જાણો સૂર્યદેવના 15 નામોની મહિમા અને એમના જન્મની આ રોચક કહાની એક વાર જરૂર વાંચજો…

શું ધરતી પર ભગવાન છે જો હું આ સવાલ કોઈ ધર્મ પ્રેમી માણસ ને પૂછું તો કહેશે કે ભગવાન છે એટલે જ તો જીવતા છીએ અને આજ સવાલ કોઈ અધર્મી ને પૂછું તો કહેશે કે ધરતી પર ભગવાન નું કોઈ અસ્તિત્વ નથી જવાદો આપણે વેટ કરીએ સૂર્યદેવ ની જેમનો જન્મ અનોખો છે ને ધરતી પર રાત દિવસ એમની ભૂમિકા અલગ છે માંનવમા આવે છે.

કે સૂર્ય અને ચંદ્ર જ અમારા રાત દિવસ ના નિર્માતા છે આમતો સૂર્ય દેવ ની ઉત્પતિ એક ખાસ તરીકા થી થઈ છે એટલે અમે સુર્ય દેવની ઉત્પતિ અને જન્મ કેવી રીતે થયો હતો એના પાછળની કહાની બતાવીશું સાથમાં સૂર્ય દેવના નામોનું વર્ણન પણ અમે આ આર્ટિકલ માં કરીશુ.

સૂર્ય દેવનો જન્મ કેવી રીતે થયો

પુરાણો ની અનુસાર બ્રહ્મા ના પુત્ર મરિચિ ને તેમના પુત્ર મહર્ષિ કશ્યપ હતું જાણવા મળ્યું છે કે તેમનું લગ્ન દક્ષ પ્રજાપતિ ની બે પુત્રીઓ સાથે થયો એક નું નામ દીતી અને બીજી અદિતિ હતું. દીતીની કૂખ થી જે પુત્રો નો જન્મ થયો એ અસુરો હતા ને અદિતિ ની કૂખથી દેવતાઓ એ જન્મ લીધો હતો આમાં અસુરો અને દેવતાઓ હમેશા લડતાં રહેતા એ અસુરો ની માંતા ને પણ પસંદ ન હતું.

ને દેવતાઓ ની માતા ને પણ પસંદ ન હતું એટલે દેવતાઓની માતા અદિતિ એ બ્રહ્મા ની ઉપાસના કરી ને વરદાન લીધું કે તેઓ એમની કૂખ થી જન્મ લે. 9 મહિના પછી અ દિતિ ના કુખે એવા પુત્ર એ જન્મ લીધો કે જેનું તેજ એટલું હતું કે એનું તેજ કોઈ ના સહન ન થતું એનાથી અસુરો ને મુક્તિ મળી ને તેમનું નામ સૂર્ય દેવ પડ્યું જો મારા શબ્દો માં કહું તો સૂર્ય દેવ બ્રહ્મા નું જરૂપ છે આમતો સૂર્ય દેવની ઉત્પતિ પાછળ ઘણી કહાનીઓ છે.

સૂર્ય ને ક્રૂર દેવતા પણ કે છે

સૂર્ય નો જયારે જન્મ થયો ને માતા કહેવાથી તેમને અસુરો નો નાશ કર્યો એટલે તેઓ ક્રૂર કહેવાય કઈક લોકો નું કહેવું એમ પણ છે કે સૂર્ય પાપી છે પણ ધર્મશાસ્ત્રોમાં સૂર્ય દેવ ને ક્રૂ ર કહ્યા છે પણ પાપી નઈ.એમ તો પુરાણો માં સૂર્ય દેવ ના અનેક નામો જણાવ્યા છે અમે નીચે સૂર્ય દેવ ના નામ અને એમની મહિમા નો ઉલ્લેખ કર્યો છે.

વિકર્તન

સૂર્યનું નામ વિકર્તન એટલે છે કે તેઓ વિકટોને દૂર કરે છે એટલે સૂર્ય નું નામ વિકર્તન પડ્યું કેવાય છે કે દેવો પર જ્યારે કોઈ પણ પ્રકારનું વિકટ આવે તો સૂર્યદેવનું સ્મરણ કરતા.

ત્રિલોકેશ

કે છે કે સૂર્ય દેવ ના તેજથી ત્રણે લોક પ્રકાશિત થાય છે એટલે દેવોએ એમનું નામ ત્રિલો કેશ રાખ્યું ત્રિલોકેશ નો અર્થ ત્રણ લોક ને પ્રકાશિત કરવા વાળા એમ થાય છે.

આદિત્ય

સૂર્ય ને આદિત્ય પણ કેછે કારણ કે સૂર્ય દેવે આદિતિના કુખે જન્મ લીધો એટલે આદિત્ય નામ પડ્યું એમના નામ પાછળની કહાની અમે સૂર્ય ના જન્મ રૂપ માં કહી છે.

બ્રહ્મા

પુરાણો માં કહ્યું છે કે સૂર્ય બ્રહ્માનું જ રૂપ છે એટલે એમને બ્રહ્મા પણ કહે છે સૂર્ય દેવને બ્રહ્મરૂપ પણ કે છે.

હર્તા

દેવોની વિપતિઓ ને નષ્ટ કરવાવાળા સૂર્ય દેવ ને હર્તા પણ કે છે મનાય છે કે સૂર્ય દેવ ની પૂજા કરનારને કોઈ પણ પ્રકારની વિપદા નડતી નથી.

લોક સાક્ષી

કહેવાય છે કે ભગવાન ને કોઈ એ જોયા નથી પણ સૂર્ય અને ચંદ્ર ભગવાન રૂપી છે એટલે સૂર્ય અને ચંદ્ર ને લોક સાક્ષી કરહવાય છે આમ સૂર્ય દેવ ને લોકસાક્ષી કહ્યા છે.

તપન

સૂર્ય ને તપન અને તાપન બેવ નામથી ઓળખાય છે કે છે કે સૂર્ય ના તાપથી પાપી બળીને ભસ્મ થઈ જાય છે એટલે તેમને તપન કે તાપન ના નામ થી બોલાવ્યા છે.

શુચિ

શુચિ નો અર્થ પવિત્ર થાય છે દેવોએ હમેશા સૂર્ય ને પવિત્ર જ કહ્યા છે એટલે સૂર્ય નું નામ શુચિ પડ્યું સૂર્ય જેટલું કોઈ પવિત્ર નઈ.

તમિસ્ત્રહા

જે અંધકાર ને નષ્ટ કરે છે એને તમિસ્ત્રહા કેછે સૂર્ય ને અસુરો નો નાશ કરીને ધરતી ને પ્રકાશમાન કરી એટલે આ નામ મળ્યું.

રવિ

સૂર્ય ને રવિ નામ થી પણ ઓળખે છે એનો અર્થ છે કે સૃષ્ટિ ને નવો રસ્તો બતાવવો. જેમ સર્યોદય થતા જ લોકો માટે કંઈક નવું હોય છે એટલે સૂર્ય ને રવિ કેછે.

કર્તા

સૂર્ય ને કર્તા પણ કે છે પુરાણો માં સૂર્યદેવ ના આ નામની મહિમા પણ કહી છે જેવી રીતે સૂર્યોદય થતા જ લોકોમાં કઈ ને કઈ કામ કરવાનું હોય એટલે પણ સૂર્ય ને કર્તા કહે છે.

શ્રીમાન

દેવોએ સૂર્યને શ્રીમાન ની પદવી આપીછે સૂર્ય બ્રહ્મરૂપ છે ને બ્રહ્મા સૃષ્ટિ ના રચિયતા છે એટલે દેવોએ સૂર્ય ને શ્રીમાન ની પદવી આપી.

ભાસ્કર

સૂર્યના તેજ અને તેની રોશની ને ભાસ્કર કહે છે સૂર્યોદય થતા જ દિવસની શરૂઆત થ ય છે એટલે પણ સૂર્યને ભાસ્કર કેછે એમના આ નામોનો મહિમા અનેક ગ્રંથો માં અલગ અલગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here