જુઓ હનુમાનજીની 64 ટન વજન ની પ્રતિમા ની આ ખાસ તસવીરો, જે હાલ માંજ પ્રયાગરાજ માટે રવાના થઈ છે, જેને ગંગા મા કરવામાં આવશે સ્નાન

મિત્રો આમ તો હનુમાનજી ની મૂર્તિ સ્થાપના સ્વંયભુ જ હોય છે. પરંતુ મળતી માહિતી મુજબ રાજસ્થાનથી ઉત્તર પ્રદેશ થઈને પ્રયાગરાજ આવે છે. ત્યાં જવા માટે હનુમાનજીની મૂર્તિ રવાના થઇ ગઇ છે અને પ્રયાગરાજમાં આ મૂર્તિને શાસ્ત્રોક્ત વિધિથી ગંગા સ્નાન કરાવવામાં આવશે.

હનુમાનજી ની આ મૂર્તિ ખૂબ જ વિશાળ અને ભારે છે. આ મૂર્તિ નો વજન 64 ટન લગભગ છે અને આ મૂર્તિ રવિવારે રાજસ્થાન ના ભિલવાડા શહેર થી રવાના થઇ ગઇ છે અને આને ઉત્તર પ્રદેશ પહોંચવામાં લગભગ આ મૂર્તિને એક અઠવાડિયા સુધીનો સમય લાગશે.

રવિવાર બપોરે આ હનુમાનજીની 28 ફૂટ લાંબી આ પ્રતિમા મહંત શ્રી બાબુગિરી ના સાનિધ્યમાં રવાના થઇ છે. આ મૂર્તિને પ્રયાગરાજ પહોંચાડવા માટે એક વિશાળ ટ્રાલી બનાવવામાં આવી છે અને તેને 28 પૈડાં છે. તેના ઉપર આ મૂર્તિને રાખવામાં લગભગ 40 લોકોએ ચાર ક્રેન મદદથી રાખી છે.

ઘણી મહેનત કર્યા પછી આ મૂર્તિને તેની ઉપર સરખી રીતે રાખવામાં આવી. આ મૂર્તિને પોહચતા લગભગ 14 દિવસનો સમય લાગશે. હનુમાનજીની પ્રતિમાને મહંત બાબુ ગિરી ના નેતૃત્વમાં પ્રયાગરાજ પહોંચાડવામાં આવશે અને આ મૂર્તિને પ્રયાગરાજ પહોંચાડવામાં 7 દિવસનો સમય લાગશે. આ રીતે મૂર્તિની યાત્રા પાછી રાજસ્થાનમાં લાવવામાં સાત દિવસ પાછા લાગશે એટલે કે મૂર્તિ લગભગ 14 દિવસની યાત્રા કરીને પાછી આવશે.

આ મૂર્તિની યાત્રા ભીલવાડા થી શરૂ કરવામાં આવી છે. જે ગંગાપુર, નાથદ્વારા થતા બુધવાર ના દિવસે ઉદયપુર પહોંચશે.અને તે એક દિવસ ઉદયપુરમાં વિશ્રામ કર્યા પછી આ મૂર્તિ ને મંગલવાડ ચોક, ચિતોડગઢ, કોટા, શિવપુરી ના રસ્તા પર થઈને ઉત્તર પ્રદેશ માં લઇ જવામાં આવશે.

આ મૂર્તિને લગભગ 2100 કિલોમીટર નો સફર કરવવાનો છે. ઘણા લોકોએ નારા લગાવ્યા હતા. રવિવારે જ્યારે આ મૂર્તિને પ્રયાગરાજ માટે રવાના કરવામાં આવી તો તે સમયે આશ્રમમાં રહેલા લોકોએ જય હનુમાનજી ના નારા લગાવ્યા.

આ યાત્રા જોવા ઘણી જનમેદની એકઠી થઈ હતી મૂર્તિને લઈ જતા સમયે ઘણી ભીડ આશ્રમની બહાર જમા થઈ ગઈ હતી. જે કારણથી માત્ર 12 કિલોમીટર ની દુરી લગભગ દોઢ કલાકમાં જ કાપી શક્યા હતા. સંકટ મોચન હનુમાન મંદિર ના મહંત બાબુગિરી મહારાજે આ મૂર્તિ વિશે કહ્યું કે આ મૂર્તિ 64 ટન ની છે.

જે 2100 કિલોમીટરની યાત્રા કરશે અને પછી અહીં લાવવામાં આવશે.આ મૂર્તિને આ સફર પસાર કરવામાં ઘણા દિવસ લાગી જશે. આ મૂર્તિની સાથે મહંત બાબુગિરી ની સાથે એક દરજન થી વધુ લોકો પણ પ્રયાગરાજ માટે જવા રવાના થયા છે.

પ્રયાગ પહોંચીને આ મૂર્તિને સંગમના તટ ઉપર લઈ જવામાં આવશે અને ત્યાં આ પ્રતિમાને પુરી વિધિ વિધાનથી ગંગા સ્નાન કરાવવામાં આવશે. આ સ્નાન કરાવ્યા પછી આ પ્રતિમાને પાછી મંદિરમાં લાવવામાં આવશે અને મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here