અઝાન અને આરતીની ગુંજ વચ્ચે દરગાહમાં થઈ જન્માષ્ટમીની ઉજવણી

જયપુર: રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લાના એક ગામની દરગાહમાં ભગવાન કૃષ્ણના જન્મ પર આયોજિત જન્માષ્ટમી ઉત્સવની થતી ઉજવણી સાંસ્કૃતિક અને ધાર્મિક એકતાનું અનોખુ ઉદાહરણ છે. દરગાહમાં અઝાનની સાથે સાથે આરતી પણ ગુંજે છે.

દૂર દૂરથી આવે છે લોકો

ઝુંઝુનૂ જિલ્લાના નરહટ ગામ સ્થિત શરીફ હઝરત હાજિબ શકરબરાતની દરગાહ જન્માષ્ટમીના મેળા માટે ચર્ચિત છે. જન્માષ્ટમીના અવસર પર અહીં નાટક, કવ્વાલી વગેરેનું આયોજન થાય છે. અહીં દિલ્હી, હરિયાણા અને પંજાબથી લોકો મેળો જોવા માટે આવે છે, કારણકે દરગાહમાં આ પ્રકારનું આયોજન અનોખુ છે.

હજારો લોકો ભેગા થાય છે

દરગાહમાં આયોજિત આ મેળામાં દરરોજ હજારો લોકો ભેગા થાય છે. દરગાહના ખાદિમ(દેખરેખ રાખનાર) યુનુસ પઠાણ જણાવે છે કે, અહીં સેંકડો વર્ષોથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. અમે સાત પેઢીથી આ પરંપરાને આગળ વધારી રહ્યા છીએ. જાતિ અને ધર્મના અંતરને ભુલીને અહીં ઉત્સાહ અને ઉમંગ સાથે લોકો કૃષ્ણ જન્મોત્સવ ઉજવે છે. લોકો આખી રાત જાગરણ કરે છે અને નાચ-ગાન કરે છે. અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

ધાર્મિક એકતાનું ઉદાહરણ

દરગાહ કમિટીના પૂર્વ અધ્યક્ષ સાતિક તિરગીએ જણાવ્યું કે, રવિવારથી શરુ થયેલો આ ઉત્સવ મંગળવાર સુધી ચાલશે. અહીં મુંબઈથી કવ્વાલી ગાનારા આર્ટિસ્ટ્સને બોલાવવામાં આવે છે. સાંજે 6.45 વાગ્યે દરગાહ પાસે સ્થિત મસ્જિદમાં અઝાનનો સમય થશે. તે જ સમયે પાસેના મંદિરના ઘંટના અવાજ સાથે આરતીની ગુંજ સંભળાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here