હવાઈ હુમલા માટે ભારતનું બ્રહ્માસ્ત્ર બની ગયું ઇઝરાઈલનું આ ડ્રોન: ફેલ થઈ ગયી આખી પાકિસ્તાનની ડિફેન્સ સિસ્ટમ.
ભારતીય વાયુ સેનાએ મંગળવારે વહેલી સવારે POK માં ઘૂસીને પાકિસ્તાનના આંતકવાદી અડ્ડાઓને નેસતોનાબુદ કરી દીધા. ભારત એ ફક્ત 21મિનિટના હુમલામાં પાકિસ્તાનના આ શેત્ર માં તમામ આંતકવાદી અડ્ડા નો નાશ કર્યો હતો.
આ કાર્યવાહીમાં 300 થી વધુ આતંકી માર્યા ગયા તેવી માહિતી પણ મળી છે. આ હુમલામાં ઇઝરાઈલના અવોક્સ (નેત્ર) એ પાકિસ્તાન ના તમામ રડાર જામ કર્યા હતા. આ પછી હારોન ડ્રોન એ POK માં છુપાયેલ તમામ આતંકવાદી ઓની જાણકારી આપી હતી. જેને લઈ ને ભારત એ મીરાજ-2000 ને આતંકીઓ ના તમામ ઠેકાણા ઠેકાણે પાડી દીધા.
ઉલ્લેખનીય છે કે પુલાવામાં જે હુમલો થયો પછી ભારત પાકિસ્તાનની તમામ હરકત ઉપર બાઝ નઝર રાખીને બેઠું હતું. આ ઉપરાંત રાજસ્થાન ના પોખરણ ખાતે સેનાએ યુદ્ધ અભ્યાસ પણ કર્યો હતો.
ગઈકાલે રાત્રે 3:30 ની આજુબાજુ ભારત એ પોતાના 12 મીરાજ પ્લેન POK માં મોકલ્યા હતા જેને આ પાકિસ્તાની આતંકીઓના અડ્ડા ને નેસતોનાબુદ કરી દિધા.
ઇઝરાયેલ આ પેહલા પણ કહી ચૂક્યું હતું કે અમે ભારત સાથે છે,અમે ભારતને તમામ મદદ કરીશું. આ કાર્યવાહી બાદ આજે ઇઝરાયેલ પણ ખુશ હશે.
પુલવા હમણાં માં 49 સૈનિકો ગુમાવ્યા પછી ભારત બહાર માં લોકો માં રોષ જોવા મળ્યો હતો અને કેટલાય લોકો રસ્તા ઓ પર નીકળી આવ્યા હતા તેવા માં થોડું વાતાવરણ શાંત થતા જ મોદી સત્કાર ઘ્વારા બીજી સર્જીકલ સ્ટાઈક કરી ને લોકો ને ચોકવી દીધા છે.
ભારતે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી દીધી છે. હવાઇ હુમલાની સાથે જ ભારત પાકિસ્તાનની તરફખી કોઇપણ પલટવાર માટે પણ તૈયાર છે. તેના માટે ખાસ સિસ્ટમ AWACS સક્રિય છે. આ દુશ્મનોની ગતિવિધિને લઇ એલર્ટ કરે છે. ત્યારબાદ દુશ્મનોને તોડી પાડવાની શરૂઆત કરી દીધી છે.
ભારતમાં ઇઝરાયલી અને ઇન્ડિજનસ અવૈક્સ સિસ્ટમ છે. ભારતના અવૈક્સ સિસ્ટમને ડીઆરડીઓ એ તૈયાર કર્યા છે. અવૈક્સ (AWACS) નુ ફૂલ ફોર્મ થાય છે- Airborne Warning And Control System. આ સિસ્ટમને વિમાનમાં ફિટ કરાય છે.
એર ડિફેન્સ માટે અવૈક્સનો ઉપયોગ કર્યો છે. આ લોન્ગ રેન્જ રડાર સર્વિલાંસ સિસ્ટમ હોય છે. સૌથી પહેલાં અમેરિકન એર ફોર્સે તેનો ઉપયોગ શરૂ કર્યો હતો. આ સિસ્ટમ ખૂબ જ નીચે ઉડાન ભરી રહેલા એરક્રાફ્ટને પણ ડિટેક્ટ કરી લે છે.
અંદાજે 370 કિલોમીટર સુદી આ દુશ્મનોની ગતિવિધિને પકડી શકે છે. આ કોઇપણ હવામાનમાં કામ કરવા માટે સક્ષમ છે. તેમાં લાગેલ કોમ્પ્યુટર દુશ્મનોની કાર્યવાહી અને તેની ગતિવિધિઓને રેકોર્ડ કરે છે. અવૈક્સ સિસ્ટમને દુશ્મન પણ પકડી શકતા નથી. તેને જામ કરવા પણ લગભગ અશકય છે.
આપને જણાવી દઇએ કે પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર ભારતની કાર્યવાહીમાં ફાઇટર જેટ મિરાજ 2000 નો ઉપયોગ કરાયો છે. પાકિસ્તાન પર 1000 કિલોગ્રામ બોમ્બ ફેંકાયા છે. મંગળવારે વહેલી સવારેમેજર જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કરી લખ્યું કે ભારતીય વાયુ સેના એ LoC નું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાન વાયુ સેના એ તરત કાર્યવાહી કરી. ભારતીય વિમાન પાછા જતા રહ્યાં.
મોડી રાત્રે અંદાજે 3:30 વાગ્યે ભારતીય જેટે પાકિસ્તાનની અંદર કાર્યવાહી કરી. જૈશ અને અન્ય આતંકી સંગઠનોના લોન્ચ પેડને ટાર્ગેટ કરાયા. પુલવામા હુમલા બાદ જ ભારતની તરફથી મોટી કાર્યવાહીના સંકેત આપી રહ્યા હતા.