ચર્ચિત નારો: જય જવાન જય કિસાન કેવી રીતે આવ્યો વાંચો તેની પાછળની કહાની

હાલના સમયમાં કેટલાય રાજનેતાઓ એક નારો વાપરે છે પોતાની સભાઓ માં એ ચાહે નરેન્દ્ર મોદી હોઈ કે રાહુલ ગાંધી, ચાહે અમિતભાઇ ચાવડા હોઈ કે જીતુ વાઘાણી, એ નારો છે જય જવાન જય કિસાન પણ આ નારો ક્યાંથી આવ્યો એ સવાલ સ્વાભાવિક રીતે તમને કોઈને પૂછવાનું મન થતું હશે તો આજે અમે તમને એ વિશે જણાવીશું.

જબ પાક. કો હરાયા, અમેરિકાને ગેંહુ રોકા તો શાસ્ત્રીજી લાયે યહ નારા

જય જવાન – જય કિસાન આ નારો 1965 માં પ્રચલિત હતો તત્કાલીન PM શાસ્ત્રીએ પ્રજાની દરેક ખાલી જમીન પર ખેતી કરવાની અપીલ કરી હતી. એ વખતે તેમણે પણ સરકારી મકાનના બગીચામાં શાકભાજી ઊગાડવાનું શરૂ કરી દીધું હતું.

નારાની શરૂઆત આ રીતે થઈ…

ભારત-ચીનના 1962 ના યુદ્ધથી દેશ આર્થિક રીતે નબળો પડી ગયો હતો. એ વખતે લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા અને દેશમાં ખાદ્યાન્નની અછત હતી. પછી આ‌વ્યું 1965 નું વર્ષ અને ત્યારે ચોમાસું પણ નબળું રહ્યું. દુકાળ જેવી જ સ્થિતિ હતી. આ દરમિયાન પાંચમી ઓગસ્ટ, 1965 ના દિવસે 30 હજાર પાકિસ્તાની સૈનિક એલઓસી પાર કરીને કાશ્મીરમાં ઘૂસી ગયા. ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો. છઠ્ઠી સપ્ટેમ્બર, 1965 ના રોજ ભારતીય સેનાએ લાહોર કબજે કરી લીધું. પાકિસ્તાનની 90 ટેન્કો ધ્વસ્ત કરી દીધી. આ એ સમય હતો જ્યારે આપણે અમેરિકાની પીએલ-480 સ્કીમ હેઠળ મળતા લાલ ઘઉં ખાવા પડતા હતા.

જો યુદ્ધ નહીં રોકાય તો ઘઉંની નિકાસ બંધ કરી દઈશું

દરમિયાન અમેરિકન પ્રમુખ લિન્ડન જ્હોન્સને શાસ્ત્રીજીને ધમકી આપી કે જો યુદ્ધ નહીં રોકાય તો ઘઉંની નિકાસ બંધ કરી દઈશું. શાસ્ત્રીજીએ કહ્યું કે, બંધ કરી દો. એટલું જ નહીં, તેમણે અમેરિકાથી ઘઉં લેવાનો જ ઈનકાર કરી દીધો. એ પછી ઓક્ટોબર 1965 માં દશેરાના દિવસે દિલ્હીના રામલીલા મેદાનમાં શાસ્ત્રીજીએ પહેલીવાર ‘જય જવાન-જય કિસાન’ નો નારો આપ્યો.

શાસ્ત્રીજીએ લોકોને અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાનું કહ્યું અને પોતે પણ ઉપવાસ ચાલુ કર્યા. બે વર્ષ પછી 1967 માં ચોથી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને પ્રચંડ સફળતા મળી. દેશની કુલ 520 લોકસભા બેઠકમાંથી કોંગ્રેસને 283 બેઠક મળી હતી.

અને આ રીતે બદલાયો નારો.

રાજસ્થાનના પોખરણમાં 1998 માં પરમાણુ પરીક્ષણ પછી તુરંત જ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈએ ફરી એકવાર શાસ્ત્રીજીના આ નારાને નવું રૂપ આપતા કહ્યું કે: ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.’

અઠવાડિયામાં એક ભોજન છોડો.

જ્યારે અમેરિકા સામે આવી કટોકટી ચાલુ હતું ત્યારે દેશના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી એ દેશને એક અપીલ કરી જેમાં અઠવાડિયામાં એક ટંક નહીં જમવાનું કહ્યું (આખા દેશના 50% લોકો જો એક સમયનું અનાજ બચાવે તો કેટલું થાય ??)

જેના લીધે દેશમાં અનાજ ની ખોટ ઓછી થવા લાગી અને આપણે વિદેશોમાંથી જે અનાજ મંગાવતા તે પણ આપણે ઓછું કરી દીધું. હાલ માં હજુ પણ મેં એવા લોકો જોયેલા છે જે સોમવારે સાંજે નથી જમતા, આવાજ એક અમારા ઘરમાં મારા દાદા હજુ કરે છે.

શુ આજ ના સમય કદાચ નરેન્દ્રભાઈ મોદી આવી અપીલ કરે તો કેટલા લોકો વિરોધ કરે ? વિચારો. લાલ બહાદુર શાસ્ત્રી જેવા વડાપ્રધાન ને આખો દેશ માનતો હતો, તેમને સેના અને ખેડૂતને આગળ લાવવામાં ખૂબ મદદ કરી છે.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here