કળશ વરુણ પૂજાનું પ્રતીક છે. ચારેબાજુએથી સોનાના લેપથી જેનો તામ્રવર્ણ ઢંકાઈ ગયો છે, તે કળશ છે. કળશ ભારતીય ઉપખંડની પૌરાણિક હિંદુ સંસ્કૃતિનું અગ્રગણ્ય પ્રતીક છે. એટલા માટે તો મહત્વના બધા શુભપ્રસંગોમાં પુણ્ય કળશની ઉપસ્થિતમાં એના સાનિઘ્યમાં થાય છે.
દરેક શુભપ્રસંગ અને કાર્યની શરૂઆતમાં જે રીતે વિધ્નહર્તા ગણપતિની પૂજા કરવામાં આવે છે. એ જ પ્રકારે કળશની પણ પૂજા થાય છે.કોઈપણ કાર્ય કરવા માટે કળશ સ્થાપના જરૂરી છે. નવરાત્રિમાં તો તેનુ અત્યંત મહત્વ છે.
આ સમસ્ત દેવી-દેવતાઓનુ આહ્વાન છે કે કાર્યને સિદ્ધ કરો અને ઘરમાં વિરાજમાન હોય તેથી કળશ સ્થાપનામાં વિલંબ ન કરવો જોઈએ અને સમયનુસાર કળશ સ્થાપના કરી દેવી જોઈએ. કળશ સ્થાપનામાં વિલંબ ન કરવો જોઈએ અને સમયમુજબ કળશ સ્થાપના કરી દેવી જોઈએ. કળશ એ ભારતીય સંસ્કૃતિનું અગ્રસ્થાન પામેલું પ્રતીક છે. તેથી જ તો પ્રત્યેક મહત્ત્વના શુભ પ્રસંગે કળશની સાક્ષી અને સાંનિધ્યમાં પુણ્યાહવાચન થાય છે.
પ્રત્યેક શુભ પ્રસંગે કાર્યના આરંભમાં જેમ વિઘ્નહર્તા ગણપતિની પૂજા કરવામાં આવે છે તેમ કળશની પૂજા પણ થાય છે. ઊલટું, દેવપૂજા કરતાં અગ્રસ્થાન આ કળશપૂજનને મળે છે. પહેલું તેનું પૂજન, પહેલાં તેને નમસ્કાર અને પછી વિઘ્નહર્તા ગણપતિને નમસ્કાર આવું પ્રાધાન્ય પામેલા કળશના પૂજન પાછળ અતિ સુંદર ભાવ છે.
કળશ પ્રારંભ ક્યાંથી થયો તે કહેવું મુશ્કેલ છે, પરંતુ કેટલાકનું માનવું છે કે સમુદ્રમંથનમાંથી ભગવાન બંને હાથમાં કળશ લઈ બહાર નીકળ્યા ત્યારથી તેનું પૂજન શરૂ થયું. જ્યારે પણ તેની શરૂઆત થઈ હશે ત્યારે માનવીને લાગ્યું હશે કે વરસાદ છે તેથી જ તો જીવન છે. સમગ્ર વિશ્વની ધારણા અગમ્ય શક્તિના લીધે થાય છે, કે જે રસમય છે. સૃષ્ટિમાં રસ છે તેથી તો દેવ, દાનવ, માનવ તથા પશુ ઈત્યાદિના જીવનની ધારણા છે. જેટલા પ્રમાણમાં આ રસ વધુ તેટલા પ્રમાણમાં જીવનશક્તિ વધુ અને આ શક્તિદાતા, રસદાતા વરુણ છે.
એકાદ લોટામાં-કળશમાં તેને ભરી લઈએ અને તેનું પૂજન કરીએ અને એ મંગલભાવના સાથે કાળક્રમે રસાધિરાજ વરુણ ભગવાનની તેમાં સ્થાપના કરી સંસ્કૃતિના ગૌરવવંતા ભવ્ય પ્રતીકનું સર્જન કર્યું. તે કળશનું પૂજન કર્યું. જે સંબંધ કમળ સૂર્યનો છે. તે જ સંબંધ કળશ અને વરુણનો છે.
વાસ્તવમાં કળશ એટલે લોટામાં ભરેલું, ઘડામાં ભરેલું પાણી જ છે, પરંતુ એની સ્થાપના પછી, તેના પૂજન પછી તે સામાન્ય પાણી ન રહેતાં, દિવ્ય ઓજસમય પાણી બની જાય છે.
કળશ એટલે છેવટની ટોચ. પૂર્ણતાનું પ્રતીક. ભગવાનનાં દર્શન કરી કળશનાં દર્શન ન કરીએ તો દર્શન અપૂર્ણ રહી જાય. મંદિરની પૂર્ણતાના પ્રતીકસમા, ટોચસમા કળશનાં દર્શન કરતી વખતે જીવનમંદિરની પરિપૂર્ણતાનો, તેની ટોચનો પણ વિચાર કરવાનો. જીવનને પરિપૂર્ણ કરવાનો વિચાર કરવાનો.
જીવનમંદિરના ચણતરમાં દટાઈ, તેના કળશ સુધી પહોંચવાનું છે તેનો વિચાર કરવાનો. ત્યાં સુધી પહોંચવાની પ્રતીતિ અનુભવવાની અને તેથી જ જીવનને ઉચ્ચ ધ્યેયલક્ષી બનાવવાનું.સ્થાપત્ય શાસ્ત્રમાં પણ કળશનું મહત્ત્વ છે.
ધાર્મિક કાર્યોમાં કળશનું મહત્વ રહેલું હોય છે. નવા વર્ષની શરૂઆત માંગિલક કાર્યો, ગૃહ પ્રવેશ, દુર્ગા પૂજા, દિવાળી પૂજન, યજ્ઞ, અનુષ્ઠાન વગેરે પ્રસંગોએ સૌથી પહેલા કળશની સ્થાપના કરવામાં આવે છે. ધર્મ શાસ્ત્રો અનુસાર કળશને સુખ-સમૃદ્ઘિ, વૈભવ અને મંગળ કામનાઓનું પ્રતીક માનવામાં આવે છે.
કળશ બ્રહ્માંડ, વિરાટ બ્રહ્મા અને ભૂપિંડનું પ્રતીક માનવામાં આવે છે. તેમાં બધા જ દેવી-દેવતાઓનો વાસ રહેલો છે. પૂજન સમયે કળશને દેવી- દેવતાની શક્તિ, તીર્થસ્થાન વગેરેનું પ્રતીક માનીને સ્થાપના કરવામાં આવે છે. કળશના મુખમાં વિષ્ણુજીનો નિવાસ, કંઠમાં રૂદ્ર તથા મૂળમાં બ્રહ્માજી સ્થિત છે. કળશના મધ્યમાં દૈવીય માતૃશક્તિ નિવાસ કરે છે.દિવાળીના દિવસોમાં પણ પાંચ દિવસ સુધી આ કળશની સ્થાપના કરવામાં આવે છે.
મંદિરના શિખર પર સ્થાન પામેલા કળશને તે કીર્તિ અને તેવું જીવન પ્રાપ્ત થઇ ચૂક્યા છે. મંદિરન શિખર પર કળશ મુકવામાં આવે છે. પ્રત્યેક શુભ પ્રસંગે જેમ વિધ્નહર્તા ગણેશજીની પૂજા કરવામાં આવે છે તેમ કળશની પૂજા પણ અનિવાર્ય છે.
કળશ એ ભારતીય સંસ્કૃતિનું અગ્રગણ્ય પ્રતીક છે. તેથી જ તો પ્રત્યેક મહત્વના શુભ પ્રસંગે પુણ્યાહવાચન, કળશ અને સાંનિધ્યામાં થાય છે. કળશ એટલે પૂર્ણતાનું પ્રતીક. મંદિરમાં ભગવાનના દર્શન કર્યા પછી કળશના દર્શન ના કરીએ તો દર્શન અધૂરા ગણાય. ગીતાને મંદિર અને છેલ્લા અધ્યાયને કળશાધ્યાય કહ્યો છે.
ઘણા લોકો હંમેશા તેમના પૂજાગૃહમાં કલશ સ્થાપિત કરે છે. ઘરે કળશની સ્થાપના કરવી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેથી તમારે પણ તમારા પૂજાગૃહમાં કળાનું સ્થાપન કરવું જોઈએ. હિંદુ ધર્મમાં કોઈ પણ ધાર્મિક કામ હોય, પૂજા, પ્રસંગ વગેરે કોઈ પણ કામ હોય ત્યારે ત્યાં કળશની સ્થાપના કરવામાં આવે છે. કેમ કે આપણે ત્યાં કોઈ પણ ધાર્મિક વિધિ કે પૂજા હોય તો સૌથી પહેલા કળશનું સ્થાપન હોય છે, જેની પૂજા પ્રથમ કરવામાં આવે છે.
કળશને લઈને એવું પણ માનવામાં આવે છે કે કળશ દરેક તીર્થસ્થાનોનું પ્રતિક રૂપ છે. કળશમાં હિંદુધર્મના બધા જ દેવતાઓ અને માતૃશક્તિઓનો વાસ હોય છે. માટે કળશની પ્રાથના કર્યા વગર કોઈ પણ શુભ કાર્ય શરૂ નથી થતું.
કળશ સાથે સીતાજીની પણ વાત જોડાયેલી છે. જનકરાજા ખેતરમાં હળ ચલાવી રહ્યા હતા. ત્યારે બરોબર ત્રેતાયુગ ચાલતો હતો. જનકરાજા હળ ચલાવી રહ્યા હતા ત્યારે તેનું હળ જમીનમાં દબાયેલા એક કળશ સાથે અથડાયું. જમીનમાંથી જનકરાજાએ તે કળશને બહાર કાઢ્યો તો તેમાંથી એક નાની બાળકી નીકળી. ત્યાર બાદ એ બાળકીનું નામ સીતા રાખવામાં આવ્યું હતું.