ઈન્સ્ટાગ્રામ કપલે કરી સૌથી ‘ખતરનાક KISS’, જુઓ વધુ પીક્સ
ઘણા કપલને એડવેન્ચરનો ખુબજ શોખ હોય છે, તો ઘણા ફોટો પાડવા માટે શોખનો એડવેન્ચર કરતા હોય છે.
ત્યારે આજે એક એવા જ કપલની વાત કરીએ જેને એડવેન્ચર ખુબજ પસંદ છે ઉપરાંત તેઓ આ શોખની ફોટોગ્રાફ પણ લે છે.
અમેરિકામાં સૌથી પોપ્યુલર ઈન્સ્ટા કપલ
અમેરિકાના સૌથી પોપ્યુલર ઈન્સ્ટાગ્રામ કપલ કેલી કૈસિલ અને કોડી વર્કમેનએ એક એવો ફોટો ક્લિક કર્યો કે લોકો તેમની નિંદા કરી રહ્યા છે. તેમના આ ફોટોગ્રાફને કેટલાક લોકો ખતરનાક તો કેટલાક મૂર્ખ ગણાવી રહ્યા છે.
જોખમી સેલ્ફી
અમેરિકન કપલ હાલ બાલીમાં છે, ફોટોમાં જોઈ શકાય કે કેલી પૂલની બાઉન્ડ્રીની બહાર લટકેલી છે અને કોડી તેને કિસ કરી રહ્યો છે. કોડી પૂલની અંદર અને કેલી પૂલની બહાર દેખાઈ રહી છે. આ ફોટો Ubud ના કયોન જંગલ રિસોર્ટમાં ક્લિક કરી છે.
યૂઝર્સ કપલ પર ભડક્યા
ફોટો ઓનલાઈન આવ્યા બાદ કમેન્ટમાં લોકો તેમની ખૂબ જ આલોચના કરી રહ્યા છે.
એક યૂઝર્સે લખ્યું કે, ‘માત્ર એક ફોટો માટે તમે લોકોએ જીવ જોખમમાં મૂક્યો. ખૂબ જ ખોટ બાબત છે.’