આજકાલ દર દસમાંથી સાત લોકોને સાંધા, સ્નાયુ કે કમરના દર્દની ફરિયાદ હોય છે. આજકાલ મોટાભાગની ગૃહિણીઓની ફરિયાદ કમરમાં દુ:ખાવા માટેની હોય છે. જીવનશૈલી તથા કામ કરવાની પદ્ધતિ એવા પ્રકારની હોય છે કે કમરનો દુ:ખાવો થયા વિના ન રહે. આધુનિક સમય માં બહેનો માં કમર ના દુખાવાનું પ્રમાણ વધતું જાય છે. આધુનિક સમય માં કમર ના દુખાવાને સ્લીપડિસ્ક કહે છે.
પહેલા ના સમય અને અત્યાર ના સમય માં કામ કરવામાં ફેરફાર ના લીધે અત્યારે વધારે પડતી કમર ના દુખાવાનો પ્રશ્ન જોવા મળે છે. એવું નથી કે મોટી ઉંમર ના લોકો ને જ દુખાવો થાય પરંતુ યુવાવર્ગ માં પણ આ તકલીફ જોવા મળે છે. કોઈ દવાનો ડોઝ કે સર્જરી આ દર્દનું નિવારણ નથી. તો ચાલો આજે જાણીએ કે કમર ની ગાડી ખસી ગઈ હોય કે નસ દબાતી હોય તો તેના ઉપાય માટે શું કરવું.
સૌ પ્રથમ તો જે માણસ ને એકધારું બેસી ને કામ કરવાનું હોય તેને આ દુખાવો વધારે પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે કમરના મણકાઓ વચ્ચે આવેલી ગાદી ઇજાગ્રસ્ત થાય અથવા દબાઇને એની જગ્યાએથી થોડો ભાગ બહાર નીકળે ત્યારે ત્યાંથી પસાર થતી ચેતા પર દબાણ કરી શકે છે. શરૂઆતમાં ઇજાગ્રસ્ત ગાદીની આસપાસના ભાગે જ દુખાવો થાય છે જે ખાંસી-છીંક ખાવાથી વધી જાય એવું બને છે. સામાન્ય રીતે એલ-૪ અને એલ-૫ અથવા એલ-૫ અને એસ-૧ મણકા વચ્ચેની ગાદીઓ આવી તકલીફ વારંવાર કરી શકે છે.
આમવાત સિવાયના કટિશૂલમાં નિર્ગુંડી, મહાનારાયણ કે અશ્વગંધા અને બલા તેલની માલિશ કરી શેક કરવો. શેક કરવા માટે સરગવો, નગોડ, અને એરંડાના પાનની પોટલી બનાવી ઉપયોગમાં લેવાથી વધુ ફાયદો થશે. સરગવો, નગોડ અને એરંડાના પાન નાખી ઉકાળેલા પાણીથી નાહવાથી ફાયદો થશે. એજ રીતે આર્થિક દ્રષ્ટિએ પોસાય તો મહારાસ્નાદિ ક્વાથ અને દશમૂલ ક્વાથનો પણ ઉપયોગ કરી શકાય. આમવાતને કારણે દુખાવો થતો હોય તો લસણ, સૂંઠ અને નગોડના પાંદડાનો ક્વાથ પીવો.સાથે સાથે એકાંગવીર રસ નું સેવન કરવું.
ચોપચીની અને અશ્વગંધાનું સમભાગે ચૂર્ણ કરી તે બન્નેના વજન બરાબર સાકર મેળવી સવાર સાંજ દૂધ સાથે પાંચગ્રામ જેટલું ચૂર્ણ સતત એકાદ માસ સુધી લેવાથી કમરનો દુખાવો મટે છે. કમર ના દુખાવાની સ્થિતિમાં, દશમૂલનો ઉકાળો સવારે અને સાંજે પાણી માં મિક્સ કરીને પીવો જોઈએ.
લસણ કમરના દુખાવામાં સારવાર કરવામાં મદદ કરી શકે છે. ખાલી પેટ પર દરરોજ સવારે લસણની બે થી ત્રણ કળી ખાઓ. અથવા તો પીઠ પર લસણના તેલથી માલિશ પણ કરી શકો છો. અસરગ્રસ્ત વિસ્તારમાં થોડી આદુની પેસ્ટ લગાવો. તેને 15 મિનિટ માટે એમ જ છોડી દો, પછી તેને દૂર કરો. થોડા દિવસો માટે દરરોજ આ કરો. આ ઉપાય થી કમરની પીડા મટાડશે.
કમર ના દર્દ માટે અજમા ને એક અસરકારક ઔષધી માનવા મા આવે છે. અડધી ચમચી અજમા ને તાવડી મા શેકો. ત્યારબાદ ઠંડા થઇ જાય પછી તેને મુખવાસ ની જેમ ખાઈ જાવ. અને તેના પર એક ગ્લાસ પાણી પીવો. માત્ર એક જ અઠવાડિયા સુધી આ નુસ્ખો અપનાવવા થી કમર ના દર્દ મા થી છૂટકારો મળે છે. પાનના પાંદડા આમાં રાહત પહોંચાડી શકે છે. આના જ્યૂસને રિફાઇન્ડ કોકોનટ ઓઇલ અથવા પછી કોઈપણ બ્લેન્ડ ઓઈલ ઓઈલ મિક્સ કરો. ત્યાર પછી આને લગાવવાથી કમરના દુખાવામાં રાહત મળે છે.
કમરના દુઃખાવાથી પરેશાન હોવ તો તમારે સવાર-સાંજ ઉકાળો પીવો જોઇએ. ઉકાળો બનવવા માટે સૌપ્રથમ જાયફળને પહેલાં પાણીમાં પલાળો, પછી તેને ઘસીને તલના તેલ માં મિક્સ કરી દો, પછી તેને ધીમા તાપે ગરમ કરો. ત્યારબાદ ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ કમર દુખતી હોય તે જગ્યાએ માલિશ કરવાથી દુઃખાવાથી રાહત મળશે.
રાત્રે સુતી વખતે ઘઉંના થોડા દાણાને પાણીમાં પલાળી લો. પછી સવારે તેને ખસખસ અને ધાણા સાથે દૂધમાં મિક્સ કરી આની ચટણી બનાવો, અઠવાડિયામાં 2 વખત આ ચટણી ખાવાથી કમરનો દુઃખાવો કાયમ માટે ગાયબ થઇ જશે. લવિંગ અને એલચીનું તેલ બરાબર માત્રામાં મિક્સ કરીને દુઃખાવો થતો હોય ત્યાં લગાવવાથી પણ ઘણી રાહત મળશે. અને શરીરમાં શક્તિ પણ વધે છે.