જાણો કેમ કરવામાં આવે છે મુંડન સંસ્કાર, કારણ જાણીને તમે પણ હેરાન થઈ જશો, એક વાર જરૂર વાંચો

આપણા સંસારમાં ફેલાયેલા બધા ધર્મોની પોતાની કંઈક ને કંઈક માન્યતાઓ અને રીતિ રિવાજો હોય છે. જેને તે ધર્મનું પાલન કરનાર લોકો પોતાની શ્રદ્ધા અનુસાર નિભાવે છે. હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ એક છે જેમાં ધર્મમાં 16 પ્રકારના સંસ્કારોનો ઉલ્લેખ છે. જે દરેક વ્યક્તિએ તેની પોતાના સમય અનુસાર પૂર્ણ કરવાની હોય છે.

આજની આ આધુનિક જીવનશૈલીમાં બધા સંસ્કારો પરિપૂર્ણ કરવું મુશ્કેલ છે. પરંતુ કેટ લાક સંસ્કાર એવા પણ છે જેને લોકો આજે પણ કરી રહ્યા છે. તેમાંથી એક સંસ્કાર છે મુંડન સંસ્કાર જે હિન્દુ ધર્મમાં આજે પણ સ્પષ્ટપણે પાળવામાં આવે છે.

જન્મ પછીના મુંડન સંસ્કાર એ હિન્દુ ધર્મનો એક પ્રમુખ સંસ્કાર છે. આ સંસ્કાર પાળવવા પાછળ ધાર્મિક માન્યતા ઉપરાંત વૈજ્ઞાનિક કારણ પણ છે. આજે અમે તમને આ સંસ્કારના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો જણાવવા જઈ રહ્યા છીએ.

મુંડન સંસ્કાર કરાવવા પાછળનું મુખ્ય કારણ બતાવવામાં આવે છે તે સ્વચ્છતાને લઈને છે. જ્યારે બાળક માતાના ગર્ભાશયમાં હોય છે ત્યારે બાળકના માથા પર જે વાળ હોય છે તેમાં સૂક્ષ્મજંતુઓ અને બેક્ટેરિયા હોય છે. આ સૂક્ષ્મજીવાણુઓ અને બેક્ટેરિયા સ્નાન કરવાથી પણ સાફ નથી થતા.

તેથી આ બેક્ટેરિયાને દૂર કરવા માટે બાળકોનું મુંડન કરવામાં આવે છે જેમાં તેમના માથાના બધા વાળ સાફ કરી દેવામાં આવે છે. મુંડન કરવાથી બાળકોના શરીરનું તાપ માન સામાન્ય સ્તરે આવી જાય છે.

મન અને શરીર પણ સ્વસ્થ રહે છે. બાળકોનું મુંડન કરવાથી દાંત નીકળતા સમયે પીડાથી રાહત આપે છે અને તાળીઓના કાંપવાનું પણ બંધ થઈ જાય છે.

મુંડન કરાવ્યા પછી જ બાળકોના વાળ યોગ્ય રીતે આવી શકે છે. શાસ્ત્રો ધર્મગ્રંથોમાં અને વેદોમાં પણ આ 16 સંસ્કારોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાંથી યુઝર્વેદમાં ઉલ્લેખ કર્યો જેમાં મુંડન સંસ્કારનું વર્ણન કરતા જણાવ્યું છે કે બાળકોના વાળનું મુંડન કરવાથી તેમનો તેજ વધે છે અને શરીર સ્વસ્થ રહે છે.

પ્રાચીન માન્યતાઓ અનુસાર બાળકોની બુદ્ધિ વિકાસ કરવા અને ગર્ભાવસ્થા દરમિયાન થતી અશુદ્ધિઓને દૂર કરવા બાળકોનું મુંડન કરવામાં આવે છે. લોકો એવું પણ માને છે કે માથા પરથી વાળ દૂર થવાથી શરીર અને માથામાં સીધો સૂર્યપ્રકાશ જાય છે જેનાથી બાળકોને વિટામિન ડીની અપૂર્ણતા પૂરી થાય છે.

સૂર્યપ્ર કાશથી શરીરના કોષો જાગૃત થાય છે, જેના કારણે લોહીનું પ્રસારણ પણ સરળતા થી શરૂ થાય છે. મુંડન સંસ્કાર આમ તો ગમે ત્યાં કરી લે છે પરંતુ તે તીર્થસ્થળ પર કરાવ વાનો રિવાજ છે. તેના લાભ બાળકોને સકારાત્મક ઉર્જાના રૂપમાં મળે છે અને એવું માન વામાં આવે છે કે આનાથી બાળકોમાં સુવિચારોની ઉત્પત્તિ થાય છે.

ભારતમાં મોટા મંદિરોમાં લોકો મુંડન કરાવવા માટે જાય છે. જન્મના પ્રથમ વર્ષ, ત્રીજા વર્ષે, પાંચમા વર્ષમાં અને સાતમા વર્ષે મુંડન કરાવવાની પરંપરા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here