અક્ષયે ટ્રાફિક પોલીસ બની રસ્તા પર લોકોને પૂછ્યું ‘શું આ રોડ તમારા બાપનો છે?’

પેડમેન અને ટોયલેટ એક પ્રેમ કથા જેવી ફિલ્મો દ્વારા સમાજીક વિષયોના મુદ્દા ઉઠાવનાર અક્ષય કુમાર હવે રોડ સેફ્ટીને લઈને પણ લોકોને સંદેશો દેતા નજરે પડે છે. જોકે હાલમાં જ સોશિયલ મીડિયામાં અક્ષયે કેટલાક વીડિયો શેર કર્યા છે. પણ આ વીડિયોમાં તે લોકોને ટ્રાફિક નિયમો સમજાવવા માટે જે રીતે સમજાવે છે તે થોડું અલગ છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે અક્ષય કુમાર ટ્રાફિક પોલીસના ડ્રેસમાં છે અને ‘રોડ સેફ્ટી, લાઈફ સેફ્ટી’નો સંદેશો આપી રહ્યા છે. અક્ષયે હાલમાં જ દિલ્હી ખાતે કેન્દ્રીય વાહનવ્યવહાર પ્રધાન નીતિન ગડકરી સાથે મળીને લોકોને રોડ સેફ્ટી અંગે જાગરુક કરતા અભિયાનની શરુઆત કરી છે. કેન્દ્રીય વાહનવ્યવહાર વિભાગે આ અભિયાન માટે અક્ષય કુમારને બ્રાન્ડ એમ્બેસેડર ઘોષિત કર્યો છે.

જે અંતર્ગત વિભાગે અક્ષયને ટ્રાફિક પોલીસના રુપમાં દર્શાવતી 3 એડ તૈયાર કરી છે. જેમાં તે ટ્રાફિક પોલીસના ડ્રેસમાં પોતાના એજ ફિલ્મી અંદાજ સાતે લોગોને વાહનવ્યવહારના નિયમો પ્રત્યેર જાગરુક કરતો જોવા મળે છે. જેમાં તે નિયમભંગ કરતા લોકોને પૂછે છે કે શું રોડ તમારા બાપનો છે? જો નહીં તો ટ્રાફિક નિયમ કેમ પાડતા નથી. આ નિયમ તમારી સુરક્ષા માટે છે મારી નહીં.

જુઓ ત્રણેેય વીડિયો

વીડિયો -1

વીડિયો -2

વીડિયો -3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here