જે જીવન માં કઈ કરવા માગે છે એમના માટે ખૂબ કામ માં આવશે આ “મોરલ સ્ટોરી” એક વાર જરૂર વાંચજો…

ઉડવા સંબંધિત તમામ નિયમો અનુસાર,મધમાખીમાં ઉડવાની ક્ષમતા હોતી નથી,તેમ ની પાંખો એટલી નાની હોય છે કે તેઓ તેમના ભારે શરીરનું વજન ઉઠાવી શકતા નથી, તેમ છતાં,મધમાખી ઉડે છે કારણ કે,મધમાખીને કોઈ ફરક પડતો નથી કે માણસ શું વિચારે છે.

આ કહેવત થી આવુ સામે આવ્યું છે કે મધુમાખી અને બાકીના બીજા પ્રાણીઓ ને બીજા શું વિચારે છે તેનાથી કોઈ ફરક પડતો નથી.પરંતુ મનુષ્યની આ જ આદત એ બધી સમસ્યા ઓનું મૂળ છે લોકો આપણા વિશે શુ કહેશે લોકો શું વિચારશે,આ વિચારસરણીને લીધે આ પણે ખુલ્લેઆમ અને આત્મવિશ્વાસ સાથે કંઈ કરી શકતા નથી.

કારણ કે આપણે કોઈ પણ કાર્ય કરતા પહેલા દસ વાર લોકો ના વિશે વિચાર કરીએ છીએ અને જો આપણે કંઇક કરીશું અને તેમાં આપણે સફળતા ના મળી તો મારા મિત્રો, સંબંધીઓ,પડોશીઓ,મારા પરિચિતો આ ડરને કારણે આપણે કોઈપણ કામ કરવામાં અચકાતા હોય છે.

પરંતુ જો મારે જીવનમાં કોઈ મોટું કામ કરવું હોય તો મારે લોકો વિશે વિચારવાનું બંધ કરવું પડશે.હું તમને એક વાર્તા કહુ એક દિવસ એક વ્યક્તિ સવારે ચાલવા ગયો, તેણે કોઈ છોકરાને ગલીમાં કચરો ઉપાડતો જોયો,ત્યાં બે-ચાર કુતરાઓ તેની પર ભસતા હતા.

આ માણસે એક વાત નોટિસ કરી કે ભસતા કુતરાઓ નો છોકરા ના ચહેરા પર ન તો કોઈ ડર હતો કે છોકરાએ તે કૂતરાઓ પર કોઈ ધ્યાન આપ્યું તે છોકરો ફક્ત કચરો ઉપાડવાનું પોતાનું કામ કરી રહ્યો હતો.

જ્યારે તે છોકરો ત્યાંથી બીજી ગલીમાં ગયો ત્યારે બીજી ગલીના કૂતરાઓ પણ તેની પર ભસવા લાગ્યા અને ત્યાં પણ તે છોકરો કૂતરાનું ધ્યાન લીધા વિના પોતાનો કચરો ઉપાડ વાનું કામ કરતો રહ્યો.છોકરાએ કચરો ઉપાડ્યો અને બે-ચારસો રૂપિયા કમાઇ લીધા અને ભસવા વાળા ભસતા રહી ગયા.

તો મિત્રો,જો આપણે પણ આ વિચાર આપણી જિંદગીમાં ઉતારીએ તો કદી પાછળ રહીશું નહી અને જો આપણે લોકોની વિચારસરણીને ધ્યાનમાં રાખીને આપણું કાર્ય કરીશુ તો નહી કરી શકીએ.એક કહેવત છે,સાંભળો દરેકનું કરો મનનું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here