આજની આ ભાગદોડ ભર્યા જીવનમાં લોકો પોતાના કામમાં અથવા પૈસા કમાવવામાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી જેથી તેમને જમવાનો પણ સમય મળતો નથી તેથી લોકો બહારનું ખાય છે અથવા તો ફાસ્ટફૂડ ખાય છે આ બધું ખાવાથી મોટાપો વધે છે અને મોટાપો વધવાથી ગંભીર બિમારીઓ થવાની સંભાવના છે અમે તમને આ લેખમાં જણાવીશું કે મેદસ્વિતાથી કઈ રીતે કેન્સર થાય છે.
ઉંચાઈ અને વજનના જે ધારા-ધોરણો નક્કી કરાયા છે તેનાથી વધારે વજન હોય તો તે ચરબીની નિશાની ગણાય છે જેને મેદસ્વિતા કહે છે.મેદસ્વિતાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારનાં નુકસાન થાય છે. તેનાથી કેન્સર થવાનું જોખમ વધે છે. અમેરિકાના ડેન્માર્કમાં થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.
ઇન્ટર્નલ મેડિસીન નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં આ રિસર્ચ મુજબ મેદસ્વિતાને લીધે કેન્સર સહિત ડાયાબિટીસ, સ્ટ્રોક અને હાર્ટ અટેક આવવાનું જોખમ પણ વધે છે. મેદસ્વિતા વ્યક્તિને અનેક રોગોના ભોગી બનાવે છે. મેદસ્વિતા સમગ્ર વિશ્વ માટે પડકારરૂપ છે. ઓબેસીટી માત્ર વધારે પડતુ ખાવાને લીધે જ નથી થતી, પરંતુ તે થવાના અનેક કારણો છે.
સંશોધનો દર્શાવે છેકે મોટાભાગે ઓબેસિટી પાછળનું જવાબદાર કારણ જીનેટિક હોય છે.એકવાર આ સમસ્યા ઉભી થાય તે પછી ડાયેટિંગ અથવા કસરત જેવી બાબતો પણ તેને ધારી અસર કરતી નથી ડેન્માર્કની આર્હુસ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં આ રિસર્ચમાં વર્ષ 1977 થી 2016 સુધી વોલન્ટિયર્સ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાંથી 3 લાખથી વધારે લોકો મેદસ્વિતા ધરાવતા હતા. રિસર્ચ દરમિયાન તેમાંથી 20,706 લોકોને કેન્સર થવાનું માલુમ પડ્યું હતું.
આ તમામ લોકોની ખાવાની આદતો, વજન સહિતનાં અનેક પરિબળોનું અવલોકન કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં પુરવાર થયું કે મેદસ્વિતાને લીધે કોઈ પણ પ્રકારનાં કેન્સરનું જોખમ 12% વધી જાય છે.રિસર્સ મુજબ અમેરિકામાં રહેતા દર 3માંથી 1 વ્યક્તિ મેદસ્વિતા ધરાવે છે.
રિસર્ચમાં એમ પણ પુરવાર થયું કે કેન્સર થવા પાછળ કેટલીક હદ સુધી પ્રદૂષણ પણ જવાબદાર છે .વજન ઘટાડવા માટે લોકો નીતનવા અખતરા કરે છે. ખોરાકમાં નિયંત્રણની સાથે નિયમિત કસરત કરે છે પણ તેમના વજનામાં કોઈ ખાસ ફેર પડતો નથી ત્યારે તેમને ખ્યાલ નથી હોતો કે તેઓ શરીરને કેટલું નુક્સાન કરી રહ્યાં છે. બેરિયાટ્રિક સર્જરી દ્વારા વ્યક્તિ વજન ઘટાડી તેને લાંબા સમય સુધી જાળવી રાખી શકે છે.