દેશ ના વડાપ્રધાન દરેક જગ્યાએ તો ફરી શકે તેમ નથી માટે તેઓએ દરેક લોકોની વાત તેમના સુધી પોહચે તે માટે ખાસ યોજના બહાર પાડી છે. વડાપ્રધાન દ્વારા એવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે જેના કારણે દેશ ના નિમ્ન થી નિમ્ન કક્ષા ના વ્યક્તિ ની વાત તેમના સુધી પહોંચી શકે અને તેના આધારે દેશ ની અર્થ-વ્યવસ્થા માં સુધારો લાવી શકાય.હાલની સ્થિતિ ખુબજ નબળી છે ત્યારે આ બાબત ઘણી સારી સાબિત થઈ શકે છે.
આજે અમે તમને આ અંગે વધુ અને વિસ્તારમાં માહિતી આપીશું. મિત્રો તમને ખ્યાલ છે કે પ્રધાનમંત્રી કાર્યાલય એટલે કે પીએમઓ નિયમિત ટ્વીટર ના 125 થી 15 કોમેન્ટસ ની યાદી બનાવે છે. આ એટલા માટે કરવામાં આવે છે કે જેથી નિયમિત કોઈ ને મદદરૂપ બની શકાય.
વાત કરીએ આગળ કે આ કૉમેન્ટ ની યાદી બનાવ્યા બાદ આગળ શું કરવામાં આવે છે.તો આ કેમેન્ટસ ની યાદી ને સીધી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શેયર કરવામાં આવે છે. આ વાત પીએમઓ માં ડેઈલી ના બનતા સોશિયલ મીડિયા ના અહેવાલ પર થી સાબિત થઈ છે.
દૈનિક ભાસ્કર પાસે એપ્રિલ માસ ના તમામ ૩૦ દિવસો નો રીપોર્ટ છે. જેમાં અંદાજિત 1000 થી વધુ પેઈજ ના દસ્તાવેજ નો સમાવેશ થાય છે. આ રીપોર્ટ માં વિશેષ તો દલિત સાંપ્રદાયિક વિષયો સાથે સંકળાયેલી બાબતો પર કરવામાં આવેલી કોમેન્ટો નો ઉલ્લેખ કરવામાં આવે છે. ખાસ કરીને આવી કૉમેન્ટ ને વધુ નિકટતા થી તાપસ કરીને તેને અંગે ચર્ચા કરવામાં આવે છે.
મિત્રો આજે અમે તમને એવી રીતો વિશે જણાવીશું જેના દ્રારા તમે સીધે સીધી તમારી વાત નરેન્દ્ર મોદી સાથે પોહચાડી શકો તો આવો જાણી લઈએ આ રીતો વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેસબુક થી લઈને ટ્વીટર સુધી ના તમામ સોશિયલ મીડિયા પર કાર્યરત રહે છે.
આ ઉપરાંત જો તમારા મન માં કોઈ પ્રશ્ન હોય તો તમે www.pmindia.gov.in/en/interact-with-honorable-pm/ પેઈજ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી અને ત્યાર બાદ લોગ-ઈન કરીને તમારી સમસ્યાઓ જણાવી શકો છો. આ એક ઓફિશીયલ વિભાગ છે જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરવા માટે બનાવાયો છે. માટે તમે અહીં તમારી તમામ સમસ્યો નું સમાધાન મેળવી શકો છો.
મિત્રો આ હતી એક રીત હોવી જાણી લઈએ બીજી રીત વિશે તો બીજી રીતે એવી છે કે તમે તમારી સમસ્યા એક પત્ર માં લખી આ પત્ર ને માનનીય પ્રધાનમંત્રી ના ઓફિશિયલ એડ્રેસ પર મોકલી શકો છો, એક રીપોર્ટ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને નિયમિત ૨ હજાર થી વધુ પત્રો સમગ્ર દેશ માંથી પ્રાપ્ત થાય છે. પત્ર મોકલવામાટે તમારે ખાસ તેમનું સાચું એડ્રેસ જોઈશે તો આવો જાણીએ લઈએ તેમનું સાચું એડ્રેશ.
વડાપ્રધાન મોદી નું સાચું એડ્રેસ વેબ ઈન્ફોર્મેશન મેનેજર, સાઉથ બ્લોક, રાયસીના હિલ, નવી દિલ્હી : ૧૧૦૦૧૧, ફોન નંબર : ૨૩૦૧૨૩૧૨, ફેકસ ૨૩૦૧૯૫૪૫, ૨૩૦૧૬૮૫૭. આ સિવાય તમે ઓનરેબલ પ્રાઈમ મીનીસ્ટર ઓફ ઈન્ડિયા,૭ રેસકોર્સ રોડ નવી દિલ્હી લખીને પણ પત્રક પહોંચાડી શકો છો.આવો આગળ જાણીએ તેના વિશે વિગતે.
મિત્રો તમે અન્ય પણ ઘણી જગ્યાએ જઈને વડાપ્રધાન સાથે વાત કરી શકો છો તો આવો અન્ય રીતો પણ જાણી લઈએ.મિત્રો તમે યુ-ટયુબ ના માધ્યમ થી પણ પી.એમ. સાથે સંપર્ક કરી શકો છો. Narendra modi’s youtube channel પર જઈને તમારે જે પણ મંતવ્યો રજૂ કરવા હોય અથવા જે કંઈપણ પૂછવુ હોય તે મેસેજ દ્વારા પૂછી શકો. Narendra modi Facebook page તથા fb.com/pmoindia પર જઈને તમે ફેસબુક ના માધ્યમ થી પણ તમારી વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચાડી શકો છો. હવે નક્કી તમારે કરવાનું છે કે તમે કયા માધ્યમ નો આશરો લઈને તમારી વાત તમે મોકલો છે તેનો આધાર છે.
મિત્રો વડાપ્રધાન ના નામની ઘણી વેબસાઈટ છે જેમાં પણ તમે તમારાં મંતવ્ય રજૂ કરી શકો છો. આ સિવાય Namo નામ ની એક એપ્લિકેશન પણ તમે તમારા સ્માર્ટફોન માં પ્લે સ્ટોર ના માધ્યમ થી ડાઉનલોડ કરી શકો અને તમારી વાત પ્રધાનમંત્રી સુધી પહોંચાડી શકો છો. તો મિત્રો આ રીતે તમારે દરેક વાત વડાપ્રધાન સુધી પોહચાડી શકો છો તમને તેનો પોઝીટીવ રએપ્લાય મળશે.
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ We Gujjus ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.