જો તમે પણ દુબળા પાતળા શરીર થી પરેશાન છો, તો કરો આ 5 વસ્તુઓ નું સેવન, થોડા જ સમય માં વધી જશે તમારું વજન

આજે જોવા જઈએ તો ઘણા એવા લોકો છે જેમના સરીર પર ખાલી હાડકા જ દેખાય છે અને એ પોતાના આવા સરીર ખૂબ હેરાન થાય છે. અને આવા સરીર ના કારણે એમને નોકરી શોધવા માં પણ ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. પણ હવે તમારે ચિંતા કરવા ની જરૂર નથી આ વસ્તુ ના સેવન થી થોડાં જ સમય માં વધી જશે તમારું વજન.

1. બટાકા

બટાકા સ્વાદની સાથે સાથે બટાકા આપણા આરોગ્ય અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. વિટામીન બી.સી આયરન, કેલ્શિયમ. મૈગનીઝ ફોસ્ફરસ જેવા પોષક તત્વોથી ભરપૂર હોવાની સાથે સાથે બટાકામાં અનેક એવા ચમત્કારી ગુણ પણ જોવા મળે છે.

બટેટામાં કાર્બોહાઇડ્રેટની સારી એવી માત્રા હોય છે બટેટા ખાવાથી શરીર વધે છે તેને ખાવાની યોગ્ય રીત બાફીને તેને દુધ સાથે લેવાની છે. જેનાથી જલ્દી ફાયદો થાય છે.કોઈપણ બીજા શાકભાજી કરતાં બટાકામાં પોટેશિયમ વધુ છે.

બટાકામાં કેળા કરતાં પણ વધુ પોટેશિયમ મળી રહે છે. એક બટાકામાં લગભગ 900 મીલીગ્રામ પોટેશિયમ મળી રહે છે. જે તમારી રોજની જરૂરિયાત કરતાં 20 % વધારે પૂરી પાડે છે.

દાડમ

દાડમનો રસ વિટામિન્સનો સારો સ્રોત માનવામાં આવે છે. ફોલિક એસિડ વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઇ પણ દાડમમાં રહેલું હોય છે. બ્લડપ્રેશર અને પાચનની સમસ્યા સિવાય અન્ય બીમારીઓનો ભોગ બનેલા લોકો માટે પણ ફાયદાકારક છે.

દરરોજ દાડમના રસનું સેવન કરીને હિમોગ્લોબિનનું સ્તર જાળવી શકાય છે. વિટામિનનો સ્ત્રોત કહી શકાય જેમાં શરીરમાં લોહી બનાવવાના ગુણો સમાયેલા છે. સ્વાસ્થ્ય સલાહકારોની નજરે આ એક યોગ્ય ફળ છે. દાડમ પ્રીમેચ્યોર ડિલીવરીનું જોખમ ઘટાડે છે. એવું પણ કહેવામાં આવે છે કે દાડમમાં વિટામીન સી ને દૈનિક જરૂીયાતના 48 ટકા તે તમને આપી શકે છે. દાડમ પોટેશિયમમાં પણ સમૃદ્ધ છે

બદામ

એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર બદામનું સેવન તનાવ દૂર કરવામાં મદદ કરે છે. તેને ખાવામાં દિમાગ રિલેક્સ હોય છે. જેથી તમે તનાવથી બચી શકો છો. તે સિવાય તેના સેવનથી ડિપ્રેશનની સમસ્યાથી પણ બચાવે છે.

પાંચ બદામ રાત્રે પાણીમાં પલાળીને રાખવી સવારે તેની છાલ ઉતારી પીસી દેવુ ત્યાર બાદ ૩૦ ગ્રામ માખણ તેમજ મિગ્રી લગાડી રોટલી સાથે ખાવુ. જો તમારે વજન વધારવું હોય તો રોજ રોટલી સાથે દૂધ ખાવું બદામમાં અનેક વિટામીન અને મિનરલ્સ હોય છે.

બદામ વિટામીન ઈ, ઝિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને ઓમેગા 3 ફેટી એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. આ તમામ પોષક તત્વોનો પૂરેપૂરો ફાયદો શરીરને મળી શકે તે માટે બદામને રાતે પલાળીને રાખવાની વાત કરાઈ છે.

ધી

દેશી ઘી શરીર માં જમા થયેલ ફેટ ને બાળી ને વિટામીન માં પરિવર્તિત કરવા નું કાર્ય કરે છે, જેનાથી તમારું ભોજન જલ્દી પચી જાય છે અને વજન મેઇન્ટેઇન રહે છે. એ સિવાય અલ્સર, કબજિયાત અને પાચન ક્રિયા માં કોઈ પણ પ્રકાર ની પરેશાની થવા પર દેશી ઘી ખુબ જ પ્રભાવશાળી સાબિત થાય છે.

ખૂબ જ ફાયદેમંદ તેમજ આવશ્યક ઉપચાર ‘ઘી’ છે. વજન વધારવાં માટે રોટલી તેમજ દાળમાં ઘી નાખી ખાવા માટે લેવું. ઘી ખાવાથી સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે. ઘીમાં અનેક વિટામિન્સ રહેલા છે, જેવા કે વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ વગેરે.

પનીર

સ્વાદ સાથે સાથે પ્રોટીન ધરાવતુ પનીર ખૂબ જ લાભદાયી છે. માટે જો તમારે વજન વધારવુ હોય તો નિયમિત પનીર ખાવાનું શરુ કરી દો, પનીરમાં હાઇ-પ્રોટીન હોય છે જે શરીરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, વધારીને દાંત અને હાડકાઓને મજબુત કરે છે. તથા આનાથી જોડો (સાંધામાં) ના દુખાવમાં પણ રાહત મળે છે.

ઓમેગા-3 ફેટિ એસીડ થી સમૃદ્ધ પનીર ડાયબીટિઝ સામે અત્યંત અસરકારક રીતે લડાઈ આપે છે. નિષ્ણાતોનું કહેવું છે કે પનીર ટાઇપ 1 અને ટાઇપ 2 ડાયબીટિઝ બંને માટે અસરકારક સાબિત થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here