આજે કોને ધની ની જરૂર ના હોય કારણ કે આજે મોંઘવારી પણ ખૂબ વધી ગઈ છે અને જે કોઈ વ્યક્તિ નોકરી કરે છે એમને પણ એમના કામ ના પ્રમાણ માં રૂપિયા નથી મળ તા, આજે દરેક વ્યક્તિ પૈસા કમાવવા માટે ખૂબ મહેનત અને સંઘર્ષ કરે છે.
પણ એમને પાસે ધન ટકતું નથી અને એના જ કારણે આ લોકો ને રૂપિયા ઉધાર લેવા પડે છે. જો તમે આમાં સામીલ છો એટલે કે તમારા ઘર માં પણ રૂપિયા નથી ટાંકતા તો તમે પણ આ સરળ ઉપાય થી તમારા અટવાયેલા નાણાં પરત મેળવી શકો છો અને તમારા જીવન માં ક્યારેય ધન ની કમી જોવા નહીં મળે તો હવે જાણીએ આ ઉપાયો વિશે.
જો તમારા ઘર માં પણ કોઈ બરકત નથી આવતી અને ઘર માં મુશ્કેલીઓ હંમેશા રહે છે તો તમે પણ આ સરળ ઉપાય થી એમાં થી છુટકારો મેળવી શકો છો, સૌવ પ્રથમ એક લાલ પોટલી બનાવી તેમાં થોડા ઘઉં અને કેસર ઉમેરી ને એને તમારા મંદિરમાં કે પછી તમે જ્યાં પૂજા પાઠ કરતા હોય ત્યા રાખી દો.
અને બીજા દિવસે જ્યારે તમે આ લોટ દળાવો ત્યારે આ પોટલની વસ્તુ માં 11 તુલસીના પાન ઉમેરીદો આ લોટ ઘરમાં ઉપયોગમાં લેવાથી ઘરમાં બરકત આવશે અને ધન ની મુશ્કેલીઓ દૂર થઈ જશે. પણ તમે એક વાત ખાસ ધ્યાન રાખજો કે આ લોટ શનિવારે જ દળાવવો.
જો તમે પણ ભાડા ના મકાન માં રહેતા હોય અને તમારી પણ ઈચ્છા હોય કે મારું પણ એક પોતાનું ઘર હોય તો તમે પણ આ સરળ ઉપાય થી તમારી આ ઈચ્છા પૂર્ણ કરી શકો છો, બસ તમારે કરવાનું ખાલી એટલું જ કે દર શુક્રવારએ કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું અને રવિવારએ ગાયને ગોળ ખવડાવવો.
આમ જો તમે પણ આ રીતે આ ઉપાય કરશો તો તમારી સંપત્તિ માં વધારો થશે.અને તમારા જીવન માં ઘર માં આવતી નાની મોટી મુશ્કેલીઓ પણ જલ્દી જ દૂર થઈ જશે. તમે આ ઉપરાંત “ઓમ પદ્માવતી પદ્મકુશી વજ્રવજ્રાંપુશી પ્રતિબ ભવંતિ ભવંતિ” મંત્રનો જાપ કરશો તો પણ તમારી આવક માં વધારો થશે.
આજે કોઈ પણ વ્યક્તિ જલ્દી થી કોઈ ને પણ ઉછી ના નાણાં આપીદે છે પણ આ ઉછીના નાણાં એમને પરત ના મળતા હોય તો એ લોકો આ સરળ ઉપાય થી એમને આપેલ નાણાં પરત મેળવી શકે છે.
જો તમે તમારા કોઈ સગા કે સંબંધી ને ઉછી ના નાણા આપ્યા છે અને એ પરત નથી મળતા તો તમે 21 સફેદ કોડીને પીસી તેનું ચૂર્ણ બનાવી તેના દરવાજા બહાર વેખરી નાખો આ ઉપાય 43 દિવસ સુધી કરવો. તમને ધન જલ્દી જ પરત મળી જશે.
જો તમે નોકરી કે ધંધો કરો છો અને તમને એમાં પ્રમોશન એટલે કે બળતી નથી મળતી તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ, અને આ ઉપાય પણ એકદમ સરળ છે.તમારે ખાલી શનિવારના દિવસે પીપળાા ઝાડનું એક પાન તોડી તેની ધૂપ દીપ સાથે પૂજા કરી તમે જે સ્થાન પર બેસતા હોય ત્યાં નીચે રાખી દેવું.
અને તમારે આ ઉપાય સાત દિવસ સુધી કરવા પડશે, અને જ્યારે આ સાત પાન એકત્ર થઈ જાય ત્યારે એને નદી માં વહાવી દેવી. આવા નાના સરળ ઉપાય થી તમને તમારી નોકરી માં જલ્દી જ બળતી મળી જશે અને તમને ઘણા મોટા લાભ પણ થશે.