જાણો સોમનાથ મંદિર નો આ રોચક ઇતિહાસ, એક વાર જરૂર વાંચો

ભારત એક પુણ્ય ભૂમિ છે અહીં આવા કઈક ધાર્મિક અને પવિત્ર તીર્થસ્થળ બંધાયેલા છે જેનું પોતાનું અલગ અલગ ધાર્મિક મહત્વ છે ને એનાથી લાખો લોકોની આસ્થા જોડાયે લી છે અહીં આમાંથી એક છે વેરાવળ બંદર ગાહ ની પાસે પ્રભાસ પાટણ ની પાસે આવેલુ સોમનાથ મંદિર આ મંદિર ભારત ના પ્રમુખ તીર્થ સ્થળો માંથી એક છે.

તમને જણાવી દઈએ કે આ પ્રસિદ્ધ તીર્થધામ આવી જગ્યા પર સ્થિત છે જ્યાં અટલાન્ટિકા સુધી સોમનાથ સમુદ્ર ની વચ્ચે એક સીધી રેખા માં કોઈ ધરતી નો ભાગ નથી આ તીર્થ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ માંથી પહેલું મનાય છે આ મંદિર ના નિર્માણ પાછળ કઈ ધાર્મિક અને પૌરાણીક કથાઓ છે એવું માનવમાં આવે છે કે આ મંદિર નું નિર્માણ જાતે ચંદ્રદેવ સોમરાજે કર્યું હતું એ વાત ઋઘ વેદ પણ છે.

સોમનાથ મંદિર સમૃદ્ધ અને અત્યંત વૈભવશાળી હોવાથી કઈ વાર મુસ્લિમ આક્રમણ કારીઓ અને પોર્ટુગાલીઓ એ ઘણી વાર તોળી નાખ્યું તેમજ કઈ વાર એનું પુર્નનિર્માણ પણ થયું હતું એમાં મહંમદ ગઝની દ્વારા થયેલ આક્રમણ ઇતિહાસમાં ઘણું ચર્ચા સ્પદ છે.

સાલ 1026 માં મહંમદ ગઝની એ હુમલો કરી ખાલી મંદિર ની સંપત્તિ જ નઈ તેનો વિનાશ કરી લાખો લોકો નો જીવ પણ લીધો એના પછી રાજા ભીમ અને માલવા ના રાજા ભોજે એનું નવનિર્માણ કરાવ્યું.

સોમનાથ મંદિર નું નિર્માણ અને વિનાશ નો સિલસિલો વર્ષો સુધી ચાલુ રહ્યો અહીં એજ સમયે ગુજરાત જ્યાં સોમનાથ મંદિર છે. એને ભારત ના પૂર્વ ગૃહ મંત્રી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલે બનાવડાવ્યું હતું.

વર્તમાન સોમનાથ મંદિર નું પુર્ન નિર્માણ પ્રાચીન હિન્દૂ વાસ્તુકળા અને ચાણક્ય વાસ્તુ શૈલી માં કર્યું છે ત્યાંજ કઈક લોક કથાઓ મુજબ આ પવિત્ર તીર્થ સ્થળ માં ભગવાન શ્રી કૃષ્ણ એ તેમનું શરીર છોડ્યું હતું આવો જાણીએ સોમનાથ મંદિર ના ઇતિહાસ અને સાંભળ્યા ના હોય તેવા રોચક તથ્ય ના વિષે.

સોમનાથ મંદિર નો ઇતિહાસ

કય છે, ગુજરાત ના વેરાવળ બંદર ગાહ માં, અધુનિક સોમનાથ ક્યારે બનાવાયું, આઝાદી પછી 1951 માં, કોણે બનાવ્યુ, સરદાર વલ્લભભાઇ પટેલે.

ઉત્થાન ને પતન નું પ્રતીક રહ્યું છે સોમનાથ મંદિર.

ગુજરાત ના પશ્ચિમી તટ આવેલા સૌરાષ્ટ્ર માં વેરાવળ બંદર ગાહ ની પાસે પ્રભાસ પાટણ સ્થિત આ મંદિર ઉત્થાન અને પતન નું પ્રતીક રહ્યું છે પ્રાચીન સમય માં મુસ્લિમ અને પૂતૅગાલીઓ દ્વારા કઈ વાર તોડ્યું ને હિન્દૂ શાસકો દ્વારા કઈ વાર એનું નવ નિર્માણ થયું.

તમને જણાવી એ કે સોમનાથ મંદિર એક એવું પણ પેહલા અસ્તિત્વ માં હતું એવું મનાય છે કે આ મંદિર નું બીજી વાર નિર્માણ 7 મી સદીમાં વલ્લભી ના કેટલાક સમ્રાટો દ્વારા કરા વાયું હતું.

એના પછી 8 મી સદીમાં 725 ઈસ માં સિંધ ના અરબી ગવર્નર અલ જુનાયદે આ વૈભ વશાળી સોમનાથ મંદિર પર હુમલો કરી એને તોળી નાખ્યું. જેના પછી તેનું ત્રીજી વાર નિર્માણ 815 ઇસ માં હિન્દુઓ નું પવિત્ર સોમનાથ મંદિર નું નિર્માણ ગુરુ પ્રતિહાર રાજા નાગભટે કરાવ્યું હતું એમણે એને લાલ પથ્થર નો ઉપયોગ કરી બનાવ્યુ હતું આમ તો સોમનાથ ના મંદિર પર સિંધ ના અરબી ગવર્નર જુનાયદે હુમલો કર્યા નું કોઈ પાકું પ્રમાણ નથી.

એના પછી સાલ 1024 માં મહંમદ ગઝની એ વૈભવશાળી મંદિર પર હુમલો કર્યો એવું કહેવાય છે કે ભારત યાત્રા પર આવેલા એક અરબી યાત્રી અલ બરૂની એ એની યાત્રા વૃતાંત માં આ મંદિર ની સમૃદ્ધિ અને ભવ્યતા નું વર્ણન કર્યું હતું જેના પછી મહંમદ ગઝની એ લૂંટવા ઈરાદાથી એના પાંચ હજાર સૈનિકો સાથે હુમલો કર્યો.

આ હુમલા માં મહંમદ ગજની એ આ મંદિર ને ખાલી લૂંટયું જ નઈ પણ શિવલીગ ને તોડ્યું બીજી કઈ મૂર્તિઓ તોડી એટલું જ નઈ કેટલાય બેકસૂર લોકો નો જીવ પણ લીધો મહંમદ ગજની દ્વારા કરાયેલ હુમલા ની ચર્ચા ઇતિહાસ માં પણ છે.

સોમનાથ મંદિર પર હુમલા પછી એનું ચૌથી પુર્ન નિર્માણ માલવા ના રાજા ભોજ અને સમ્રાટ ભીમદેવ દ્વારા કરવાયું હતું પછી 1093 માં સિદ્ધરાજ જયસિંહે આ મંદિર ની પ્રતિષ્ઠા અને નિર્માણ માંટે યોગદાન આપ્યું હતું.

1168 ઇસવી વિજયેશ્વર કુમારપાળ અને સૌરરાષ્ટ્ર ના સમ્રાટ ખંગારે આ મંદિર ના સૌદ્રિય કરણ પર જોર આપ્યું પણ પછી સોમ નાથ મંદિર પર 1297 ઇસવી માં દિલ્લી ના સુલતાન અલા ઉદીન ખીલજી ના સેનાપતિ નૂરસત ખાં એ ગુજરાત પર પોતાનું શાસન કરી લીધું ને આ દરમિયાન એને આ પવિત્ર મંદિર ને ધ્વસ્ત કરી દીધું એની સાથે તેણે મંદિર ના શિવલીગ ને પણ ધ્વસ્ત કરી ને બધુજ લૂંટી લીધું.

એના પછી આ મંદિર નું ઉત્થાન ને પતન નો સિલસિલો ચાલુ રહ્યો 1395 ઇસવી માં આ પવિત્ર તીર્થધામ પર ગુજરાત ના સુલતાન મુઝફફરસાહ ને લૂંટપાટ કરીને પછી 1413 માં એના પુત્ર એહમદશાહ એ હુમલો કરી મંદિર ને તોડી નાખ્યું. એના પછી ઇતિહાસ ના મોગલ શાસક ઔરંગઝેબે એના શાસન કાળ દરમિયાન આ મંદિર પર બે વાર હુમલો કર્યો પહેલો હુમલો 1665 માં કર્યો ને બીજો હુમલો 1706 માં કર્યો બીજા હુમલા માં તેને ખાલી લૂંટ પાટ ની પણ મંદિર ને તોડી નાખી લોકો ની હત્યા કરી.

એના પછી ભારત ના અમુક હિસ્સા પર મરાઠીઓ એ તેમનો અધિકાર સ્થાપિત કર્યો પછી 1783 માં ઇસવી માં ઈદોર ની મરાઠી રાણી અહલ્યાબાઈ એ સોમનાથ ના મૂળ મંદિર થી થોડેક જ દૂર પૂજા અર્ચના માટે સોમનાથ મહાદેવનું બીજ એક મંદિર નું નિર્માણ કર્યું. ગુજરાત માં સ્થિત આ વર્તમાન મંદિર નું નિર્માણ ભારત ના પૂર્વ ગૃહ મંત્રી સરદાર વલ્લ ભભાઈ પટેલે કર્યું હતું.

જેના પછી સાલ 1951 માં દેશના પેહલા રાષ્ટ્રપતિ રાજેદ્ર પ્રસાદ જીએ શિવલીગ ની સ્થાપના કરી હતી. સાલ 1962 માં ભગવાન શિવ ને સમર્પિત હિન્દુઓ નું પવિત્ર તીર્થ ધામ બનીને તૈયાર થયું એના પછી 1995 માં ભારત ના પૂર્વ રાષ્ટ્રપતિ દીનદયાળ શર્મા આ પવિત્ર યાત્રા ધામ ને આમ જનતા ને સમર્પિત કરી દીધું હવે આ મંદિર લાખો લોકોની આસ્થા કેન્દ્ર બની ગયું છે.

સોમનાથ મંદિર થી જોડાયેલી પુરાણીક અને ધાર્મિક કથા.

ધાર્મિક શાસ્ત્રો અને પવિત્ર ગ્રંથો મુજબ ભારત ના પ્રમુખ તીર્થ સ્થળો માંથી એક સ્થળ સોમનાથ મંદિરની સ્થાપના જાતે ચંદ્ર દેવ એટલે કે સોમ ભગવાને કરી હતી આ મંદિર થી એક પ્રાચીન અને પ્રચલિત કથા પણ જોડાયેલી છે જેના મુજબ ચદ્રદેવ એટલે કે ચંદ્રમા પોતે સોમ ભગવાને દક્ષ પ્રજાપતિ ની 27 પુત્રીઓ જોડે લગ્ન કર્યા હતા. ચંદ્રદેવ ની બધી પત્નીઓ માંથી સૌથી વધારે સુંદર રોહિણી હતી.

એટલે ચંદ્રમા એને સૌથી વધારે પ્રેમ કરતા હતા ત્યાં સમ્રાટ દક્ષ પ્રજાપતિ એ પોતાનીજ પુત્રીઓ સાથે ભેદભાવ થતો જોયો. ત્યારે તેમણે પેહલા ચંદ્રદેવ ને સમજાવાની કોશિશ કરી. પણ ચંદ્રમા પર એનો કોઈ પ્રભાવ ના પડ્યો જેના પછી દક્ષ પ્રજાપતિએ એની પુત્રીઓને દુઃખી જોઈ ચંદ્ર ને ક્ષયગ્રસ્ત થવાનો અભિશાપ આપ્યો અને કહ્યું કે એમની ચમક ધીરે ધીરે ખતમ થઈ જશે.

જેના પ છી ચંદ્રદેવ રાજા દક્ષ ના અભિશાપ થી દુઃખી થવા લાગ્યા પછી તેમણે ભગવાન શિવ ની આરાધના કરવાનું શરૂ કરી દીધું. એના પછી ભગવાન શિવ ચંદ્રદેવ ના તપ થી પ્રસન્ન થઈ ગયા તેમણે એમને ખાલી અમરત્વનું જ નઈ પણ દક્ષ ના અભિશાપ થી પણ મુક્ત કર્યા સાથે આ પણ કહ્યું કે કૃષ્ણ પક્ષ માં ચંદ્રદેવ ની ચમક ઓછી હશે અને શુક્લ પક્ષ માં વધશે.

એટલે ચંદ્રદેવ ને ભગવાન શિવે કહ્યું કે 15 દિવસ એમની ચમક ઓછી થતી જશે અને 15 દિવસ ચમક વધતી જશે અને દરેક પૂનમે તેમને પૂર્ણ ચંદ્રત્વ પ્રાપ્ત થશે રાજા દક્ષ ના અભિશાપ થી મુક્ત થઈ ચન્દ્રદેવે ભગવાન શિવને માતા પાર્વતી ની જોડે ગુજરાત ના આ સ્થાન પર નિવાસ કરવાની આરાધના કરી ને ભગવાન શિવે ચંદ્રદેવ ની આરા ધના નો સ્વીકાર કરી ને જ્યોતિર્લિંગ ના રૂપ માં માતા પાર્વતી ની જોડે અહીં રહેવાનું શરૂ કર્યું.

જેના પછી પાવન પ્રભાસ ક્ષેત્ર માં ચંદ્રદેવ એટલે કે સોમરાજ ને અહીં ભગવાન શિવ ના સોમનાથ મંદિર નું નિર્માણ કરાવ્યું જેની મહિમા અને પ્રસિદ્ધિ પુરા વિશ્વ માં ફેલાયેલી છે સોમનાથ જ્યોતિર્લિંગ ની મહિમાનો ઉલ્લેખ હિન્દૂ ધર્મના પ્રસિદ્ધ મહાકાવ્ય શ્રી મદભાગવત, મહાભારત, સ્કંદ પુરાણ જેવા માં કરાઈ છે અને આ મંદિર નો ઉલ્લેખ ઋગ્વેદ માં છે.

માન્યતા છે કે ભગવાન શિવ ના આ જ્યોતિર્લિંગ દર્શન માત્ર થી ભક્તો ના દુઃખ દર્દ દૂર થઈ જાય છે સોમનાથ ભગવાન ની પૂજા આરાધના થી ભક્તો ના ક્ષય અને કોઢ પણ મટી જાય છે. એની સાથે અન્ય લોક કથા મુજબ આ પાવન સ્થળ ભાલકા તીર્થ માં ભગ વાન કૃષ્ણ આરામ કરતાં હતાં ત્યારે એક શિકારીએ એમના પગ ના તરિયા માં પદ્મચિહ્ન ને હરણ ની આંખ સમજી ભૂલથી બાણ ચલાવી શિકાર કરી દીધો એના પછી ભગવાન શ્રી કૃષ્ણ અહીં થી સીધા વૈકુંઠ જતા રહ્યા હતા એટલે આ મંદિર પરિસરમાં ભગવાન શ્રી કૃષ્ણ ખુબજ આકર્ષક અને સુંદર મંદિર પણ બનાવાયું છે.

સોમનાથ મંદિર ની અદભુત વાસ્તુ કળા ને શાહી બનાવટ હિન્દુઓ નું આ પવિત્ર તીર્થસ્થળ સોમનાથ મંદિર નું પુર્ન નિર્માણ વર્તમાન માં ચાલુક્ય શૈલી માં થયું હતું અને તે પ્રાચી ન વાસ્તુ કળા નો અદભુત નમૂનો છે.

આ મંદિર ની અનોખી વાસ્તુ કળા અને શાનદાર બનાવટ લોકો ને પોતાની તરફ આકર્ષે છે આ મંદિર ની દક્ષિણ દિશા બાજુ આકર્ષક સ્તંભ બનાવ્યા છે જે બાણ સ્તંભ કહેવાય છે અને આ સ્તંભ પર એક તીર રાખવામાં આવ્યું છે જે એ સાબિત કરે છે કે આ પવિત્ર મંદિર અને દક્ષિણ ધ્રુવ ની વચ્ચે ધરતી નો કોઈ ભાગ નથી.

ભગવાન શિવના પેહલુ જ્યોતિર્લિંગ સોમનાથ ત્રણ હિસ્સા માં વહેચાયેલું છે જેમાં મંદિર નું ગર્ભગૃહ નૃત્ય મંડપ અને સભામંડપ સામેલ છે એના શિખરની ઉંચાઈ 150 ફૂટ છે આ પ્રસિદ્ધ મંદિર પર સ્થિત કળશ નું વજન 10 ટન છે જ્યારે એની ધજા 27 ફૂટ ઉંચી છે.

આ મંદિર લગભગ 10 કિલોમીટર ના ક્ષેત્રફળ માં ફેલાયેલું છે.

જેમાં 42 મંદિર છે અહીં ત્રણ નદીઓ હિરણ સરસ્વતી અને કપિલા નું અદભુત સંગમ છે જ્યાં ભક્તજન આસ્થા ની ડૂબકી લગાવે છે આ મંદિર માં પાર્વતી લક્ષ્મી ગંગા સરસ્વતી અને નંદીની મૂર્તિઓ છે આ પવિત્ર તીર્થસ્થળ ના ઉપરના ભાગ માં શિવલિંગ થી ઉપર અહલ્યે શ્વરની મૂર્તિ બિરાજમાન છે.

સોમનાથ મંદિર ના પરિસરમાં એક સુંદર ગણેશ નું મંદિર છે સાથે ઉત્તર દ્વાર ની બહાર અધોર્લિંગ ની મૂર્તિ સ્થાપિત કરાઈ છે હિન્દુઓ ના પવિત્ર તીર્થસ્થળ પર ગૌરીકુંડ નામનું એક સરોવર છે અને સરોવર ની પાસે એક શિવલિંગ સ્થાપિત છે. એના વગર આ ભવ્ય સોમનાથ મંદિર પરિસરમાં માતા હલ્યાબાઈ અને મહાકાળી નું સુંદર અને મોટા મંદિર છે.

સોમનાથ મંદિર થી જોડાયેલી રોચક અને દિલચસ્પ વાતો.

લાખો લોકોની આસ્થા જોડાયેલું આ સોમનાથ મંદિર પેહલા પ્રભાસક્ષેત્ર અથવા પ્રભાસ પાટણ ના નામે જાણીતું હતું આજ સ્થળ પર ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાનું શરીર છોડ્યું હતું.

ગુજરાત માં સ્થિત સોમનાથ મંદિર ની દક્ષિણ બાજુ સમુદ્ર કિનારે એક થાંભલો બનાવેલો છે જેના ઉપર એક તીર રાખી ને એ જણાવ્યું છે કે સોમનાથ મંદિર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે કોઈ ધરતી નો ભાગ નથી. ભગવાન શિવ ને સમર્પિત આ પ્રસિદ્ધ મંદિરમાં સ્થિત શિવલિંગ માં રેડી ઓધર્મી ગુણ છે જે ધરતી પર પોતાનું સનતુલન બનાવી રાખે છે.

આ મંદિર વૈભવશાળી અને સમૃદ્ધ હોવાથી કઈ વાર તોડવામાં આવ્યું અને એનું નિર્માણ થયું ઇતિહાસમાં મહંમદ ગજની દ્વારા આ મંદિર પર લૂંટપાટ ની ઘટના ખુબજ ચર્ચિત છે એવું મનાય છે કે એ પછી આ મંદિર દુનિયામાં પ્રસિદ્ધ થયું.

એવી માન્યતા છે કે આગરા માં મુકેલા દેવ દ્વાર સોમનાથ મંદિર ના જ છે જે મહંમદ ગઝની એની સાથે લૂંટી ને લઈ ગયો હતો. આ મંદિરમાં રોજ રાત્રે એક લાઈટ શૉ થાય છે જે સાંજે સાડા 7 થી લઈને સાડા 8 સીધી થાય છે જેમાં હિન્દુઓ નો ઇતિહાસ બતાવાય છે.

સોમનાથ મંદિર માં કારતક ચૈત્ર અને ભાદરવા મહિના માં શ્રાદ્ધ કરવાનું ખુબજ મહત્વ છે આ ત્રણ મહિના માં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યા માં દર્શન માટે આવે છે. સુરક્ષા ને લઈને મુસલમાનો ને ખાસ પરમીનસ લેવી પડે છે એના પછી એમને અંદર જવા દેવાય છે.

સોમનાથ મંદિર થી 200 કિલોમીટર જેટલું દૂર દ્વારકા મંદિર છે જ્યાં દ્વારકાધીશ ના દર્શન કરવા દૂર દૂર થી લોકો આવે છે.

ગુજરાત ના વેરાવળ બંદર ગાહ ની પાસે પ્રભાસ પાટણ માં સ્થિત સોમનાથ જી ભારત ના 12 જ્યોતિર્લિંગ માંથી પહેલું જ્યોતિર્લિંગ છે એની સ્થાપના પછી રામેશ્વર દ્વારકા અને વારાણસી માં સ્થાપિત કરાયા હતા. સોમનાથ ની મંદિર ની જવાબદારી સોમનાથ ટ્રસ્ટ સંભાળે છે સરકારે જમીન બાગ બગીચા આપીને આવક ઉભી થાય તેવું કર્યું છે.

આવી રીતે જાવ સોમનાથ મંદિર.

હવાઈ માર્ગ દ્વારા.

ગુજરાત ના સોમનાથ મંદિર થી લગભગ 55 કિલોમીટર દૂર કેશોદ એરપોર્ટ છે જે સોમ નાથ મંદિર ની સૌથી નજીક છે જે મુંબઈ ના એરપોર્ટ થી જોડાયેલું છે આ એરપોર્ટ પોહ ચ્યા પછી બસ કે ટેકક્ષી થી સોમનાથ મંદિર આરામથી પોહચી જવાય છે. રેલવે દ્વારા સૌથી નજીકનું રેલવે સ્ટેશન વેરાવળ છે જે સોમનાથ મંદિર થી 7 કિલોમીટર દૂર છે રેલ વે સ્ટેશન પર અમદાવાદ ગુજરાત અને દેશના ઘણા રેલવે સ્ટેશન થી ગાડીઓ આવે છે.

સડક માર્ગ દ્વારા.

સોમનાથ મંદીર અમદાવાદ થી 400 કિલોમીટર અને ભાવનગર થી 266 કિલોમીટર દૂર છે ગુજરાત થી આ પવિત્ર તીર્થ ધામ આવવા માટે બધાજ સ્થળોએ થી બસ સેવા ઉપલબ્ધ છે એની સાથે સોમનાથ ના દર્શને આવનારા યાત્રી માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા છે.

મંદિર ની આજુબાજુ મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રીઓ ને ભાડે રૂમ આપવામાં આવે છે સોમનાથ મંદિર ની પ્રાચીન વસ્તુકળા અને સુંદર બનાવટ ના આકર્ષણ થી અહીં દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવે છે.

એવી માન્યતા છે કે સોમનાથ મંદિર ના દર્શન કરવાથી ભક્તિ ના દુઃખ દર્દ દૂર થઈ જાય છે અને એમની મનોકામનાઓ પૂર્ણ થાય છે સોમનાથ મંદિર પાસે આવેલી નદીમાં સ્નાન કરવાથી ઘણા રોગો દૂર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here