્ષે ઓછા વરસાદ ના અને મોંઘા થયેલ ઘાસચારાના લીધે છેલ્લા 3 દિવસથી ગાયો ભૂખે તળવટડી હતી.

આ વાત ક્યાંયથી કેતનસિંહ રાણા નામનાં યુવાને સાંભળી અને એનું હૃદય ભુખી ગાયો માટે દ્રવી ઉઠ્યું, એને લાગ્યું કે આ ગાયો માટે મારે કૈક કરવું છે અને પોતાની 15 વિધા ની વાળી આ ગાયો માટે ખુલ્લી મૂકી દીધી.

કેતનસિંહ જણાવે છે કે આ સાંભળતા જ મને લાગ્યું કે મારે મારો ક્ષત્રિય ધર્મ નિભાવવો જોઈએ, ત્યારે એને એજ સેકન્ડે આ ગાયો માટે પોતાનું ખેતર સોંપી દીધું આમ ભુખી ગાયો માટે પોતે ક્ષત્રિય ધર્મ નીભાવી ભુખી ગાયોના પેટની જઠરાગ્નિ ઠારી,અને ભૂખસંતોસી ઉમદા સેવા સાથે ક્ષત્રિય ધર્મ પણ નિભાવ્યો.

ભૂતકાળ મા કવિરાજો ના મુખે રાજપૂતો ની દાતારી ખાનદાની અને નેકી ટેકી ની વાતો આપણે સાંભળી છે એમ હાલ ના કળયુગ માં પણ આવા દાતારો હજી પણ જીવે છે એનો દાખલો આપતો પ્રસંગ સાયલા સ્ટેટ ના ભાયાત, સાયલા શેષમલજી દાદા ના વંશજ એવા કેતનસિંહ દિલીપસિંહ રાણા (નારીચાણા) ગામ ના દાતાર ની દાતારી ની વાત કરીએ તો ગર્વ થાય વાહ દાતાર વાહ તમારી દાતારી ત્રણ દિવસ થી ભૂખી ગાયો માટે થોડો પણ વિચાર કર્યા વિના પોતાનો 15 વિઘા નો ઉભો પાક ગાયો માટે ખુલ્લો મૂકી ને એક રાજપૂત તરીકે નો ક્ષાત્રધર્મ નીભાવ્યો છે આ ગાયો ને 3 દિવસ સુધી આ ઉભો પાક ચાલશે એવી મોટી દાતારી કરી ને એક ઉમદા કાર્ય કરીયું છે. આજે પણ અડીખમ ઉભા છે રાજપૂત ગાયો ની વ્હારે.

ખૂબ ખૂબ અભિનંદન સાથ શુભેચ્છાઓ ભાઈ આપે આપના ગામ સાથે સાયલા શેષમલજી પરીવાર ના ભાયાતો નું પણ નામ વધાર્યું છે આપને માઁ શક્તિ આપને ખૂબ સુખ સમૃદ્ધિ અર્પે એવી પ્રાર્થના…

ત્યારે તો કેહવાય છે એમને બાપુ,જે સમય આવે સાથ આપે,અન્યાય સામે બાથ ભીડે, આવા હજારો રાજપૂત આપણી નજર સમક્ષ છે જેને We Gujjus સલામ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here