આ છે India નો બેસ્ટ 3D આર્ટિસ્ટ, ઓળખી નહીં શકો અસલી કયુ અને આર્ટવર્ક કયુ

આ છે India નો બેસ્ટ 3D આર્ટિસ્ટ, ઓળખી નહીં શકો અસલી કયુ અને આર્ટવર્ક કયુ..

આ દુનિયામાં જેટલા લોકો રિજેક્ટ થયા છે એ લોકો ટોચ પર પહોંચ્યા છે. બસ કંઈક કરી દેખાડવાનું ઝનૂન હોવું જોઈએ. વોલ્ટ ડિઝનીથી લઈને સ્ટીવન સ્પીલબર્ગ સુધી અનેક મોટા એવા સ્ટાર્સ છે, જેને ઠોકર પોતાની કેરિયરમાં નહીં પણ અસલ જિંદગીમાં પણ લાગી છે. પછી તેમણે પોતાના સમયને બદલવાનો નિર્ણય કર્યો. આ જ યાદીમાં મુંબઈના એક યંગબોયનું નામ પણ છે. જે 3D આર્ટિસ્ટ છે પણ દિમાંગ કામ નહીં કરે કે આ બને છે કેવી રીતે? જોઈએ એક ખાસ અહેવાલ.

રિજેક્શનનો કોઈ ફેર ન પડ્યો

શુંશાંત રાણે, મુંબઈના એક સામાન્ય વિસ્તારમાં રહેતો આ થ્રીડી આર્ટિસ્ટ આજે દુનિયાભરમાં ડંકો વગાડે છે. એક આર્ટ સ્કૂલે મને કાઢી મૂક્યો હતો કે, મારું આર્ટ સારું નથી. પછી 2015 માં નવા નવા આર્ટ વર્ક બનાવવાનું શરું કર્યું. પછી વિચાર આવ્યો થ્રીડી આર્ટવર્ક બનાવવાનો. જ્યારે આ આર્ટની શરુઆત કરી ત્યારે મને કોઈ થ્રીડી આર્ટ જેવી વસ્તુનો ખ્યાલ ન હતો. પણ એક રિયલ વસ્તુ જેવું ચિત્ર બનાવવા પ્રયત્ન કર્યો છે. આ માટે મને કોઈએ કંઈ શીખવાડ્યું નથી. પોસ્ટર જોઈ જોઈને તેને કાગળ પર કંઈક નવી નવી રીતે દોરવાનું શરુ કર્યું.

3D આર્ટ ફોર્મ

શરુઆતમાં જે કંઈ નવું થઈ શક્યું એ કર્યું. જ્યાં જે થ્રીડી વસ્તું જોવા મળતી એમાંથી કંઈક નવું કરવાનો પ્રયત્ન હું કરતો. એક મહિનાની મહેનતથી થ્રીડી ઈફેક્ટમાં માસ્ટરી મેળવી  લીધી. હા, આ ઈફેક્ટમાં કોઈ કોમ્પ્યુટર કે બીજા કોઈ ડીવાઈસની મદદ લેવામાં નથી આવી. હાથેથી જ દરેક થ્રીડી ચિત્રો બનાવ્યા છે. 2d ડ્રોઈંગ ફ્લેટ હોય છે જ્યારે 3d ડ્રોઈંગ એવું હોય છે જાણે જાણે તે પાનામાંથી બાહર આવી રહ્યું હોય.

કોઈ કેમેરા ટ્રિક નથી

જ્યારે પહેલી વખત કોઈ મારા ચિત્રો જુવે કે ફોટા પાડે તો એવું એવું લાગે છે કે, આ કોઈ કેમેરા ટ્રિક હશે. પણ અહીં કોઈ પ્રકારની કેમેરા ટ્રિક નથી પણ ડ્રોઈંગ ટ્રિક છે. 2d ડ્રોઈંગ માત્ર x અને y એક્સિસ પર બને છે. જ્યારે 3D ડ્રોઈંગમાં Z એક્સિસનો વધારો થાય છે. જેથી તે એકદમ રિયલ લાગે. હાઈલાઈટ્સ, ડેપ્થ અને વધુ બ્રાઈટનેસ માટે તે દરેક વોટરકલર્સથી લઈને માટી કલર્સ સુધી દરેક રંગના પાસાનો ઉપયોગ કરે છે. સિક્કાની મદદથી કોઈ ચિત્રને લેઆઉટ આપે છે.

ગમે તે સાધનનો ઉપયોગ થઈ શકે

ડ્રોઈંગ કર્યા બાદ આર્ટને થ્રીડી બનાવવા માટે હું સિક્કાથી લઈને બોક્સની પટ્ટીઓ સુધી કોઈ પણ સાધનનો ઉપયોગ કરું છે. બસ ડ્રોઈંગ રિયાલિસ્ટિક લાગવું જોઈએ. કારણ કે દરેક રંગને તમે તમે જ્યારે જુદા જુદા સાઘન વડે સ્ક્રેચ કરો છો ત્યારે તેની એક અલગ ઈફેક્ટ આપે છે. જેમ કે, કોઈ પેન્સિલ પર માર્કર દેખાતી નથી પણ માર્કર કરીને તેને હાઈલાઈટ કરી શકાય છે. પછી નકામા વડે તેને સ્ક્રેચ કરીએ તો અલગ જ ઈફેક્ટ આવે. પછી આઉટ લાઈન માટે વોટરકલર્સનો ઉપયોગ કરું છું.

સાધનો બનાવે છે

જે રીતે દરરોજના જિવનમાં જે વસ્તુનો ઉપયોગ થાય છે એ વસ્તુંને હું થ્રીડી ફોર્મેટમાં ઊતારું છું. એટલું જ નહીં તે કેરીકેચર, ગ્રેફાઈટ, કુદરતી દ્રષ્યો અને પોટ્રેટ જેવા ચિત્રો પણ બનાવે છે. સોશિયલ મીડિયામાં પણ તેના અનેક ફોલોઅર્સ છે.

નેશનલ અને ઈન્ટરનેશલ આર્ટ સોસાયટીઓ તેને બોલાવે છે. આમ તે બન્યો વર્લ્ડ ફેમશ. દુનિયાના કોઈ પણ સિનને તે થ્રીડી ટચ આપી શકે છે. અને લોકો મુંઝાઈ જાય છે કે, કયુ અસલી અને કયુ આર્ટવર્ક.

3D ડ્રોઈંગ

3D ડ્રોઈંગ

એક અલગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here