હાર્દિક પટેલની આ વાતને હું સંપૂર્ણપણે સમર્થન આપું છુંઃ જિજ્ઞેશ મેવાણી

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ હાર્દિકને મળવા માટે પહોંચી ગયા હતા. જ્યાં તેમણે હાર્દિક પટેલેને મળી તેના ઉપવાને સમર્થન આપ્યું હતું.

ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ અને પાટીદારોને અનામતનો લાભ મેળ એ માટે પાસ કન્વીનર હાર્દિક પટેલ અમદાવાદના પોતાના નિવાસ સ્થાન ગ્રીનવુડ રિસોર્ટમાં આરણાંત ઉપવાર ઉપર બેઠો છે. ત્યારે તેના ઉપવાસને સમર્થન આપવા માટે પાટીદાર આગેવાનો સહિત રાજકીય નેતાઓ ઉમટી પડ્યા છે. ત્યારે બપોર બાદ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ હાર્દિકને મળવા માટે પહોંચી ગયા હતા. જ્યાં તેમણે હાર્દિક પટેલેને મળી તેના ઉપવાને સમર્થન આપ્યું હતું. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપર શાબ્દીક પ્રહાર પણ કર્યા હતા.

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે “ખેડૂતોના દેવા માફી મુદ્દે આમરણાંત ઉપવા માટે બેસવું પડે તે માટે નરેન્દ્રભાઇ અને રૂપાણીને લાજી મરવાનો વિષય છે. હું નરોડા અસારવા રહું છું ત્યાંથી લઇને અહીં સુધી આખા રસ્તાઓ ઉપર હજારો પાટીદારોને રોકવામાં આવી રહ્યા છે. નરેન્દ્રભાઇ સદભાવના ઉપવાસ કર્યા ત્યારે તેમના ઉપવાસમાં ખરાબ લોકોને પણ આવવા દેવાની છૂટ હતી. તો પાટીદાર ભાઇઓ-બહેનોને કેમ રોકવામાં આવી રહ્યા છે ”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ખુબ જ ખરાબ પ્રકારનું ગુજરાત સરકારનું વલણ છું. સરકાર કહેશે તો પોલીસને ફિલ્ડ ઉપર ઉતરવું જ પડશે. પરંતુ ગમે તેમ કરીને હાર્દિક પટેલને રોકવો, તેના અવાજને દબાવવો તેની સાથે ખરાબ વર્તન કરવું, તેના સાથીઓને દબાવવા જ્યારે મરજી આવે ત્યારે રાષ્ટ્રદ્રોહનો કેસ કરવો. મને લાગી રહ્યું છે કે ક્યાંકના ક્યાંક પાટીદાર સમાજ તરફ ગુજરાતની સરકારનો બાયસ રૂ થતો દેખાઇ રહ્યો છે.

બધાજ આંદોલનકારીઓ સાથે પણ તેનો બાયસ ઉભો થયો છે. કોઇ વ્યક્તિ પોતાના ઘરમાં બેસીને ઉપવાસ કરવાની વાત કરે તો પણ તેને રોકવો આતો એક પ્રકારે ટોર્ચર છે. લોકતંત્ર અને બંધારણનું ગળું દબાવવા જેવી વાત છે. અનામત અંગે રૂપાણી સરકારને તકલિફ હોઇ શકે પરંતુ ખેડૂતોના દેવા માફીમાં રૂપાણી સાબેહને શું તકલિફ હોઇ શકે? હાર્દિક પટેલની આ વાતથી હું સપૂર્ણપણ સમર્થન આપું છું”

ઉલ્લેખનીય છે કે, પાસ કન્વીનર હાર્દિક પટેલ આજથી એટલે કે શનિવાર 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ શરૂ કરી દીધા છે. ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે અને પાટીદાર સમાજને અનામત મળે તેવી બે મુખ્ય માંગણી સાથે હાર્દિક આજથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. હાર્દિક પટેલ પોતાના ઘરે જ ઉપવાસ પર બેઠો છે. બીજી તરફ હાર્દિકના ઉપવાસને પગલે તેના ઘર ગ્રીનવુડ રિરોર્ટ બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પોલીસે રિસોર્ટ બહાર બેરિકેડ લગાવી દીધા છે. અહીં આવતા તમામ વાહોનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here