જાણો કોરોનાં વિશેની તમામ માહિતી, છેલ્લા 60 વર્ષમાં અધધ આટલી તબાહી મચાવી

મિત્રો આજે કોરોનાં નામ કોણ નથી જાણતું દરેક ના મનમાં ક્યાંક ને ક્યાંક આ વાયરસનો ડર રહેલો છે. તો આજે અમે તમને જણાવીશું શું છે આ કોરોનાં વાયરસ ક્યાં થી આવ્યો આ વાયરસ કોરોના વાયરસ ગયા વર્ષે ચીનના હુબેઇ પ્રાંતની રાજધાની વુહાનથી ફેલાવા લાગ્યો હતો.

કેટલાક લોકો તેને વુહાન કોરોનાવાયરસ પણ કહી રહ્યા છે. પરંતુ વુહનમાં તેની શોધ નથી થઇ. કોરોનાવાયરસ 60 વર્ષ પહેલાં મળી આવ્યો છે. ત્યારથી તે અનેક વખત તબાહી મચાવી ચુક્યો છે. આ વાયરસ એટલો ભયંકર છે કે તેનું અનુમાન તમે ત્યાંથી લગાવી શકો છો કે પૂરેપુરી ચાઈના સરકાર બધું કામ મૂકી આ વાયરસ પાછળ પડી છે.

મિત્રો વિગતે વાત કરીએ કોરોનાં ની તો કોરોના વાયરસની શોધ 1960 ના દાયકામાં થઈ હતી. પછી તેને બ્રોંકાઇટિસ વાયરસ કહેવામાં આવતું. ત્યારબાદ આ વાયરસ ચિકનમાં જોવા મળ્યો હતો.

ધીરે ધીરે આ વાયરસ આગળ વધતો ગયો જેમ જેમ વધુ લોકો આના સંપર્ક માં આવ્યો તેમ તેમ લોકોની હાલત બગડતી ગઈ. આ પછી માણસોના નાકમાં અને ગળામાં વધુ ખતરનાક રીતે જોવા મળ્યો હતો.

માણસોના નાક અને ગળામાં બે પ્રકારના કોરોનાવાયરસ મળી આવ્યા છે. તેમના નામ છે. હ્યુમન કોરોનાવાયરસ 229E અને હ્યુમન કોરોનાવાયરસ ઓસી 43. આ બંને વાયરસ ખૂબ જોખમી છે. તે સામાન્ય શરદીથી શરૂ થાય છે અને જીવલેણ ન્યુમોનિયાનું સ્વરૂપલે છે. મિત્રો આ વાયરસ એટલો ખતરનાક છે કે જો સમય સર તેની તકેદારી કરવામાં ન આવેતો લોકોનો જીવ પણ લઈ શકે છે.

મિત્રો આતો વાત હતી ત્યાં સુધીની જ્યારે કોરોનાં વાયરસ માત્ર થોડા લોકો જાણતાં હતાં આ વાયરસ વિશે હજી સુધી આખા જગતને ખબર પડી હતી નહીં તો આવો જાણીએ ક્યારે કોરોનાંથી આખું વિશ્વ વંચિત થયું.

કોરોનાવાયરસનું સૌથી ખતરનાક સ્વરૂપ 2003 માં બહાર આવ્યું. તેને સાર્સ-કો.વી.કહેવાતું હતું. આ વાયરસને કારણે વિશ્વભરમાં 8096 લોકોને ચેપ લાગ્યો હતો. તેમાંથી 774 લોકો માર્યા ગયા હતા. એક જ વાયરસ ને કારણે થડાથડ 774 લોકો મરતા આ વાયરસ નું નામ દરેક જગ્યાએ આવવા લાગ્યું પરંતુ હજુ પણ કોરોનાં એ અનેક સ્વરૂપ બદલ્યા હતા. આવો જાણી લઈએ બદલાતા દરેક સ્વરૂપ ની ભયંકર વાતો.

મિત્રો જેમ જેમ દિવસો આગળ વીતતા ગયા તેમ તેમ આ વાયરસ ખત્મ થવાની જગ્યાએ વધતો જ ગયો વધતો જ ગયો. 2004 માં કોરોનાવાયરસનું નવું સ્વરૂપ મળ્યું. તેનું નામ હ્યુમન કોરોનાવાયરસ એનએલ 63 છે.

નેધરલેન્ડ્સમાં સાત મહિનાના બાળક માં વાયરસ મળી આવ્યો હતો. આ પછી આ વાયરસના ચેપના સમાચાર વિશ્વભરમાંથી આવ્યા હતા. પરંતુ કોઈના મૃત્યુના સમાચાર મળ્યા નથી. મિત્રો આ એક એવો સમય હતો જ્યારે આખા વિશ્વમાં થી અનેક જગ્યાએ થી એક બે એક બે કેશ કોરોનાં ના સામે આવવા લાગ્યા.

હજી અહીં ખત્મ થયું ના હતું કોરોનાં એ વધુ એક ઘાતક સ્વરૂપ ધારણ કર્યું હતું. વર્ષ 2005 માં કોરોનાવાયરસનું એક અલગ સ્વરૂપ બહાર આવ્યું જેનું નામ હ્યુમન કોરોનાવાયરસ એચક્યુ 1 હતું.

આ વાયરસનો પ્રથમ દર્દી ચીનના શેનઝેનનો 70 વર્ષનો માણસ હતો. તેને ન્યુમોનિયા હતો. આ વાયરસના 10 પીડિતો મળી આવ્યા હતા. પરંતુ તેનાથી કોઈનો જીવ ગયો ન હતો. જેથી કરીને લોકો એ આ વાત ને ગંભીરતાથી લીધી નહીં અને પોતાનું ડેઇલી રૂટિન ચાલુ રાખ્યું.

મિત્રો હવે સમય એવો હતો કે કોરોનાં ધીરે ધીરે ગાયબ થવા લાગ્યો હતો. પરંતુ અચાનક જ પાછી એન્ટ્રી થઈ કોરોનાં ની 2012 માં મધ્ય પૂર્વ એશિયામાં કોરોનાવાયરસ ફરી દેખાયો સૌ પ્રથમ સાઉદી અરેબિયામાં તેની શોધ થઈ. તેનું નામ મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિંડ્રોમ કોરોનાવાયરસ હતું. 2015 માં પણ વાયરસ ફરીથી ફેલાયો ત્યારબાદ તેને સાઉદીઅરેબિયા, જોર્ડન, કતાર, ઇજિપ્ત, યુએઈ, કુવૈત, તુર્કી, ઓમાન, અલ્જીરિયા, બાંગ્લાદેશ, દક્ષિણ કોરિયા, યુએસએ, ચીન અને ઇન્ડોનેશિયામાં લોકોને ચેપ લાગ્યો. જેના કારણે 38 લોકોનાં મોત નીપજ્યાં.

હવે એવી સ્થિતિ હતી કે આ વાયરસ ને કારણે લગભગ દર્દીઓનું મોત જ થતું હતું. ત્યારે હવે ચીનમાં આવાયરસ ખુબજ ઝડપથી ફેલાય રહ્યો અને અત્યાર સુધી ઘણાં લોકો ના મૃત્યુ પણ થઈ ચૂક્યાં છે ત્યારે હવે ચીની સરકાર ની આંખો ખુલી છે.

મિત્રો આવો જાણી લઈએ એ ચીનના વુહાનમાં જોવા મળતો કોરોનાવાયરસના આ લક્ષણો કેવા હોય છે જેથી કરીને તમે તેને જાણી શકો. મિત્રો સૌથી કોમન લક્ષણ છે. તાવ માથાનો દુખાવો, ગળામાં બળતરા, છાતીમાં દુખાવો, ઉધરસ, ઝડપી ધબકારા, શ્વાસ લેવામાં તકલીફ અને ન્યુમોનિયા.

અંતે તેનાથી પીડાતા વ્યક્તિની કિડની ફેઈલ થાય છે અને મોત પણ થઇ શકે છે. મિત્રો આ દરેક લક્ષણ એવા છે જે એક તંદુરસ્ત વ્યક્તિમાં પણ જોવા મળે છે તો જો તમેને પણ આ લક્ષણો દેખાય તો તેને હલકા માં ના લેવા કરતાં ડોક્ટર ની સલાહ લેવી સારી સાબિત થઈ શકે છે.

વુહાન કોરોનાવાયરસની રસી બનવામાં લગભગ બે મહિનાનો સમય લાગશે. તેમ છતાં પણ તમે આ વાયરસથી બચી શકો છો. ત્યાં સુધી તેનાથી બચવા માટેના રસ્તાઓ છે કે હાથ સાફ રાખો, નાક અને મોં ઢાંકવું, ભોગ બનનારની નજીક ન જવું તેમજ માંસ અને વાસી ખોરાક ન ખાવો. ખાસ કરીને આ વાયરસ માંસ ખાનાર વ્યક્તિઓમાં વધારે જોવા મળે છે જેનું મુખ્ય કારણ એ છે કે આ વાયરસ મૂળ પ્રાણીઓ માંથી મનુષ્યમાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here