જેસલમેર નું આ એક ડરાવનું ગામ “કુલધરા” ખૂબ જ રોચક છે એની કહાની, વાંચી ને તમે પણ હેરાન થઈ જશો

કુલધરા ભારત ના રાજસ્થાન જિલ્લા ના જેસલમેર નું ગામ છે વર્ષો સુધી કુલધારા ગામ ની છાપ ભૂતોના વાસ તરીકે બનેલી હતી અને રાજસ્થાન સરકારે પણ આ જગ્યા ને ટુરિઝમ માટે ખુલ્લી મુકવાનું વચાર્યુ હતું. જેસલમેર ના એક ભયાનક ગામ કુલધારા કહાની.

2 દેવાળી શિલાલેખો પર અંકિત કરાયેલ સંકેત ના આધારે કુલધારા ગામ સ્થાપના 13 મી સદી માં બ્રાહ્મણોએ કરી હતી જે પાલી થી જેસલમેર ક્ષેત્ર માં રહેવા આવ્યા હતા પાલીથી આવેલા આ બ્રાહ્મણો ને પાલીવાલ કેહતા 1899 માં લક્ષ્મીચંદ્ર દ્વારા લખાયેલ પુસ્તક તારીખે જેસલમેર ના મુજબ કુલધારા ગામ માં વાસનાર પહેલો પાલીવાલ બ્રા હ્મણ નૂ નામ કાધન હતું.

ગામના ખંડેરો માં ઘણા દેવાળી શહીદ સ્મારક ની સાથે સાથે ત્રણ સ્મશાન ના મેદાન પ ણ હતા. 19 મી સદી ની ઘટના ના લીધે આ ગામ એક નિર્જન જગ્યા માં પરિવર્તિત થઈ ગયું 20 મી સદી માં બતાયા ગયા કારણો અનુસાર ગામ નું નિર્જન થવા નું કારણ પાણી ની કસર અને સલીમસિંહ નામના એક દીવાન નો જુલ્મ હતો.

1815 માં ગામ ના ઘણા કુવા સુકાઈ ગયા હતા 1850 માં અહીં 1 કદમ કૂવો અને બે ઉડા કુવા ચાલુ હતા ગામમાં ખાલી એક જગ્યાએ જ પાણી સ્થિર જમા હતું બાકી બધી નદીઓ અને કુવા સુકાઈ ગયા હતા ગામમાં પૂરું પાણી ન હોવાથી ખેતી કરવાનું મુશ્કેલ થયું હતું અને ઉપર થી જેસલમેર રાજ્ય મહેસુલ ની માગણી કરતું.

આ પરિસ્થિતિ ના કારણે પાલીવાલ બ્રાહ્મણો એ કુલધારા ગામ છોડી દીધું સ્થાનિક લોકો ના કેહવા મુજબ જેસલમેર ના નિર્દયી દીવાન સલીમ સિંહ ગામ વાળા જોડે જબર જસ્તી વધારે મહેસુલ વસૂલ કરતો હતો. જેવું કે પેહલા બતાવ્યું છે કે ઐતિહાસિક તથ્યો અનુસાર ગામની જનસંખ્યા સમય પ્રમાણે ઓછી થતી ગઈ.

17-18 મી સદી માં જનસંખ્યા 1588 હતી જે 1815 માં 800 થઇ અને 1890 માં માત્ર 37 થઈ ગઈ હતી જ્યારે ભૂતપૂર્વ જાણકારો મુજબ ગામ ના માણસો એ કંટાળી ને રાતો રાત ગામ છોડી દીધું હતું એનાથી જોડાયેલ કહાની મુજબ કપટી મંત્રી સલીમસિંહ એક સ્ત્રી ના પ્રેમ માં પડ્યો હતો.

મંત્રી એ પોતાના સૈનિકો મોકલી જબરજસ્તી એ સ્ત્રી ને પોતાની પાસે લાવવા કહ્યું. 2017 માં એબી રોય દ્વારા વર્તમાન વિજ્ઞાન નો કરાયેલ અભ્યાસ મુજબ ભૂકંપ ના લીધે કુલ ધારા અને એની આજુ બાજુના ગામ નાશ થઇ ગયા લેખકો ના અનુસાર ગામના પડી ગયેલા મકાનો ને ભૂકંપ ના પુરાવા માટે બતાવ્યા છે.

કુલધારા ગામ એક પર્યટક સ્થળ

સ્થાનિક લોકો ના અનુસાર જ્યારે પાલીવાલ ગામ છોડી ને જઇ રહ્યા હતા ત્યારે તેમણે શ્રાપ આપ્યો હતો કે કોઈ બીજું અહીં હક નઈ જમાવી શકે એના પછી જે લોકો એ પણ અ હીં રેવાનું વિચાર્યું તેમને કેટલીય વિચિત્ર ઘટનાઓ નો સામનો કરવો પડ્યો આ કારણ થી આ ગામ ઉજ્જડ ને ઉજ્જડ જ રહ્યું.

એના પછી ધીરેધીરે આ ગામે ભૂતિયા ગામ તરીકે પોતાની ઓળખ કરી લીધી એનાથી ઘણા પ્રવાસીઓ તેની તરફ આકર્ષિત થવા લાગ્યા ગામની આજુ બાજુના સ્થાનિક લોકો ને આ ભૂતિયા વાતો પર જરા પણ ભરોસો નહતો પરંતુ પ્રવાસીઓ ને આકર્ષિત કરવા માટે આવી વાતો નો પ્રચાર કરતા રહેતા.

2006 માં વનસ્પતિ ના અધ્યન માટે અહીં જુરાસિક કૈક્ટ્સ પાર્ક ની સ્થાપના કરી હતી. 2010 માં ભારતની મિડલકલાસ સોસાયટી ના ગૌરવ તિવારી એ અહીં અસાધારણ પ્રવૃત્તિ ને પણ જોઈ છે સોસાયટી ના 18 સભ્યોએ બીજા 12 સભ્યો સાથે એક રાત પણ વિતાવી હતી એમણે દાવો કર્યો છે કે રાત્રે ફરતા પડછાયા, ડરાવાની અવાજો, બોલતી સ્ત્રીઓ અને બીજી ઘણી અસાધારણ પ્રવુતિ જોઈ હતી.

2011 માં સૈફ અલી ખાન ની એજન્ટ વિનોદ ફિલ્મ ના થોડાક દ્રષ્યો શુટીંગ અહીં થયું હતું ફિલ્મ કમ્પની એ શુટીંગ માટે અહીં એક નવા સેટ નું નિર્માણ કર્યું હતું એમણે પડી ગયેલી દીવાલો પર ઉર્દુ શબ્દો અને તાલિબાન ના સિક્કા થઈ રંગી દીધું હતું ઘણા સ્થાનિક લોકો એ ઐતિહાસિક વિરાસત ની છેડછાડ કરવા માટે વિરોધ પણ કર્યો હતો પરિણામ સ્વરૂપ માં રાજસ્થાન સરકારે શુટીંગ અધવચ્ચે જ બંધ કરાવી દીધી.

સાલ 2015 માં રાજસ્થાન સરકારે આ જગ્યા ને પર્યટન સ્થળ ના રૂપે વિકસિત કરવાનો નિર્ણય લીધો હતો આ પ્રોજેકટ ને સામાજિક વ્યતિગત ના લીધે જીંદલ સ્ટીલ ને સોંપ્યું હતું એમની યોજના માં પ્રવાસીઓ માટે કૈફે, ખુરશીઓ, અને રાત્રી રોકાણ માટે કોટેજ નું નિર્માણ અને ખાવા પીવાની દુકાનો પણ ખોલવાનો હતો. નોટ -કુલધારા ગામની જાણ કારી માટે આ લેખ લખ્યો છે તમે તેના પર વિશ્વાસ કરો કે અંધવિશ્વાસ એ તમારા પર નિર્ભર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here