ઈટાલીમાં ઈશા અંબાણીની સગાઈ, તસવીરોમાં જુઓ રિંગ પહેરાવ્યા બાદ કેવો હતો ભવ્ય નજારો

ઈટાલીમાં ઈશા અંબાણી તથા આનંદ પીરામલની સગાઈ થઈ ગઈ છે. સગાઈ માટે વિલા ઓલ્મોને પસંદ કરવામાં આવ્યો હતો. સગાઈની કેટલીક તસવીરો સોશ્યિલ મીડિયામાં વાયરલ બની છે. સગાઈમાં મુકેશ અંબાણી દીકરીનો હાથ પકડીને આવે છે અને પછી આનંદ પીરામલ, ઈશાને એન્ગેજમેન્ટ રિંગ પહેરાવે છે.

ફૂલોની વર્ષા

સગાઈ બાદ ઈશા પોતાની મોમ તરફ જોઈને સ્માઈલ આપે છે. રિંગ પહેરાવ્યા બાદ ઈશા-આનંદ પર ફૂલોનો વરસાદ થાય છે અને ઈશા શરમાઈ જાય છે. ત્યારબાદ નીતા અંબાણી સગાઈની ઓફિશિયલ જાહેરાત કરે છે.

600 મહેમાનો આવ્યા

ઈટાલિય સાઈટ Giornale di Comoના જણાવ્યા પ્રમાણે, ઈશા અંબાણી તથા આનંદ પીરામલની સગાઈમાં 600 થી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્રણ દિવસ સુધી લેક કોમોના અલગ-અલગ વિલામાં ઈવેન્ટ્સ યોજાવાની છે. 22 સપ્ટેમ્બરના રોજ સગાઈ વીલા ગેસ્ટેલમાં યોજાઈ હતી. જ્યારે સાંજે વીલા ઓલ્મોમાં ભવ્ય ડિનર તથા ડાન્સિંગ પાર્ટી યોજાઈ ગઈ હતી.. વીલા ઓલ્મોને ઈન્ડિયન વેડિંગ થીમ મુજબ સજાવવામાં આવ્યો હતો. વીલા ઓલ્મોના ગ્રીન એરિયાનું ભાડુ 2.38(280 હજાર યુરો, વેટ સાથે) કરોડ રૂપિયા જેટલું હોવાનું કહેવામાં આવે છે.

દરેક ઈવેન્ટને આપવામાં આવ્યા ઈટાલિયન નામ

21 સપ્ટેમ્બરઃ અંબાણી પરિવાર ઈટાલીના લેક કોમોની સેવન સ્ટાર હોટલમાં મહેમાનોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બપોર વેલકમ લંચને ‘Benvenuti A Como’ નામ આપવામાં આવ્યું હતું. તેનો અર્થ ”કોમોમાં તમારું સ્વાગત છે.” સાંજે પાંચ વાગે Lake Como ના Villa Balbiano માં મહેમાનો માટે ડિનર યોજાયું હતું. ડિનરને ‘Amore E Bellezza’ નામ આપવામાં આવ્યું હતું. જેને લવ એન્ડ બ્યૂટી એવો અર્થ થાય છે.

22 સપ્ટેમ્બરઃ સવારે સગાઈ કર્યાં બાદ સાંજે તમામ મહેમાનો માટે Villa Olmo માં ડિનર અને ડાન્સનો પ્રોગ્રામ યોજાયો હતો. આ ઈવેન્ટને ‘Fiera Bella Italia’ એટલે કે ‘બ્યૂટીફૂલ ફેર ઈટલી’ નામ આપવામાં આવ્યું હતું. ડિનરને ‘Italianissimo’ નામ આપવામાં આવ્યું હતું. જેનો અર્થ ‘સાચો ઈટાલિયન’ એમ થાય છે.

23 સપ્ટેમ્બરઃ રવિવારને Duomo di Como અને Teatro Sociale Comowill માં મહેમાનો માટે લંચની વ્યવસ્થા યોજવામાં આવી છે. ફેરવેલને ‘Arrivederci Como’ જેનો અર્થ છે, ‘Good bye Como’.

જુઓ રિંગ પહેરાવ્યા બાદ કેવો હતો ભવ્ય નજારો

જુઓ રિંગ પહેરાવ્યા બાદ કેવો હતો ભવ્ય નજારો

જુઓ રિંગ પહેરાવ્યા બાદ કેવો હતો ભવ્ય નજારો

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here