આજની આધુનિક શૈલીને કારણે દરેક વસ્તુમાં લોકો આધુનિકતા અપનાવતા થઈ ગયા છે. ભારતીય સંસ્કૃતિમાં જમીન પર બેસીને ખાવાની વાત કરેલી છે. પરંતુ, આપણે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવથી ડાઈનીંગ ટેબલ ઉપર બેસીને ભોજન કરતા થઈ ગયા છે. આજના આ મોર્ડન સમયમાં દરેક લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને ભોજન કરતા હોય છે. એક સમય એવો પણ હતો કે, જમીન પર આસન પાથરીને ભોજન પીરસવામાં આવતું અને પ્રાર્થના કરીને પછી ભોજન જમવા માં આવતો હતુ પરંતુ તેની જગ્યા અત્યારે ડાયનીંગ ટેબલે લઈ લીધી છે.
અત્યારે પણ ગામડામાં લોકો જમીન પર બેસીને ભોજન કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો? જમીન પર બેસીને ભોજન કરવાથી અદભુત સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારી છે. તો ચાલો ચાલો જાણીએ તેના વિશે. જ્યારે જમીન પર બેસીને ભોજન કરતા હોઈએ છીએ ત્યારે એક પ્રકારના આસનમાં બેઠા હોઈએ છીએ. જેને સુખાસન કહે છે. આ સ્થિતિમાં બેસવાથી પેટના નીચેના ભાગમાં દબાણ પડે છે. જેના કારણે શરીર તણાવ મુક્ત બને છે.
જ્યારે આપણે જમીન પર બેસીને ભોજન કરતા હોઈએ ત્યારે આપણે થોડા આગળ ઝૂકીને ખાઈએ છીએ. જેના કારણે પાચનતંત્ર એક્ટિવ થાય છે. અને જમવાનું જલદી પચી જાય છે. આ ઉપરાંત પલોઠી વાળીને બેસવાથી શરીરમાં થતા દુખાવામાં પણ રાહત થાય છે. જમીન પર પલાંઠી વાળીને ભોજન કરવાથી વજન ઓછો થાય છે. આપણા શરીરમાં એક વોગાસ નામની નસ હોય છે. જે મગજને સંકેત આપે છે કે, આપણું પેટ ભરાઈ ગયું છે. એટલે આપણે વધારે ખાઈ શકતા નથી. પરંતુ જ્યારે આપણે ડાઇનિંગ ટેબલ પર બેસીને ભોજન કરીએ છીએ ત્યારે આ નસ બરાબર કામ કરતી નથી. અને વધારે ખોરાક લઇએ છીએ. જેના કારણે આપણું વજન વધી જાય છે.
એવું કહેવાય છે કે, જમીન પર બેસીને ભોજન કરવાથી આયુષ્યમાં વધારો થાય છે. જમીન પર ભોજન કરવાથી શારીરિક ક્ષમતા વધી જાય છે. એટલે લોહીનું પરિભ્રમણ સારું થાય છે. આ ઉપરાંત શરીર મજબૂત અને લચીલુ બને છે. પલાઠી વાળીને બેસીને જમવાથી કરોડરજ્જુ અને પેટના રોગો દુર રહે છે. જેના કારણે શરીર લચીલું બને છે. આ ઉપરાંત શરીરમાં કોઈપણ દુખાવાની ફરિયાદ થતી નથી.
આ ઉપરાંત જમીન પર બેસીને જમવાથી શરીરના નીચેના ભાગની માસપેશીઓ એક્ટીવ થાય છે. અને પગ વધુ મજબૂત બને છે. આ ઉપરાંત જમીન પર બેસવાથી વ્યક્તિત્વમાં નિખાર આવે છે. બ્લડ સરકયુલેશન સારુ થાય છે. અને હૃદય તેમજ મગજ તંદુરસ્ત બને છે. આ ઉપરાંત જમીન પર બેસીને ભોજન કરવાથી ઘૂંટણને વાળવા પડે છે. એ ઘૂંટણની એક કસરત બને છે. જેના કારણે સાંધાના દુખાવામાં રાહત થાય છે.
જે લોકોને હાઇ બ્લડપ્રેશરની તકલીફ હોય તે વ્યક્તિએ જમીન પર બેસીને ભોજન કરવું જોઇએ. જમીન પર બેસીને ભોજન કરવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. જમીન પર બેસીને ભોજન કરવાથી કરોડરજ્જુ મજબૂત બને છે. અને પીઠના દુખાવાની સમસ્યા વ્યક્તિને ક્યારેય થતી નથી. આ ઉપરાંત પરિવારના દરેક સભ્ય જમીન પર સાથે બેસીને ભોજન કરે છે અને વાતો કરે છે. તો તે બધાની વચ્ચે સંબંધ મજબૂત થાય છે. પ્રેમ વધે છે, એવું કહેવાય છે કે ડાઇનિંગ ટેબલ પર બેસીને જમવાથી ઝઘડા થાય છે. અને જમીન પર બેસીને પલાઠીવાળીને જમવાથી ઝઘડા થતા નથી. આનું કારણ છે, મન શાંત થાય છે. અને શરીરને પણ રાહત થાય છે. એટલે પરિવારમાં ખુશી રહે છે.