જોની લિવર: જેમણે જિંદગીના દુઃખમાંથી લોકોને હસાવતા શીખવ્યું, આવી રીતે બન્યા બોલીવુડના કોમેડી કિંગ

આજના સમયમાં ઘણા સ્ટેન્ડઅપ કૉમેડિયન જોઈને પોતાનું મનોરંજન કરી રહ્યા છે પરંતુ એક સમય એવો હતો જ્યારે કોમેડીનું નામ આવે ત્યારે ફક્ત એક જ ચહેરો આંખો સામે આવી જતો હતો, તે કોમેડી કિંગ બીજું કોઈ નહીં પણ જોની લિવર હતા. જે આજે તેમનો 63 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 14 ઓગસ્ટ 1957 ના રોજ આંધ્રપ્રદેશમાં જન્મેલા જોની લિવરે બોલિવૂડની લગભગ 350 ફિલ્મોમાં કામ કર્યું છે અને હાસ્ય કલાકાર કેટેગરીમાં 13 ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે. આજે આ લેખમાં અમે જોની લિવર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો વિશે જણાવીશું.

મિમીક્રી કરતા પહેલા પેન વેચતા હતા જોની  

આંધ્રપ્રદેશમાં જન્મેલા જોની લિવરનો ઉછેર મુંબઈના ધારાવીમાં થયો હતો. તેના પિતા પ્રકાશ રાવે એક ખાનગી કંપનીમાં ઓપરેટર તરીકે નોકરી કરતા હતા અને તેની માતાએ ઘરની સંભાળ રાખતી હતી. જ્યારે જોની સાતમા ધોરણમાં હતો, ત્યારે તેના ઘરની આર્થિક સ્થિતિ કથળી હતી. જેના લીધે તેના અભ્યાસ પર અસર થઈ હતી. જૉનીના જીવનનો સંઘર્ષ અહીંથી શરૂ થયો. જ્યારે જોની લિવરના પરિવારની આર્થિક સ્થિતિ કથળી ત્યારે તેણે પરિવારની સ્થિતિ સુધારવા માટે કામ કરવાનું નક્કી કર્યું.

જોની નાનપણથી જ બોલિવૂડ સ્ટાર્સની ખૂબ જ સારી રીતે નકલ કરી શકતા હતા. જોની લિવર તે દિવસોમાં બૉલવુડ સ્ટાર્સની મિમિક્રી કરીને મુંબઈની શેરીઓમાં પેન વેચતા હતા. જેના લીધે તેમનું ઘર ચાલતું હતું. ત્યારબાદ જોનીના પિતાએ તેમને હિન્દુસ્તાન ફેકટરીમાં કામ કરવા જણાવ્યું.

આ રીતે જોની લીવર કોમેડી કિંગ બન્યા

જોની લિવરનું અસલી નામ જોન પ્રકાશ રાવ જનુમાલા છે. જ્યારે જોની હિન્દુસ્તાન લીવરની ફેક્ટરીમાં કામ કરતો હતો, ત્યારે તે તેની રમૂજ અને કૉમેડીથી લોકોને હસાવતો હતો. ધીરે ધીરે તે અન્ય ફેક્ટરીઓ, કામદારો અને અધિકારીઓમાં ખૂબ લોકપ્રિય થઈ ગયો અને અહીંથી જ તેને ‘જોની લિવર’ નામ મળ્યું.

જોનીએ કામની સાથે-સાથે શો કરવાનું પણ શરૂ કર્યું અને તેને ઓળખ મળી. જોની લિવેરે ફિલ્મ ‘તુમ પાર હમ કુર્બાન’થી બોલીવુડ જગતમાં એન્ટ્રી કરી. આ પછી, ધીરે ધીરે જોનીને ઘણી ફિલ્મો મળવાનું શરૂ થયું અને તેણે સફળતાની સીડી ચઢવાનું શરૂ કર્યું. જોનીએ ફેક્ટરીથી લઈને મોટા પડદા સુધી સંઘર્ષને પાર કર્યો. ‘બાઝીગર’, ‘જુદાઇ’, ‘યસ બોસ’, ‘અનાડી નંબર 1’, ‘કભી ખુશી કભી ગમ’, ‘ગોલમાલ -3’, ‘ગોલમાલ રિટર્ન’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘હાઉસફુલ 4’ જેવી ફિલ્મોમાં  જોનીએ તેની કોમેડી કરીને દરેકને તેના દિવાના બનાવી દીધા છે.

જોનીએ વર્ષ 1984 માં સુજાતા સાથે લગ્ન કર્યા હતા. આજે તેમને બે બાળકો છે, જેમાં પુત્રીનું નામ જેમી જૉન લિવર અને પુત્રનું નામ જૈસી લિવર છે. તેના બંને બાળકો પણ સ્ટેન્ડઅપ કોમેડિયન છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ We Gujjus ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here