આવી ગરમીમાં આપણે ક્યાંય જતા હોય અને થોડીવાર રહીને શેરડીના રસનું કોલુ દેખાય ત્યાંથી આપના મન માં ઠંડક થઈ જાય,અને એમાં પણ દેશી કોલુ જે મહારાષ્ટ્રીયન લોકો લઈ ને આવે છે ગુજરાત માં જે ઇલેક્ટ્રિક વગર હોઈ એના રસ મળી જાય તો જાણે જન્નત મળી જાય.
કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીમાં દાઝી રહ્યા છે, ગરમીથી બચવા મોટાભાગના લોકો શેરડીનો રસ પીવે છે. આમ તો શેરડીનો રસ પીવાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે. પરંતુ ઘણુ નુકસાન પણ થાય છે. શેરડીનો રસ પીતી વખતે ઘણી સાવધાની રાખવાની હોય છે. આજે અમે તમને જણાવશું કે, કઇ સાવધાની રાખવી જરૂરી છે.
ગરમીની સીઝમાં ઘણા લોકોને શેરડીનો રસ પીવાનો શોખ હોય છે. શેરડીનો રસ શરીરમાં ઠંડક સાથે સાથે ઘણા ફાયદા પણ કરે છે. ગરમીની સીઝન આવતાની સાથે જ રોડ રસ્તાઓની આજુ-બાજુ શેરડી રસ જોવા મળશે. આ શેરડીનો રસ આપડા શરીર માટે ખુબ જ ફાયદા કારક હોય છે. પણ આ રસ ખુબ નુકસાન પણ કરી શકે છે.
જો તમને લાગતુ હોય કે, રસ્તાની બાજુમાં મળતો 10 રૂપિયાનો શેરડીનો રસ તમારા માટે ફાયદા કારક હોય છે તો તમે ખોટા છો. રસ્તા પર મળતો 10 રૂપિયાનો શેરડીનો રસ તમને ઘણુ નુકસાન પહોચાડી શકે છે. રસ્તા પર મળતા શેરડીના રસમાં બરફ ભેળવવામાં આવે છે તમને જણાવીએ કે, શેરડી અને બરફનો અલગ પ્રભાવ હોય છે.
જ્યારે પણ તમે શેરડીનો રસ પીવા જાઓ ત્યારે તમારે ઘણી સાવચેતી રાખવી પડશે. જેમ કે, તમારે ધ્યાન આપવું પડશે કે, શેરડીનો સાંઠો બરાબર ધોયેલો છે કે નહી, સાંઠામાંથી રસ નિકાળનાર વ્યક્તિએ બરાબર હાથ ધોયા છે કે નહીં વગેરે સ્વાસ્થ્યને લઇને તમારે ઘણી સાવધાની વર્તતવી પડશે. નહીં તો તમે કોઇ બીમારીનો ભોગ બની શકો છો.
આ ઉપરાંત શેરડીના રસમાં કેલરી વધારે માત્રામાં હોય છે. એક ગ્લાસ શેરડીના રસમાં 269 કેલરી હોય છે. આ સાથે 100 ગ્રામ સુગર પણ હોય છે. જેના કારણે શેરડીનો રસ પીવાથી તમારા શરીરમાં મોટાપો એટલે કે સ્થૂળતા વધી શકે છે. શેરડીના રસમાં પોલીકોસનાલ હોય છે. શેરડીના રસનું વધારે સેવન કરવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાનો જન્મ થાય છે. જેમ કે ચક્કર આવવા, પેટ ખરાબ થવું અને અનિદ્રા જેવી સમસ્યા થઈ શકે છે.
આ ઉપરાંત શેરડીમાં રહેલા પોલીકોસનાલ લોહીને પાતળું બનાવે છે. જેના કારણે લોહી જલદી ઘટ્ટ બનતું નથી. એટલા માટે જે લોકો લોહી પાતળું કરવાની દવા લે છે તેમણે શેરડીનો રસ ન પીવો જોઈએ.