ઘણા લોકો નખ ચાવવાની આદત હોય છે અને લાખો પ્રયાસ કર્યા પછી પણ,આ ટેવ નથી છૂટી શકતી. ખરેખર નખ ચાવવા એ એક પ્રકાર ની બીમારી છે. અને નખ ચાવવાથી ઘણા પ્રકાર ના રોગ શરીર ને લાગી જાય છે. તેથી જો તમે નખ ચાવતા હોવ તો આમ કરવાનું બંધ કરો.
નખ ચાવવાથી થઈ શકે છે આ ગંભીર બીમારીઓ.
પેટ થઈ શકે છે ખરાબ.
નખ ચાવતી વખતે આપણા મોં માં કેટલાક એવા ઘાતક બેક્ટેરિયા જતા રહે છે. જો કે પેટ માટે બહુ ખતરનાક હોય છે. અને એના કારણે પેટ ને કેટલાક જાત ના ગંભીર રોગ થઈ શકે છે. એટલા માટે તમે નખ ચાવવાનું બંધ કરી દો.
ત્વચા ને ચેપ લાગી શકે છે.
નખ ચાવવાથી નખ ની આજુ બાજુ ની ત્વચા ને નુકસાન પહોંચે છે. અને ત્વચા પર ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. હકીકતમાં,જે લોકો વધારે નખ ચાવે છે એ લોકો ના નખ ની આજુબાજુ ની ત્વચા લાલ થઈ જાય છે. અને કેટલીક વાર તેમાંથી લોહી પણ નીકળવા લાગે છે. અને ત્વચા ઇન્ફેકશન થઈ જાય છે.
આરોગ્ય ને પહોંચાડે છે નુકશાન.
નખ ની અંદર ઘણા પ્રકારનાં બેક્ટેરિયા જેવા કે સૅલ્મોનેલા અને ઇ કોલાઈ હોય છે. અને આ બે બેક્ટેરિયા આરોગ્ય માટે ખૂબ જોખમી માનવામાં આવે છે. આ બન્ને બેક્ટેરિયા નખ માં જોવા મળે છે અને નખ ચાવવાથી આ બેક્ટેરિયા મોં માં જતા રહે છે અને તમને બીમાર કરી દે છે.
આંતરડા ને નુકસાન પહોંચાડે છે.
એવું કહેવામાં આવે છે કે નખ ચાવવાની અસર આંતરડા પર પણ પડે છે. અને નખ ચાવવાને કારણે કેન્સર થવાની શક્યતા બહુ વધી જાય છે. એટલા માટે તમે આ આદત ને તરત જ છોડી દો.
દાંત ને નુકસાન પહોંચાડે છે.
નખ ખાવવાની આદતની અસર દાંત પર પણ પડે છે અને જે લોકો દરેક સમયે નખ ચાવતા રહે છે એ લોકો ના દાંતો નો આકાર એકદમ બદલાઈ જાય છે.
હકીકતમાં નખ ચાવતી વખતે દાંતો પર બહુ જોર પડે છે. અને આ જોર ની કારણે જ દાંતો નો આકાર બદલાઈ જાય છે. આ ઉપરાંત કેટલીક વાર નખ ચાવવાથી દાંતો પર છિદ્રો પણ થઈ જાય છે.
આ કારણે લોકો ચાવે છે નખ.
જે લોકો વધારે તણાવ માં રહે છે,તે લોકો ને નખ ચાવવાની આદત હોય છે. એટલા માટે જો તમે પણ નખ ચાવતા હોય તો હોય શકે છે કે તમને પણ તણાવની બિમારી હોય.
નખ ચાવવાની આદત ને છોડવા ના ઉપાય.
જો તમે નખ ચાવવાની આદત છોડવા માંગો છો તો તમે નીચે બતાવેલા ઉપયોગ ને કરો.આ ઉપાયો ને કરવાથી તમારી આ આદત તરત જ છૂટી જશે.
1.તમારા નખ પર નેઇલ પોલીશ અથવા કોઈપણ તેલ લગાવીદો. આવું કરવાથી તમે નખ નહીં ચાવી શકો.
2.યોગ કરવાથી તનાવ ઓછો થાય છે. અને તણાવ ઓછો થવા થી નખ ચાવવાની આદત છૂટી જાય છે. એટલા માટે તમે રોજ ઓછામાં ઓછી 20 મિનિટ સુધી યોગ કરો.
3.હૅબિટ રિવર્સલ તાલીમ લેવાથી પણ નખ ચાવવા ની આદત છૂટી જાય છે.
4.લાખો પ્રયત્નો કર્યા પછી પણ જો તમારી નખ ચાવવાની આદત નથી છૂટી રહી,તો તમે ડૉક્ટર નો સંપર્ક કરો.