ભગવાનના અસ્તિત્વ વિશે ઘણીવાર વિવિધ માન્યતાઓ લોકોના મગજમાં આવે છે. કેટલાક લોકો માને છે કે પૃથ્વી આપણે બધા, આકાશ ભગવાન દ્વારા બનાવવામાં આવ્યા છે, કેટલાક લોકો ભગવાનના અસ્તિત્વ વિશે પ્રશ્નાર્થ મૂકે છે, કારણ કે કોઈએ ભગવાનને જોયો નથી.
જેના કારણે ઘણા લોકો તેને ફક્ત માનવ કલ્પના કહે છે પરંતુ આપણે બધા જાણીએ છીએ કે ઇતિહાસમાં અને વર્તમાનમાં ઘણા બધા પુરાવા છે જે ભગવાનના હોવાનું સૂચવે છે, તેમાંથી એક ઓમ પરવત પણ છે.
હિન્દુ ધર્મમાં ઓમ શબ્દ ખૂબ મહત્વનો છે, તેનો ઉચ્ચારણ કરવાથી વ્યક્તિની ધ્યાન શક્તિ વધે છે. સાથે સાથે ચિંતા અને મુશ્કેલીઓ દૂર થાય છે અને મુક્તિ પણ પ્રાપ્ત થાય છે. અને રસપ્રદ વાત એ છે કે હવે ઓમનું મહત્ત્વ વિજ્ઞાન પણ માનવા લાગ્યું છે ઓમ હિન્દુ ધર્મના સૌથી પૂજ્ય દેવતા ભગવાન શિવ સાથે સંબંધિત છે.
તેથી, ઉત્તરાખંડમાં સ્થિત ઓમ પર્વત એ સૂચવે છે કે લોકોમાં ભગવાન નો વિશ્વાસ ખોટો નથી. પરંતુ ઓમ પરવતનો ઇતિહાસ શું છે અને તે લોકો માટે કેમ ખાસ છે, ચાલો અમે તમને જણાવીએ.
ઓમ પરવત
ઓમ પર્વત હિમાલયની વિશ્વની સૌથી મોટી પર્વતમાળાઓ માંથી એક છે, જેની ઉચાઇ 6191 મીટર છે. આ પર્વત પર ઓમનો આકાર બનેલો છે, જેના પર બરફ પડવાથી સાફ ઓમ લખાયેલું દેખાય છે. વળી એવું માનવામાં આવે છે કે બરફ પર્વત પર પડે છે ત્યારે ઓમનો અવાજ ઉત્પન્ન થાય છે.
આ પર્વત છોટા કૈલાસ, આદિ કૈલાશ, બાબા કૈલાસ અને જોંગલિંગકોંગ તરીકે ઓળખાય છે. આ પર્વત ભારતના ઉત્તરાખંડમાં ધરચુલા નજીક તિબેટ અને નેપાળની સરહદ પાસે સ્થિત છે. પણ ઓમ નું મુખ આ પર્વત પરથી ભારતની સામેં દેખાય છે. અને ભારતના ઉત્તરાખંડ રાજ્યના કેટલાક સ્થળોએ સ્પષ્ટપણે ઓમ પર્વતની આ અદભૂત સુંદરતા દેખાય છે.
ઓમ પર્વતથી જોડાયેલી આશ્ચર્યજનક અને રહસ્યમય વાતો.
હિંદુ સમુદાયની પૌરાણિક કથા અનુસાર હિમાલયમાં કુલ 8 સ્થળો છે જ્યાં ઓમ આકૃતિ રચાયેલી છે પરંતુ તેમાંથી માત્ર એક જ સ્થાન શોધી શકાયું છે. ઓમ પર્વતને લઈને, એવું માનવામાં આવે છે કે જ્યારે આ પર્વત પર બરફ પડે છે ત્યારે તે ઓમનો અવાજ ઉત્પન્ન કરે છે.
કૈલાસ પર્વતને ભગવાન શિવનો વાસ માનવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સમગ્ર વિશ્વમાં કુલ 3 કૈલાસ છે જેમાંથી પ્રથમ કૈલાસ માનસરોવર છે જે ચીનના તિબેટમાં આવેલો છે.
બીજો ઉત્તરાખંડમાં આદિ કૈલાસ એટલે કે ઓમ પર્વત છે અને ત્રીજો છે કિન્નૌર કૈલાસ હિમાચલ પ્રદેશમાં આવેલો છે. ઓમ પર્વત પર ટ્રક દ્વારા જઇ શકાય છે પરંતુ ઓમ પર્વત ની ધાર્મિક મહત્વ ના કારણે પર્વતારોહક ઓમ પર્વતની ટોચ ના થોડા માઇલ દૂર થી પાછા વળી જાય છે.
ઓમ પર્વત પર પેહલી વાર બ્રિટીશ અને ભારતીય પર્વતારોહકોની સંયુક્ત ટીમ ગયી હતી પરંતુ ખરાબ હવામાનને કારણે, તે ફક્ત 660 મીટરથી પાછા ફર્યા હતા. આ પછી, 2008 માં પર્વ તારોહકોનું એક જૂથ ઓમ પર્વત પર ગયું હતું અને પર્વત ની આર્થિક મહત્વને સમજીને કેટલાક મીટર દૂર થી જ પાછા આવ્યા હતા.