આજે માં ખોડિયાર ની જન્મ જયંતિ છે. ત્યારે આપણે જાણીશું માં ખોડિયાર નાં ધામ રાજપરા વિશે સંપૂર્ણ માહિતી. તો મિત્રો રાજપરા નું ભવ્ય શિખર બંધ મંદિર ભાવનગર ના રાજા દ્રારા બનાવમાં આવ્યું હતું. જોકે આને પાછળ પણ એક આખી કહાની છે તો આવો જાણી લઈએ તેના વિશે વિગતે. ભાવનગરના મહારાજા વખતસિંહજી ગોહિલે 1748 થી 1816 સુધી ભાવનગર રાજ્ય પર શાસન કર્યું હતું.
તેઓ મા ખોડિયારને ખુબજ માનતા હતા. તે પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાની સ્થાપના સિહોરમાં કરવા માટે ઈચ્છુક હતા. તમને થતું હશે કે પોતે એક રાજા છે તો પછી તેઓ તો પોતાની ઈચ્છા મુજબજ માતાનું સ્થાપન કર્યું હશે ને પરંતુ એવું નથી. આવી જાણીએ આગળની કહાની.
હવે મહારાજ માતાને સિહોર લઈ જવા માંગતા હતાં માટે તે પ્રાર્થના કરી મા ખોડિયારને પ્રસન્ન કર્યા. ત્યારે મહરાજ એ કહ્યું માં તમે મારી સાથે સિહોર ચાલો અને ત્યાં બિરાજો મા તાજી પ્રસન્ન થઈને શરત રાખી હતી કે હું તારી પાછળ પાછળ આવીશ પણ તારે પાછળ વળીને જોવાનું નહી.
માતાની વાત માનીને મહારાજા આગળ આગળ ચાલતાં હતા. રાજધાની સિહોર પહોંચ તા પહેલા મહારાજાના મનમાં શંકા થઈ કે મા ખોડિયાર પાછળ આવે છે કે નહીં. મહરાજ ની શંકા જેમ જેમ આગળ જાય તેમ તેમ વધતી હતી. શંકા વધી જતાં આખરે મહારાજાએ પાછું વળીને જોયું એટલામાં જ તે જ સ્થળે માતાજી થોભી ગયાં અને માઁ એ કરેલી સરત મુજબ હવે તેઓ આજ સ્થળે થોભી જશે.
આ સ્થળ એટલે રાજપરા ગામ અને આજે અહીં ખોડિયાર માતાજીનું મંદિર છે.અહીં ભાવ નગરનો ગોહિલ વંશ કુળદેવી તરીકે મા ખોડિયારને પૂજે છે. જો રાજાએ પાછું વળીને ના જોયું હોત તો આજે માં રાજપરા ના બદલે સિહોરમાં હોત.સૌથી પહેલું વહેલું માં ખોડિ યાર નું મંદિર વખતસિંહજી ગોહિલ 1748-1816 માં બનાવડાવ્યું હતું.
ત્યારે બાદ માં ખોડિયાર ના આ મંદિર ને 19 ની સાલમાં ભવ્ય મંદિર કરવામાં આવ્યું હતું.અહીં ભાવસિંહજીએ આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર ચડાવ્યુ હતું. કહેવાય છે કે તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયાં હતાં.ત્યારે અહીં આ ધરા વાળ નું પણ ઘણું મહત્વ છે.
માં ના ભક્તો માટે આ ધરાવળ પણ આકર્ષણ નું કેન્દ્ર બનેલું છે.મિત્રો તમે જાણી લીધુંમાં ખોડિયારનું મંદિર રાજપરા માં કેમનું બન્યું હવે જાણી લઈએ માં ના ધામ વિશેની થોડી વાતો.અહીંની ઘણી ખરી વસ્તુઓ ખુબજ પ્રખ્યાત છે. અહીં નો અતિ સુંદર નજારો અને માં ના ધામ ની મહેક ભલભલી જગ્યાને ઝાંખી કરી દે છે.
અહીં ખાસ મહા સુદ આઠમના દિવસે લાપસી બનાવવામાં આવે છે.રાજપરા સ્થિત ખોડિ યાર મંદિર ભાવનગરમાં મહા સુદ આઠમના દિવસે લાપસી બનાવવામાં આવે છે. ભક્તો ને પ્રસાદના રૂપમાં આપવામાં આવે છે. ઘણા ભક્તો તો સ્પેશિયલ આ પ્રસાદ ગ્રહ ણ કરવા દૂર દૂર થી અહીં આવે છે.
મંદિરમાં આરતીના સમયની વાત કરીએ તો આરતીનો સમય સવારે 5.30 વાગ્યે છે અ ને સાંજે સૂર્યાસ્ત સમયે છે. અહીં આડે દિવસે 5:30 આરતી કરવામાં આવે છે પરંતુ રવિવા રે વધારે ભક્તો આવતા હોવાથી સવારે 30 મીનિટ પેહલાં એટલેકે આરતી સવા રે 5.00 વાગ્યે કરવામાં આવે છે. મંદિરમાં દર્શનના સમયની વાત કરીએતો દર્શનનો સમય સવા રે 4.00 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીનો છે.
ભક્તો નો ઉત્સાહને જોતાજ મંદિર 4 વાગ્યે ખુલ્લું કરી દેવાય છે.મિત્રો અહીં મંદિરમાં બે ધર્મશાળા છે. અહીં કુલ 35 રૂમ છે. જેમાં એસી રૂમનું ભાડું રૂ. 300 અને નોન એસી રૂમનું ભાડું રૂ. 250 છે. બન્ને ધર્મશાળામાં ચાર મોટા હોલ છે. જેમાં 100 બેડ છે એક બેડનું ભાડું રૂ. 50 છે. ત્યારે હવે જો તમે અહીં રોકાય ને પણ સાંજ સવારની આરતીનો લાવો લઈ શકે છે.